હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત, સામાજીક

અમદાવાદમાં કાયદાના લીરેલીરા ઉડ્યા 100 કેટલા લોકો ધોકા પાઇપ લઇ સોસાયટીમાં ઘુસ્યા; 10 થી 15 ગાડીઓની કરી તોડફોડ; ઉચ્ચ પોલીસ અધિકારીઓ દોડી આવ્યા

Posted 1 year ago with 27 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: 20 દિવસ પહેલા થયો વિવાદ, મોડી રાતે કરાયો હુમલો

અમદાવાદમાં કાયદાના લીરેલીરા ઉડ્યા  100 કેટલા લોકો ધોકા પાઇપ લઇ સોસાયટીમાં ઘુસ્યા; 10 થી 15 ગાડીઓની કરી તોડફોડ; ઉચ્ચ પોલીસ અધિકારીઓ દોડી આવ્યા
1/2
અમદાવાદમાં કાયદાના લીરેલીરા ઉડ્યા  100 કેટલા લોકો ધોકા પાઇપ લઇ સોસાયટીમાં ઘુસ્યા; 10 થી 15 ગાડીઓની કરી તોડફોડ; ઉચ્ચ પોલીસ અધિકારીઓ દોડી આવ્યા
2/2

અમદાવાદઃ 100 કેટલા લોકો ધોકા પાઇપ લઇ સોસાયટીમાં ઘુસ્યા; 10 થી 15 ગાડીઓની કરી તોડફોડ; ઉચ્ચ પોલીસ અધિકારીઓ દોડી આવ્યા

અમદાવાદમાં અડધી રાતે જૂના વાડજ ખાતેની રામકોલોની સોસાયટીમાં અંગત અદાવતમાં શુક્રવારે રાતે 100 જેટલા યુવકોનું ટોળું ધોકા અને પાઇપ લઈને ઘુસી આવ્યું હતું. અને સોસાયટીમાં રહેલા તમામ વાહનો ઉપર ધોકા વાળી કરી હતી. આશરે 10 થી 15 ફોરવીલરોમાં તોડફોડ કરી હતી જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે મામલાની જાણ થતા JCP નીરજ બડગુજર, DCP વિશાખા ડબરાલ, નારણપુરા PI સહિત મોટી સંખ્યામાં પોલીસનો કાફ્લો દોડી આવ્યો હતો અને તપાસ શરૂ કરી હતી. આશરે 10થી વધુ પોલીસ પીસીઆર વાહન બનાવના સ્થળે ખસેડી દેવામાં આવી હતી. 

અમદાવાદમાં કાયદાના લીરેલીરા ઉડ્યા  100 કેટલા લોકો ધોકા પાઇપ લઇ સોસાયટીમાં ઘુસ્યા; 10 થી 15 ગાડીઓની કરી તોડફોડ; ઉચ્ચ પોલીસ અધિકારીઓ દોડી આવ્યા

20 દિવસ પહેલા થયો વિવાદ, મોડી રાતે કરાયો હુમલો

સોસાયટીમાં રહેતા તથા ઘટના સ્થળે હાજર કુલવંતસિંહ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે વાળજની રામકોલોની સોસાયટી પાસે ઓઝોન વિસ્તાર આવેલું છે ત્યાં એક મહિલા રહે છે જેને મળવા માટે ભરવાડ યુવાનો આવે છે. ત્યાં અમારા સમાજના એક બે ઘર આવેલા છે. 

આશરે 20થી 25 દિવસ પહેલા આ લોકોને સોસાયટીમાં શોર શરાબા તથા ન્યુશન્સ ન કરવા માટે જણાવ્યું હતું. જે બાદ ત્યાં ગાળા ગાળી થઈ હતી અને મામલો પોલીસ સ્ટેશનને પહોંચ્યો હતો. જેની અદાવતમાં આજે મોટી સંખ્યામાં ટોળાએ આવીને તમારી સોસાયટીમાં 10 થી 15 ગાડીઓમાં ધોકા પાઇપ વડે તોડફોડ કરી છે. અને દરેક ગાડીમાં ઓછામાં ઓછા 1 લાખ જેટલું નુકસાન કર્યું છે. 

સોસાયટીમાં એક પણ સરદાર ન રહેવો જોઈએ

કુલવંતસિંહએ વધુમાં જણાવ્યું હતું કે અમે સીખ સમુદાયના હોવાને કારણે હુમલો કરવામાં આવ્યો છે. હુમલો કરનારાઓની ઈચ્છા છે કે આ સોસાયટીમાં એક પણ સરદાર ન રહેવો જોઈએ અને અહીંયાથી તમામ સીખ સમુદાયના લોકો મકાન ખાલી કરીને જતા રહો એવી ધમકી અમોને આપવામાં આવી છે. જેના કારણે આજે ઘર સુધી એટેક કરવામાં આવ્યા છે. 

અગાઉ નારણપુરા પોલીસ સ્ટેશનને જાણ કરાઈ હતી

અત્રે મહત્વનું છે કે આશરે 20 થી 25 દિવસ પહેલા સોસાયટીની પાસે આવેલા ઓઝોનમાં ઉગ્ર ચાલી અને ગાળા ગાળી થઈ હતી જેની જાણ નારણપુરા પોલીસ સ્ટેશને કરવામાં આવી હતી પરંતુ કોઈપણ કાર્યવાહી ન કરાતા આજે મોટી સંખ્યામાં ટોળાઈ આવીને સોસાયટીમાં ઘૂસીને તોડફોડ કરી હતી. હાલ તો બનાવ બનતા મોડી રાતે અમદાવાદ પોલીસ મોટાભાગના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી હતી.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

ગુજરાત, સામાજીક, કલા અને સંસ્કૃતિ

કલાતીર્થનો ભગીરથ પ્રયાસ: સંખેડાની કાષ્ઠકલા-કસબ અને લાખકામ ઉદ્યોગનું અનન્ય દસ્તાવેજીકરણ સાથે અભૂતપૂર્વ ગ્રંથ.

બ્રેકિંગ ન્યૂઝ, ભારત

સોનમ વાંગચુકની હડતાળ ચાલુ રહેશે: સારવાર અંગે તેમની પત્ની ગીતાંજલિને સફદરજંગ હોસ્પિટલ પર ભરોસો નથી.