હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
દુનિયા, ટેકનોલોજી

ચીનમાં મૃત્યુ પામેલા લોકોને જીવતા કરવાનો ટ્રેન્ડ

Posted 2 years ago with 20 views

Story by Team Samachar Sathe | 4 mins read

સમાચાર સારાંશ: એઆઈ ટૂલ મૃત વ્યક્તિને જીવતી કરીને પરિવારજનો સાથે વાતચીત કરાવે છે. આ પ્રકારનો નવો ટ્રેન્ડ ચર્ચાસ્પદ બન્યો છે. ઘણાં લોકો તેને અયોગ્ય ગણીને ટીકા કરે છે, તો ઘણાં એના સમર્થનમાં ઉતર્યા છે. ચીનમાં અત્યારે પરંપરાગત તહેવાર ટોંબ-સ્વીપિંગ ઉજવાઈ રહ્યો છે.

ચીનમાં મૃત્યુ પામેલા લોકોને જીવતા કરવાનો ટ્રેન્ડ
1/2
ચીનમાં મૃત્યુ પામેલા લોકોને જીવતા કરવાનો ટ્રેન્ડ
2/2

AI technology : ચીનમાં મૃત્યુ પામેલા લોકોને જીવતા કરવાનો ટ્રેન્ડ શરૂ થયો છે. લોકો તેમના મૃત સ્વજનોને જીવતા કરીને તેમની સાથે વાતો કરી રહ્યાં છે. તેમની કબર પર જઈને સેલિબ્રેટ કરી રહ્યા છે. એવું શક્ય બન્યું છે એઆઈની મદદથી. 


એઆઈ ટૂલ મૃત વ્યક્તિને જીવતી કરીને પરિવારજનો સાથે વાતચીત કરાવે છે. આ પ્રકારનો નવો ટ્રેન્ડ ચર્ચાસ્પદ બન્યો છે. ઘણાં લોકો તેને અયોગ્ય ગણીને ટીકા કરે છે, તો ઘણાં એના સમર્થનમાં ઉતર્યા છે.
ચીનમાં અત્યારે પરંપરાગત તહેવાર ટોંબ-સ્વીપિંગ ઉજવાઈ રહ્યો છે. 


ચીનમાં મૃત્યુ પામેલા લોકોને જીવતા કરવાનો ટ્રેન્ડ આ સમયગાળા દરમિયાન પરિવારજનો તેમના મૃત સ્વજનોની કબર સ્વચ્છ કરે છે. શણગાર કરે છે, સમારકામ કરે છે અને તેમની સાથે વીતાવેલા સમયને યાદ કરે છે. આ તહેવાર તો સેંકડો વર્ષોથી ઉજવાતો આવ્યો છે, પરંતુ આ વર્ષે એ ખાસ એટલા માટે બન્યો છે કે મૃત સ્વજનોને જીવતા કરીને લોકો તેમની સાથે વાતચીત કરી રહ્યા છે.


માન્યામાં ન આવે એવી આ વાત છે, પણ એવું શક્ય બન્યું છે એઆઈની ટેકનિકથી. ચીનમાં એઆઈ ટૂલ્સથી મૃત લોકોનો ડિજિટલ અવતાર ક્રિએટ કરવામાં આવે છે. મૃત વ્યક્તિનો ફોટો, વિડીયો, ઓડિયો હોય તો એના આધારે એઆઈ ટૂલ તેમની એક ડિજિટલ આવૃત્તિ બનાવે છે. તેને ડિજિટલ હ્મુમન કે વર્ચ્યુઅલ હ્મુમન કહેવાય છે. એ આબેહૂબ માણસની પ્રતિકૃતિ જ હોય છે. તેના ચહેરાના હાવભાવ હોય છે, વાતો કરે છે. જેટલો ડેટા એમાં ઉમેરવામાં આવે એ પ્રમાણે એ વિષયની વાતો આ વર્ચ્યુઅલ હ્મુમન્સ કરે છે. ચીનમાં વર્ચ્યુઅલ હ્મુમન માત્ર ૨૫૦ રૂપિયામાં પણ બની શકે છે. પછી જેમ જેમ ડિજિટલ અવતાર બહેતર બનાવવો હોય તેમ ફંડ વધતું જાય છે. 


૨૦ યુઆન એટલે અંદાજે ૨૫૦ રૂપિયામાં મૃત વ્યક્તિ જીવંત થઈ શકતી હોવાથી લોકોમાં તેમના ડિજિટલ અવતાર ક્રિએટ કરવાનો ક્રેઝ જામ્યો છે. એના કારણે ચીનમાં જ ડિજિટલ હ્મુમનનું વાર્ષિક માર્કેટ ૧૩ હજાર કરોડને પાર પહોંચી ગયું છે અને ૨૦૨૫ સુધીમાં એમાં બમણો વધારો થાય એવી શક્યતા છે. જોકે, આ અંગે એક્સપર્ટ્સ બે ભાગમાં વહેચાઈ ગયા છે. ઘણાં લોકો મૃત વ્યક્તિના ડિજિટલ અવતાર બનાવવાને અયોગ્ય ગણે છે. 


ધાર્મિક દૃષ્ટિકોણ ધરાવતા લોકો તેને અનૈતિક ગણે છે અને કુદરતી ક્રમ સાથે બાંધછોડ થતી હોવાનો મત વ્યક્ત કરે છે. જોકે, તેની તરફેણ કરતા લોકોનો મત છે કે મૃતકના પરિવારજનોને તેનાથી માનસિક રાહત મળે છે. ડિજિટલ સ્વરૂપે સ્વજન તેમની વચ્ચે હોવાનું લાગે છે તો એમાં કંઈ ખોટું નથી. પોતાના મૃત સ્વજન સાથે જોડાઈ રહેવાનો આ નવો ટ્રેન્ડ ચીનમાં બેહદ પોપ્યુલર થઈ રહ્યો છે.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

ગુજરાત, સામાજીક, કલા અને સંસ્કૃતિ

કલાતીર્થનો ભગીરથ પ્રયાસ: સંખેડાની કાષ્ઠકલા-કસબ અને લાખકામ ઉદ્યોગનું અનન્ય દસ્તાવેજીકરણ સાથે અભૂતપૂર્વ ગ્રંથ.

બ્રેકિંગ ન્યૂઝ, ભારત

સોનમ વાંગચુકની હડતાળ ચાલુ રહેશે: સારવાર અંગે તેમની પત્ની ગીતાંજલિને સફદરજંગ હોસ્પિટલ પર ભરોસો નથી.