હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત, લાઈફ સ્ટાઈલ

અમદાવાદની હવા બની રહી છે ઝેરી: AQIનો આંકડો 150ને પાર ઔદ્યોગિક વિસ્તારની સરખામણીમાં અમદાવાદમાં વાયુ પ્રદૂષણ વધ્યું કઠવાડા, ચાંદખેડા, સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમ અને સેટેલાઇટમાં સૌથી વધુ હવા ઝેરી બની

Posted 1 year ago with 17 views

Story by Team Samachar Sathe | 4 mins read

સમાચાર સારાંશ: વાયુ પ્રદૂષણને નાથવા માટે લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે તેમ છતાંય અમદાવાદીઓને શુદ્ધ હવા મળી શકે તેમ નથી. તબીબોના જણાવ્યા અનુસાર, જો એર ક્વોલિટી ઇન્ડેકસ 150થી વઘુ હોય તો દમ, અસ્થમા, હૃદયરોગના દર્દીઓ માટે જોખમી સાબિત થઈ શકે છે.

અમદાવાદની હવા બની રહી છે ઝેરી: AQIનો આંકડો 150ને પાર ઔદ્યોગિક વિસ્તારની સરખામણીમાં અમદાવાદમાં વાયુ પ્રદૂષણ વધ્યું કઠવાડા, ચાંદખેડા, સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમ અને સેટેલાઇટમાં સૌથી વધુ હવા ઝેરી બની
1/1

અરે દિલ્હીની કયા વાત કરવી અમદાવાદની હવા બની રહી છે ઝેરી: AQIનો આંકડો 150ને પાર 

અમદાવાદ: દિલ્હીની હવા લોકો માટે જીવલેણ બની રહી છે, જો કે અમદાવાદ શહેરની હવા પણ વખાણવાલાયક રહી નથી. રાજ્યના આર્થિક પાટનગર અમદાવાદની હવા અશુદ્ધ બની રહી છે. છેલ્લાં ત્રણેક દિવસથી હવામાં ઝેરી રજકણોનું પ્રમાણ વધતાં શ્વાસ-અસ્થમાના દર્દીઓ માટે શહેરનું વાતાવરણ જોખમી બની રહ્યું છે. 24 જાન્યુઆરી ગુરુવારના રોજ વહેલી સવારે વાયુ પ્રદુષણ એટલી હદે બગડ્યું હતું કે, એર કવોલિટી ઇન્ડેક્સનો આંકડો 150ને વટાવી ગયો હતો. 

બુધવારે તો એર ક્વોલિટી ઇન્ડેક્સ છેક 173 સુધી પહોંચ્યો હતો. આમ, વાયુ પ્રદૂષણને નાથવા માટે લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે તેમ છતાંય અમદાવાદીઓને શુદ્ધ હવા મળી શકે તેમ નથી. તબીબોના જણાવ્યા અનુસાર, જો એર ક્વોલિટી ઇન્ડેકસ 150થી વઘુ હોય તો દમ, અસ્થમા, હૃદયરોગના દર્દીઓ માટે જોખમી સાબિત થઈ શકે છે. આ સંજોગોમાં આવા દર્દીઓએ ઘરમાં જ રહેવું હિતાવહ છે, તેમજ એર પ્યોરિફાયરનો ઉપયોગ કરવો જોઈએ. જો બહાર નીકળવાનું થાય તો માસ્ક પહેરવું જોઈએ. 

ઔદ્યોગિક વિસ્તારની સરખામણીમાં અમદાવાદમાં વાયુ પ્રદૂષણ વધ્યું 

ગુજરાતમાં ઔદ્યોગિક વિસ્તારની સરખામણીમાં અમદાવાદ શહેરમાં વાયુ પ્રદૂષણ દિવસેને દિવસે વધી રહ્યું છે. જાન્યુઆરી માસમાં જ છેલ્લાં ત્રણેક દિવસથી એર કવોલિટી ઇન્ડેક્સ 150થી વધુ રહ્યો છે. સામાન્ય રીતે પીએમ 2.5 (પાર્ટિક્યુલેટ મેટર સેન્સર 2.5)ની માત્રા 25થી ઓછી હોવી જોઈએ. ગુરુવારે અમદાવાદમાં પીએમ 2.5નું પ્રમાણ વધીને 60 સુધી પહોંચી ગઈ હતી. આ ઉપરાંત હવામાં પીએમ 10નું પ્રમાણ 50થી ઓછું હોય તો શ્રેષ્ઠ ગણાય છે. પરંતુ, ગુરુવારે વહેલી સવારે પીએમ 10નું પ્રમાણ 134 સુધી પહોંચ્યું હતું. હવામાં આ ઝેરી રજકણો સ્વાસ્થ્યને નુકશાન પહોંચાડે છે. એર કવોલિટી ઇન્ડેક્સ પણ 50થી ઓછો હોય તો હવા એકદમ શુદ્ધ હોય છે.

એર કવોલિટી ઇન્ડેક્સ છેક 157થી 159 સુધી 

અમદાવાદમાં કઠવાડા, ચાંદખેડા, સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમ અને સેટેલાઇટમાં સૌથી વધુ હવા ઝેરી બની હતી કેમકે, આ વિસ્તારોમાં એર કવોલિટી ઇન્ડેક્સ છેક 157થી માંડીને 159 સુધી પહોંચ્યો હતો. હવામાં ઝેરી રકજણોનું પ્રમાણ વધતાં શ્વાસ લેવો મુશ્કેલ બની રહે છે. આ ઝેરી હવા ફેફસામાં પ્રવેશે તો બ્રોન્કાઇટીસ, ફેફસાનું કેન્સર, બ્રેઇન સ્ટ્રોક, હૃદય રોગ સહિતના રોગો થવાની સંભાવના રહે છે. 

અમદાવાદ દિલ્હી બનવા તરફ

અમદાવાદમાં ભયજનક સ્તરે વાયુ પ્રદૂષણ થઈ રહ્યું છે, તે જોતાં અમદાવાદ પણ દિલ્હી બનવા તરફ આગળ વધી રહ્યું છે. વાયુ પ્રદૂષણમાં ભારતમાં ટોચના દસ શહેરોમાં દિલ્હી, કોલકત્તા પછી અમદાવાદ ત્રીજા ક્રમે રહ્યું હતું. ગુજરાતમાં વાપી, અંકલેશ્વર સહિતના ઔદ્યોગિક વિસ્તારો કરતાં અમદાવાદ મોખરે રહ્યું છે. આમ, વાયુ પ્રદુષણને કાબૂમાં લેવા મ્યુનિસિપલ કૉર્પોરેશનથી માંડી જીપીસીબી દ્વારા સક્રિય પ્રયાસો કરવામાં આવી રહ્યા છે તેમ છતાંય સ્થિતિમાં કોઈ સુધારો જોવા મળી રહ્યો નથી.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રાજનૈતિક

મોદી મેજીકે મમતાના સૂપડા સાફ કરી દીધા ,પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ૧૫ વર્ષના શાસનના યુગનો અંત.

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ગુજરાતના ત્રણ તાલુકામાં ભર ઉનાળે વરસાદ પડ્યો હતો. સવારના પહોરમાં જ 1 ઇંચ સુધી વરસાદ ખાબક્યો.