હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ભારત, ગુજરાત

વાયુ પ્રદૂષણથી થતાં રોગો અને તેનાથી થતાં મૃત્યુમાં અમદાવાદનો સમાવેશ અમદાવાદમાં પીએમ 2.5નું પ્રમાણ સામાન્ય કરતાં 2.2 ગણું વધારે જોવા મળ્યું

Posted 2 years ago with 180 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: એસ.જી.હાઈવે, સી.જી.રોડ, આશ્રમરોડ, કોટ વિસ્તાર, પૂર્વ વિસ્તાર પ્રદૂષણથી વધારે પ્રભાવિત

વાયુ પ્રદૂષણથી થતાં રોગો અને તેનાથી થતાં મૃત્યુમાં અમદાવાદનો સમાવેશ  અમદાવાદમાં પીએમ 2.5નું પ્રમાણ સામાન્ય કરતાં 2.2 ગણું વધારે જોવા મળ્યું
1/2
વાયુ પ્રદૂષણથી થતાં રોગો અને તેનાથી થતાં મૃત્યુમાં અમદાવાદનો સમાવેશ  અમદાવાદમાં પીએમ 2.5નું પ્રમાણ સામાન્ય કરતાં 2.2 ગણું વધારે જોવા મળ્યું
2/2

વાયુ પ્રદૂષણથી થતાં રોગો અને તેનાથી થતાં મૃત્યુમાં અમદાવાદનો સમાવેશ 

અમદાવાદમાં પીએમ 2.5નું પ્રમાણ સામાન્ય કરતાં 2.2 ગણું વધારે જોવા મળ્યું  
એસ.જી.હાઈવે, સી.જી.રોડ, આશ્રમરોડ, કોટ વિસ્તાર, પૂર્વ વિસ્તાર પ્રદૂષણથી વધારે  પ્રભાવિત 

દક્ષિણ એશિયા અને દક્ષિણ પૂર્વિય એશિયાના શહેરોમાં વાયુ પ્રદૂષણથી થતાં રોગો અને તેનાથી થતાં મૃત્યુમાં અમદાવાદ આગળ છે. WHO પ્રમાણે અમદાવાદમાં પ્રદૂષિત એવા પીએમ 2.5નું પ્રમાણ સામાન્ય કરતાં 2.2 ગણું વધારે જોવા મળ્યું છે.  

અમદાવાદમાં એલિસબ્રિજ, સરદાર પટેલ સ્ટેડિયમ જેવા વિસ્તારોમાં પોલ્યૂશન મોનિયરિંગ સ્ક્રિન મુકવામાં આવ્યા છે છતાં પણ પોલ્યૂશનને નિયંત્રિત કરવાના કોઈ ઠોસ પગલા કારગર નિવડ્યા નથી. આમ તો અમદાવાદના તમામ વિસ્તારો પ્રદૂષણથી પ્રભાવિત છે. ખાસ કરીને એસ.જી.હાઈવે, સી.જી.રોડ, આશ્રમરોડ, કોટ વિસ્તાર, પૂર્વ વિસ્તાર પ્રદૂષણથી બમણાં લેવલે પ્રભાવિત છે. 
ઓછી કિંમતના પોલ્યુશન સેન્સર્સ, એર પોલ્યુશનના નિયમોનું ઉલ્લંઘન અને વ્હીકલની વધુ સંખ્યાથી સમસ્યા વધુને વધુ ગંભીર થઈ રહી છે.

સાંજે 4 વાગ્યા પછી પીએમ 2.5નું લેવલ ભયજનક સ્તરે વધે છે જેની નોંધ આરોગ્ય સંસ્થાઓ લઈ રહી છે. પશ્ચિમમાં ટ્રાફિક અને પૂર્વમાં ફેક્ટરીઓના કારણે આ પ્રમાણ વધી રહ્યું છે. હાંસોલ, ચાંદખેડા, રાયખડમાં એરક્વાલિટી ઈન્ડેક્સ 120થી આગળ છે જે સંવેદનશીલ શરીર ધરાવતા લોકો માટે નુકસાન કારક છે. પ્રદૂષણના કારણે વધતા પીએમ 2.5ના કણો આખા શરીરને નુકસાન કરે છે. જેના કારણે દક્ષિણ અને પૂર્વિય એશિયામાં લાખો લોકો પ્રદૂષણના કારણે વહેલા મૃત્યુ પામે છે. 

એશિયાના 18 શહેરો વાયુ પ્રદૂષણની વધુ પડતી અસરો નીચે આવી રહ્યા છે જેમાં એક કરોડે 2100 લોકો ગંભીર રીતે વાયુ પ્રદૂષણનો ભોગ બને છે. જે છેલ્લા દસ વર્ષ કરતાં ત્રણ ગણો વધારે છે. મોટા ભાગના શહેરોમાં કોઈપણ પ્રકારનું રુટિન એર મોનિટરિંગ ન થતું હોવાનું પણ જોવા મળ્યું છે. જેના કારણે ઝેરી વાયુ પ્રદૂષણ વધી રહ્યું છે.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રાજનૈતિક

મોદી મેજીકે મમતાના સૂપડા સાફ કરી દીધા ,પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ૧૫ વર્ષના શાસનના યુગનો અંત.

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ગુજરાતના ત્રણ તાલુકામાં ભર ઉનાળે વરસાદ પડ્યો હતો. સવારના પહોરમાં જ 1 ઇંચ સુધી વરસાદ ખાબક્યો.