હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
ગુજરાત, સામાજીક, સોશિયલ મીડીયા

અમદાવાદઃ પોલીસનું નામ પડતાં જ નાના બાળકો ફફડી ઉઠતાં હોય છે. બાળકોમાંથી પોલીસનો ભય દૂર કરવા અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા નવતર અભિગમ અપનાવવામાં આવ્યો છે.

Posted 1 year ago with 7 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: ખાખી વર્દીમાં સજ્જ પોલીસ અધિકારીઓ બાળકો સાથે મૈત્રીપૂર્ણ વ્યવહાર કરીને તેમના મનમાં રહેલો ડર દૂર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

અમદાવાદઃ પોલીસનું નામ પડતાં જ નાના બાળકો ફફડી ઉઠતાં હોય છે. બાળકોમાંથી પોલીસનો ભય દૂર કરવા અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા નવતર અભિગમ અપનાવવામાં આવ્યો છે.
1/1

બાળકોમાંથી ભય દૂર કરવા અમદાવાદ પોલીસે અપનાવ્યો નવતર અભિગમ 

અમદાવાદઃ પોલીસનું નામ પડતાં જ નાના બાળકો ફફડી ઉઠતાં હોય છે. બાળકોમાંથી પોલીસનો ભય દૂર કરવા અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા નવતર અભિગમ અપનાવવામાં આવ્યો છે. 

વાલીઓ તેમના બાળકોને ડરાવવા માટે ઘણી વખત ઊંઘી જા, નહીંતર પોલીસ આવી જશે તેમ કહેતા હોય છે. જેના કારણે બાળકોના મન પર પોલીસને લઈ નકારાત્મક અસર પડતી હોય છે. આ અંગે અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી હતી. ક્યાં શરૂ કરવામાં આવ્યો અમલ બાળકોને ધ્યાનમાં રાખીને 8 પોલીસ સ્ટેશનની ટીમે જિલ્લાની 16 સ્કૂલોની મુલાકાત લીધી હતી. 

અસલાલી, કણભા, બોપલ, દેત્રોજ, સાણંદ, ધંધૂકા, બગોદરા, ધોલેરા, માંડલ અને બાવળામાં આ પ્રયોગનો અમલ શરૂ કરી દેવામાં આવ્યો છે. ખાખી વર્દીમાં સજ્જ પોલીસ અધિકારીઓ બાળકો સાથે મૈત્રીપૂર્ણ વ્યવહાર કરીને તેમના મનમાં રહેલો ડર દૂર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

 મુલાકાત દરમિયાન પોલીસ અધિકારીઓ બાળકો સાથે રમીને તેમને તેઓ અહીં તેમની સુરક્ષા માટે આવ્યા છે તે સમજાવવાનો પ્રયાસ કરે છે. પોલીસ અધિકારીએ શેર કર્યો તેમનો બાળપણનો અનુભવ અમદાવાદ ગ્રામ્ય એસપ ઓમ પ્રકાશ જાટે તેમનો બાળપણનો અનુભવ શેર કર્યો હતો. તેમણે કહ્યું, જ્યારે હું સૂતો નહોતો ત્યારે મારા મમ્મી મને કહેતા કે ઊંઘી જા, નહીંતર પોલીસ આવશે, આ શબ્દો મને હજુ પણ યાદ છે. તેના કારણે માર મગજ પર નકારાત્મક અસર થઈ હતી. હાલ હું પોલીસ અધિકારી છું ત્યારે માનું છું કે, બાળકોના મગજમાંથી આ ભય દૂર કરવો જરૂરી છે. 

એક વખત જ્યારે તેમના દિમાગમાં નેગેટિવ ઇમેજ ઘર કરી જાય ત્યારબાદ લાંબા સમય સુધી તેમાંથી બહાર નીકળી શકતા નથી. આ ઉપરાંત પોલીસ અધિકારીએ બાળકો સાથે સોશિયલ મીડિયાના વપરાશ અંગે પણ ચર્ચા કરી હતી. તેમણે ક્હ્યું, અમે નકારાત્મક અને હકારાત્મક બંને બાબતો અંગે બાળકો સાથે વાત કરી હતી. તેમજ તેમને બિનજરૂરી સોશિયલ મીડિયાનો ઉપયોગ ન કરવા જણાવ્યું હતું.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રાજનૈતિક

મોદી મેજીકે મમતાના સૂપડા સાફ કરી દીધા ,પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ૧૫ વર્ષના શાસનના યુગનો અંત.

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ગુજરાતના ત્રણ તાલુકામાં ભર ઉનાળે વરસાદ પડ્યો હતો. સવારના પહોરમાં જ 1 ઇંચ સુધી વરસાદ ખાબક્યો.