હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, English News, ભારત

એર ઇન્ડિયાનો નિર્ણય, 17 જૂનથી ફ્લાઇટ નંબર ‘AI 171’ની જગ્યાએ AI 159નો ઉપયોગ થશે નિર્ણય દુર્ઘટનાગ્રસ્ત લોકો પ્રત્યે શ્રદ્ધાંજલિ રૂપે લેવામાં આવ્યો

Posted 11 months ago with 22 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: એર ઇન્ડિયા એક્સપ્રેસે પણ તેનો ફ્લાઇટ નંબર ‘IX 171’ બંધ કરવાનો નિર્ણય લીધો છે. એ અગાઉ, 2020માં કોઝિકોડ ક્રેશ પછી પણ તે ફ્લાઇટ નંબર દૂર કર્યો હતો.

એર ઇન્ડિયાનો નિર્ણય,  17 જૂનથી ફ્લાઇટ નંબર ‘AI 171’ની જગ્યાએ AI 159નો ઉપયોગ થશે નિર્ણય દુર્ઘટનાગ્રસ્ત લોકો પ્રત્યે શ્રદ્ધાંજલિ રૂપે લેવામાં આવ્યો
1/1

 એર ઇન્ડિયાનો નિર્ણય 17 જૂનથી ફ્લાઇટ નંબર ‘AI 171’ની જગ્યાએ AI 159નો ઉપયોગ થશે

એર ઇન્ડિયા (AI) એક્સપ્રેસે જીવલેણ દુર્ઘટનાને પગલે ફ્લાઇટ નંબર ‘171નો ઉપયોગ બંધ કરવાનો નિર્ણય કર્યો છે. ગુરુવારે અમદાવાદથી લંડન જતી બોઈંગ 787–8 ડ્રીમલાઈનર ફ્લાઇટ AI 171 ટેક ઓફ બાદ તરત જ મેઘાણી નગર નજીક દુર્ઘટનાગ્રસ્ત થઈ હતી. વિમાનમાં 242 મુસાફરો સવાર હતા, જેમાંથી માત્ર એક – વિશ્વાસકુમાર રમેશ જ જીવિત બચ્યા હતા. મોતનો આંકડો હવે 274 સુધી પહોંચ્યો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ, હવે 17 જૂનથી ફ્લાઇટ નંબર ‘AI 171’ની જગ્યાએ AI 159નો ઉપયોગ થશે. આ નિર્ણય દુર્ઘટનાગ્રસ્ત લોકો પ્રત્યે શ્રદ્ધાંજલિ રૂપે લેવામાં આવ્યો છે. એમ્બાર્ક મેનૂઅલ અને બુકિંગ સિસ્ટમમાં પણ આ ફેરફાર શુક્રવારે અમલમાં લાવાયો છે.

આ ઉપરાંત, એર ઇન્ડિયા એક્સપ્રેસે પણ તેનો ફ્લાઇટ નંબર ‘IX 171’ બંધ કરવાનો નિર્ણય લીધો છે. એ અગાઉ, 2020માં કોઝિકોડ ક્રેશ પછી પણ તે ફ્લાઇટ નંબર દૂર કર્યો હતો.

એર ઇન્ડિયાએ DGCAના આદેશ મુજબ, બોઇંગ 787 ડ્રીમલાઈનરના 9 વિમાનોની સેફ્ટી ચકાસણી પૂર્ણ કરી છે, અને બાકીના 24 વિમાનોનું ઓડિટ ચાલુ છે. કુલ 33 બોઇંગ 787 વિમાનો એર ઇન્ડિયાના ફલિટમાં છે. DGCAએ વધુમાં તમામ વિમાનોનું સેફ્ટી ઓડિટ અને મેન્ટેનન્સ ચેક વધારવાનો આદેશ આપ્યો છે.

Air India decides to use flight number ‘AI 171’ instead of AI 159 from June 17

Air India (AI) Express has decided to stop using flight number ‘171’ following the fatal accident. On Thursday, the Boeing 787-8 Dreamliner flight AI 171 from Ahmedabad to London crashed near Meghani Nagar soon after take-off. There were 242 passengers on board the plane, out of which only one – Vishwaskumar Ramesh – survived. The death toll has now reached 274.

According to sources, from June 17, flight number ‘AI 171’ will now be used as AI 159 instead of AI 159. This decision has been taken as a tribute to the victims of the accident. This change in the embarkation manual and booking system was also implemented on Friday.

In addition, Air India Express has also decided to stop its flight number ‘IX 171’. Earlier, it had also removed the flight number after the Kozhikode crash in 2020.

Air India has completed the safety audit of 9 Boeing 787 Dreamliner aircraft as per the DGCA order, and the audit of the remaining 24 aircraft is underway. A total of 33 Boeing 787 aircraft are in Air India's fleet. The DGCA has further ordered increased safety audits and maintenance checks of all aircraft.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રાજનૈતિક

મોદી મેજીકે મમતાના સૂપડા સાફ કરી દીધા ,પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ૧૫ વર્ષના શાસનના યુગનો અંત.

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ગુજરાતના ત્રણ તાલુકામાં ભર ઉનાળે વરસાદ પડ્યો હતો. સવારના પહોરમાં જ 1 ઇંચ સુધી વરસાદ ખાબક્યો.