સમાચાર સારાંશ: 25 અને 26 જાન્યુઆરી 2025 દરમિયાન નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાયેલા કોન્સર્ટૅમાં કુલ 4,05,264 મુસાફરીનો રેકોર્ડ બ્રેક આંકડો નોંધાયો હતો
અમદાવાદ મેટ્રોના ઇતિહાસમાં સૌથી વધુ મુસાફરોની સંખ્યા નોંધાઈ કોલ્ડ પ્લે કોન્સર્ટ દરમિયાન લગભગ 1 લાખ લોકોએ મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરી
ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (જીએમઆરસી) એ 25મી અને 26મી જાન્યુઆરી 2025ના રોજ એક મહત્વપૂર્ણ રેકોર્ડ બનાવ્યો છે. આ દરમિયાન અમદાવાદ મેટ્રોના ઇતિહાસમાં સૌથી વધુ મુસાફરોની સંખ્યા નોંધાઈ હતી. 25મી જાન્યુઆરીએ આશ્ચર્યજનક રીતે 2,13,735 મુસાફરો અને 26મી જાન્યુઆરીએ 1,91,529 મુસાફરોએ મેટ્રોની સેવાનો લાભ લીધો હતો. કોલ્ડ પ્લે કોન્સર્ટ દરમિયાન છેલ્લા અઠવાડિયામાં શનિવાર અને રવિવારની સરખામણીમાં દરરોજ લગભગ 1 લાખ લોકોએ મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરી હતી. આ દિવસોમાં દરરોજ 50,000 વધારાના મુસાફરોએ અવર-જવર માટે મેટ્રોનો ઉપયોગ કર્યો હતો.
25 અને 26 જાન્યુઆરી 2025 દરમિયાન નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાયેલા કોન્સર્ટૅમાં કુલ 4,05,264 મુસાફરીનો રેકોર્ડ બ્રેક આંકડો નોંધાયો હતો. નોંધનીય છે કે GMRCએ અમદાવાદ મેટ્રો (મેટેરાથી APMC અને વસ્ત્રાલથી થલતેજ ગામ)માં મેટ્રો ટ્રેન સેવાને રાત્રે 12:30 વાગ્યા સુધી લંબાવી હતી. કોન્સર્ટ માટે દર આઠ મિનિટે મેટ્રો ટ્રેનો દોડાવવામાં આવી હતી.
અમદાવાદ મેટ્રો દ્વારા નિયમિત 313 મેટ્રોની ટ્રીપ ઉપરાંત 25 જાન્યુઆરીએ 93 વધારાની ટ્રેન ટ્રીપો દોડાવવામાં આવી હતી, જ્યારે 26મી જાન્યુઆરીએ 114 વધારાની ટ્રીપ દોડાવવામાં આવી હતી.
🚨 Coldplay witnessed their biggest concert ever with 1.34 lakh fans in Ahmedabad, India. pic.twitter.com/yd19Bn2Kf1
— Indian Tech & Infra (@IndianTechGuide) January 27, 2025
કોલ્ડપ્લે કોન્સર્ટે 2023ના આઈસીસી વર્લ્ડ કપ મેચો અને 2024ની આઈપીએલ ફાઇનલ જેવી મોટી ક્રિકેટ ઇવેન્ટ્સ દરમિયાન નોંધાયેલા અગાઉના મુસાફરોના રેકોર્ડને પાછળ છોડી દીધા હતા. ઉદાહરણ તરીકે, 14મી ઓક્ટોબર 2023ના રોજ ભારત-પાકિસ્તાન વર્લ્ડ કપ મેચમાં 1,42,972 મુસાફરો નોંધાયા હતા, જ્યારે 22મી મે 2024ના રોજ આઈપીએલ ફાઇનલમાં 1,65,504 મુસાફરો નોંધાયા હતા.
રાજ્ય સરકાર, અમદાવાદ મહાનગરપાલિકા, પોલીસ અને સુરક્ષા એજન્સીઓ સાથે મળીને, જીએમઆરસીએ સુરક્ષા પગલાં અમલમાં મૂક્યા હતા. કોન્સર્ટ જોવા માટે દેશ-વિદેશમાંથી ઉમટી પડેલી ભીડનું યોગ્ય સંચાલન અને ઇવેન્ટ આયોજકો સાથેના સંકલનથી ખાતરી આપી હતી. આટલી મોટી સંખ્યામાં લોકોની ભીડ જામી હોવા છતાં કોઇ અચ્છનિય ઘટના બની ન હતી.
તમને આ પણ ગમશે:


તમને આ પણ ગમશે:



