સમાચાર સારાંશ: ગુજરાતમાં આગ ઓકતી ગરમીએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. રાજ્યમાં અમદાવાદ સૌથી વધું ગરમ શહેર બન્યું છે. અનેક જિલ્લાઓમાં 46 ડિગ્રીને પાર તાપમાન જોવા મળતા લોકો ત્રાહિમામ પોકારી ગયા છે.
47.3 ડિગ્રીમાં તપતું અમદાવાદ અને હિંમતનગર ,ગુજરાતમાં આગ ઓકતી ગરમીએ તમામ રેકોર્ડ તોડ્યા, રાજ્યમાં અમદાવાદ સૌથી વધું ગરમ શહેર બન્યું
ગુજરાતમાં છેલ્લા 4 દિવસથી ગરમીનો પારો આસમાને પહોંચ્યો છે. જેને લઈને સમગ્ર ગુજરાતમાં લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. ત્યારે આજે હવામાન વિભગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા ખૂબ જ ચોંકાવનારા છે. જણાવી દઈએ કે, આજે અમદાવાદમાં સૌથી વધારે રેકોર્ડબ્રેક તાપમાન નોંધાયું છે. આ ઉપરાંત, સાબરકાંઠાના હિંમનતગરમાં 47 ડિગ્રી ગરમીનો પારો પહોંચ્યો છે.
આગ ઓકતી ગરમીએ ત્રાહિમામ પોકારી દીધો છે. અમદાવાદ એરપોર્ટ વિસ્તારમાં ગુજરાતનું સૌથી વધારે 47.3 ડિગ્રી તાપમાન નોંધાયું હતું, જણાવવામાં આવી રહ્યું છે કે, છેલ્લા ઘણા વર્ષો બાદ આટલું તાપમાન નોંધાયું છે. આ ઉપરાંત, અમદાવાદ શહેરમાં 46.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

અમદાવાદ સાથે સાથે અંબાજીએ પણ ગરમીના તમામ રેકોર્ડ તોડ્યા છે. અંબાજીમાં આજે તાપમાનનો પારો 46 ડિગ્રીએ પહોંચ્યો હતો. છેલ્લાં 5 વર્ષમાં આજે સૌથી વધુ ગરમી નોંધાઈ છે. ગરમીને કારણે સ્થાનિકોના જનજીવન પર અસર જોવા મળી હતી. અંબાજીની બજારો અને રોડ સૂમસામ જોવા મળી રહ્યા છે.
તમને આ પણ ગમશે:


તમને આ પણ ગમશે:



