હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
ગુજરાત, સામાજીક, ઇવેન્ટ્સ

અમદાવાદ પુસ્તકોત્સવમાં ગુજરાતી સાહિત્ય ચર્ચા અને સરદાર પટેલ વિશે કાર્યક્રમ યોજાયો તેમ જ કીર્તીદાન ગઢવી દ્વારા લોકસંગીતની રમઝટ થઈ

Posted 8 months ago with 112 views

Story by Meera Dave Pandya | 7 mins read

સમાચાર સારાંશ: ‘બાળ મંડપ’માં સવારે 9 કલાકે ‘મ્યુઝિકલ સ્ટોરીટેલિંગ’નો કાર્યક્રમ થયો હતો. જેમાં શીખા ગર્ગે વિવિધ શાળાના બાળકોને રસપ્રદ વાર્તા સંભળાવી હતી. બાળકોએ આ કાર્યક્રમમાં ખૂબ ઉત્સાહથી માણ્યો હતો

અમદાવાદ પુસ્તકોત્સવમાં ગુજરાતી સાહિત્ય ચર્ચા અને સરદાર પટેલ વિશે કાર્યક્રમ યોજાયો તેમ જ કીર્તીદાન ગઢવી દ્વારા લોકસંગીતની રમઝટ થઈ
1/1

અમદાવાદ પુસ્તકોત્સવમાં ગુજરાતી સાહિત્ય ચર્ચા અને સરદાર પટેલ વિશે કાર્યક્રમ યોજાયો તેમ જ કીર્તીદાન ગઢવી દ્વારા લોકસંગીતની રમઝટ થઈ

અમદાવાદ આંતરરાષ્ટ્રીય પુસ્તક મહોત્સવમાં સોમવારે ‘લેખક મંચ’માં ‘આધુનિકતાના અરીસે ગુજરાતી સાહિત્ય’ વિષય પર ચર્ચાગોષ્ઠિ યોજાઈ. જાણીતા ગુજરાતી નવલકથાકાર અને વાર્તાકાર ડૉ. કેશુભાઈ દેસાઈએ ગુજરાતી સાહિત્ય વિશે ઊંડાણથી પ્રકાશ પાડતાં જણાવ્યું કે સાહિત્ય એ સમાજનું દર્પણ છે. જે સાહિત્યમાં સમાજ ન ઝિલાય તે સાહિત્ય નકામું છે. તેમણે નવી પેઢી માતૃભાષામાં વાંચી નથી શક્તી તે અંગે ચિંતા વ્યક્ત કરી. તેમણે મૂધન્ય સર્જકો ગોવર્ધનરામ ત્રિપાઠી, રમણભાઈ નીલકંઠ વગેરેનાં ઉદાહરણો ટાંકતાં જણાવ્યું કે ગુજરાતી સાહિત્ય ખૂબ જ સમૃદ્ધ અને રસાળ છે જેનો આજની પેઢીના સર્જકોએ પ્રેરક પાઠ લેવો જોઈએ. વ્યવસાયે આર્કિટેકટ અને અભિનેત્રી સુશ્રી મન્વિતા બારાડીએ નાટક અને સાહિત્યનો સંબંધ તારવી આપ્યો અને જણાવ્યું કે બંને એક સિક્કાની બે બાજુઓ સમાન છે. તેમણે નાટકની પરંપરા વિશે તલસ્પર્શી માહિતી આપતાં એનું પણ ધ્યાન અપાવ્યું કે  નાટક લખવા-ભજવવાની બાબતે મહિલા સર્જકો- નિર્દેશકોની સંખ્યા ઓછી જોવા મળે છે. પ્રાધ્યાપક, લેખક અને કમ્પ્યૂટિંગ ટેક્નોલોજી નિષ્ણાત ડૉ. સંજય ચૌધરીએ ગુજરાતી સાહિત્યમાં આધુનિકતાના સંદર્ભે ટૂંકી વાર્તાઓ અંગે વિસ્તારથી વાત કરી. તેમણે ગુજરાતી ટૂંકી વાર્તાઓમાં આધુનિકતા કેન્દ્રસ્થાને રહેલી છે તેવા લેખકોની કૃતિઓનાં ઉદાહરણો રજૂ કર્યાં. 

અમદાવાદ પુસ્તકોત્સવમાં ગુજરાતી સાહિત્ય ચર્ચા અને સરદાર પટેલ વિશે કાર્યક્રમ યોજાયો તેમ જ કીર્તીદાન ગઢવી દ્વારા લોકસંગીતની રમઝટ થઈ

        સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતીના ઉપલક્ષ્યમાં એક વિશેષ કાર્યક્રમ ‘સરદાર પટેલ - ભારતના ઘડવૈયા’ વિષય પર લેખક મંચમાં કાર્યક્રમ યોજાયો. જેમાં અગ્રણી લેખક, સંશોધક અને કટારલેખક પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈ અને જાણીતા પત્રકાર, લેખક, અને રાજકીય વિશ્લેષક પદ્મશ્રી વિષ્ણુ પંડ્યાએ સરદાર પટેલ પર તલસ્પર્શી માહિતી પ્રસ્તુત કરી હતી. ડૉ. દેસાઈએ સરદારના જીવનનાં વિવિધ પ્રસંગો વર્ણવતાં કહ્યું કે એક મહાન વિભૂતિ હોવા છતાં સરદાર પટેલની સાદગી, સરળતા, સદભાવના, સૌમ્યતા અને સહનશીલતા અદ્વિતીય હતી. શ્રી પંડ્યાએ ઇતિહાસના સંદર્ભો સાથે સરદારના જીવનનાં વિલક્ષણ પાસાંને આવરી લેતું અભ્યાસી વક્તવ્ય રજૂ કર્યું. અંતે તેમણે અતિ કઠિન અને વિપરીત સંજોગોમાં  સરદારના આદિકહં સંઘર્ષોની વાત કરી. ‘લેખક મંચ’ના આ બંને કાર્યક્રમનું સંચાલન નેશનલ બુક ટ્રસ્ટ, ઇન્ડિયાના સંપાદક ભાગ્યેન્દ્ર પટેલે કર્યું હતું. 

‘બાળ મંડપ’માં સવારે 9 કલાકે ‘મ્યુઝિકલ સ્ટોરીટેલિંગ’નો કાર્યક્રમ થયો હતો. જેમાં શીખા ગર્ગે વિવિધ શાળાના બાળકોને રસપ્રદ વાર્તા સંભળાવી હતી. બાળકોએ આ કાર્યક્રમમાં ખૂબ ઉત્સાહથી માણ્યો હતો. તે પછી ‘જ્ઞાન સાથે વિજ્ઞાન’ જે VASCSC (વિક્રમ સારાભાઈ સેન્ટર) દ્વારા યોજવામાં આવેલા આ કાર્યક્રમમાં પાયલ શર્મા, કરિશ્મા, કેશ્વી અને માનવે બાળકોને હૂપ ગ્લાઈડરની પ્રવૃત્તિ, સાયન્સના કેટલાક એક્સપરિમેન્ટ કરતાં બાળકોને શીખવ્યું હતું. આ બંને કાર્યક્રમનું સંચાલન દીપા સિંહે કર્યું હતું. તે પછી નેશનલ બુક ટ્રસ્ટની રાષ્ટ્રીય ઈ-પુસ્તકાલય ટીમ દ્વારા શાળાના બાળકોને ઈ-પુસ્તકાલય કેવી રીતે આજના સમયમાં ઉપયોગી બની શકે છે, સાથે તેનાથી શું ફાયદા મળે તેની રસપ્રદ માહિતી શીખા ગર્ગે આપી હતી. અને અંતમાં આ મંચ પર ‘NCCL’ દ્વારા ‘પોસ્ટર મેકિંગ’ કાર્યશાળા યોજાઈ હતી. જેમાં ‘માય ફેવરેટ સ્ટોરી બુક કેરેક્ટર’, ‘માય ડે અમદાવાદ આંતરરાષ્ટ્રીય બુક ફેસ્ટિવલ’ અને ‘વર્લ્ડ ફૂલ ઑફ બુક્સ’ જેવા વિષયો પર બાળકોએ પોસ્ટર બનાવ્યા હતા. જેમાં શાળાના બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ‘શતાબ્દી મહોત્સવ’માં સવારે વિવિધ શાળાનાં બાળકો સાથે ‘વિકસિત ભારત’ વિષય પર પેનલ ડિસ્કશન યોજાઈ હતી. જેમાં 50થી વધુ બાળકોએ ભાગ લીધો હતો.  જેમાં ‘વિકસિત ભારત 2047’ ઉપર માહિતી આપવામાં આવી. ત્યારબાદ પ્રસિદ્ધ રેડિયો જૉકી ધ્વનિત દ્વારા શાળાના બાળકોને કુદરત સાથે સંકળાયેલી એવી ‘નેચર તંબોલા’રમત રમાડી હતી. જેમાં બાળકોને મજા આવી. સાંજે ચિલ્ડ્રન ફિલ્મ ફેસ્ટિવલમાં અંગ્રેજી, ચાઈનીઝ, વિયેતનામી અને પર્શિયન, ભાષામાં ફિલ્મો દર્શાવવામાં આવી.  

    ‘જ્ઞાન ગંગા’માં ‘ગુજરાત ટુરિઝમ’ અને ‘AMC’ દ્વારા જૂના અમદાવાદમાં સંસ્કૃતિક વારસો જાળવી રાખવા અંગેની એક કાર્યશાળા યોજાઇ જેમાં  અમદાવાદની મુલાકાતે આવતા પ્રવાસીઓને કેવી રીતે આકર્ષિત કરવા તેની જાણકારી આપવામાં આવી. તે પછી અનંત યુનિવર્સિટી દ્વારા મોનો પ્રિન્ટ કાર્યશાળા યોજાઈ હતી. આ જ મંચ પર સાંજે પુસ્તકનું વિમોચન કાર્યક્રમ યોજાયો હતો જેમાં રક્ષા શુક્લ લિખિત ‘રેઈન્બો’, જયેશ દવે લિખિત ‘રહસ્ય એ છે?’, રાજ ભાસ્કર ‘અરે જિંદગી’, અને લલિત ખંભાતિયા ‘ઉતાવળે સર્જાયેલું સાહિત્ય’ પુસ્તકોનું વિમોચન થયું હતું.

     ‘રંગમંચ’ પર સાંજે ‘લોકસાગરનાં મોતી’ જાણીતા લોકગાયક કીર્તિદાન ગઢવીએ ગુજરાતી લોકગીતો અને ભજનોની ભવ્ય રજૂઆત કરી હતી.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

ગુજરાત, સામાજીક, કલા અને સંસ્કૃતિ

કલાતીર્થનો ભગીરથ પ્રયાસ: સંખેડાની કાષ્ઠકલા-કસબ અને લાખકામ ઉદ્યોગનું અનન્ય દસ્તાવેજીકરણ સાથે અભૂતપૂર્વ ગ્રંથ.

બ્રેકિંગ ન્યૂઝ, ભારત

સોનમ વાંગચુકની હડતાળ ચાલુ રહેશે: સારવાર અંગે તેમની પત્ની ગીતાંજલિને સફદરજંગ હોસ્પિટલ પર ભરોસો નથી.