હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
ગુજરાત, સામાજીક, ઇવેન્ટ્સ

અમદાવાદ ખાતે શ્રીમતી કે. એન. પટેલ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ભૂટાનના 40 પ્રતિનિધિઓએ કરી મુલાકાત.

Posted 4 months ago with 67 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: મુલાકાત દરમિયાન ભૂટાન અને ભારતની શિક્ષણ પદ્ધતિ, સંસ્કૃતિ અને તહેવારો અંગે વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી, જે જ્ઞાનવર્ધક અને ઉત્સાહજનક રહી હતી. આ સાંસ્કૃતિક અને શૈક્ષણિક વિનિમયથી બંને દેશો વચ્ચે મિત્રતા અને સમજૂતીનો સેતુ વધુ મજબૂત બન્યો.

અમદાવાદ ખાતે શ્રીમતી કે. એન. પટેલ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ભૂટાનના 40 પ્રતિનિધિઓએ કરી મુલાકાત.
1/4
અમદાવાદ ખાતે શ્રીમતી કે. એન. પટેલ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ભૂટાનના 40 પ્રતિનિધિઓએ કરી મુલાકાત.
2/4
અમદાવાદ ખાતે શ્રીમતી કે. એન. પટેલ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ભૂટાનના 40 પ્રતિનિધિઓએ કરી મુલાકાત.
3/4
અમદાવાદ ખાતે શ્રીમતી કે. એન. પટેલ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ભૂટાનના 40 પ્રતિનિધિઓએ કરી મુલાકાત.
4/4

શ્રીમતી કે. એન. પટેલ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે ભૂટાનના 40 પ્રતિનિધિઓની યાદગાર મુલાકાત

શ્રીમતી કે. એન. પટેલ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે ભૂટાન દેશના 40 પ્રતિનિધિઓની વિશેષ મુલાકાત યોજાઈ હતી. શાળાના પરિસરમાં આગમન સમયે પ્રતિનિધિઓનું ભારતીય પરંપરાગત ઢબે તિલક કરી આત્મીય સ્વાગત કરવામાં આવ્યું હતું. સંગીત વિભાગના વિદ્યાર્થીઓએ મધુર સ્વરમાં સ્વાગત ગીત રજૂ કર્યું હતું તેમજ નૃત્ય વિભાગના વિદ્યાર્થીઓએ આકર્ષક નૃત્ય દ્વારા સૌનું મન મોહી લીધું હતું. ભારતીય સંસ્કૃતિ મુજબના આ હાર્દિક આવકારથી ભૂટાનના પ્રતિનિધિઓ ખૂબ જ પ્રભાવિત થયા હતા.

અમદાવાદ ખાતે શ્રીમતી કે. એન. પટેલ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ભૂટાનના 40 પ્રતિનિધિઓએ કરી મુલાકાત.

આ પ્રસંગે શાળાના પ્રિન્સિપાલ ડૉ. પાયલ સિદ્ધિપુરા મેડમે ભારતીય સાંસ્કૃતિક મૂલ્યો તેમજ શાળામાં અપનાવવામાં આવતી આધુનિક અને અસરકારક શિક્ષણ પદ્ધતિઓ વિષે વિસ્તૃત માહિતી આપી હતી. પ્રતિનિધિઓએ શાળાના વર્ગખંડો, પ્રયોગશાળાઓ અને અન્ય સુવિધાઓની મુલાકાત લીધી હતી.

મુલાકાત દરમિયાન ભૂટાન અને ભારતની શિક્ષણ પદ્ધતિ, સંસ્કૃતિ અને તહેવારો અંગે વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી, જે જ્ઞાનવર્ધક અને ઉત્સાહજનક રહી હતી. આ સાંસ્કૃતિક અને શૈક્ષણિક વિનિમયથી બંને દેશો વચ્ચે મિત્રતા અને સમજૂતીનો સેતુ વધુ મજબૂત બન્યો.

મુલાકાતના અંતે ભૂટાનના પ્રતિનિધિઓએ શાળા સંચાલનનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો અને આ યાદગાર આમંત્રણ માટે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.

શ્રીમતી કે. એન. પટેલ ઇન્ટરનેશનલ સ્કૂલ માટે આ એક અત્યંત ગૌરવશાળી ક્ષણ છે. ભારત અને ભૂટાન વચ્ચેના મૈત્રીપૂર્ણ સંબંધોને શૈક્ષણિક સ્તરે મજબૂત બનાવતી આ મુલાકાત ખરા અર્થમાં વસુધૈવ કુટુંબકમ'ની ભાવનાને સાર્થક કરે છે.

શિક્ષણ પદ્ધતિની આપ-લે: પ્રિન્સિપાલ ડૉ. પાયલ સિદ્ધિપુરા મેડમે શાળાના આધુનિક શિક્ષણ અને મૂલ્ય-આધારિત શિક્ષણ (Value-based education) વિશે ઊંડાણપૂર્વક ચર્ચાઓ કરી.

વિદ્યાર્થીઓએ ભૂટાનના પ્રતિનિધિઓ સાથે બંને દેશોના તહેવારો, જીવનશૈલી અને શિક્ષણ વ્યવસ્થા વિશે સીધો સંવાદ કર્યો, જે તેમના માટે એક વૈશ્વિક અનુભવ સાબિત થયો.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રાજનૈતિક

મોદી મેજીકે મમતાના સૂપડા સાફ કરી દીધા ,પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ૧૫ વર્ષના શાસનના યુગનો અંત.

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ગુજરાતના ત્રણ તાલુકામાં ભર ઉનાળે વરસાદ પડ્યો હતો. સવારના પહોરમાં જ 1 ઇંચ સુધી વરસાદ ખાબક્યો.