હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
ગુજરાત, કલા અને સંસ્કૃતિ, ઇતિહાસ

ભાલ પ્રદેશના બગોદરા ગામના ચિત્રકાર અને લેખન/સંશોધક શ્રી અજીત વાઘેલાને ગાંધીનગર ખાતે અતુલ્ય વારસોનો આઈડેન્ટી ટી એવોર્ડ 2024 એનાયત થયો.

Posted 2 years ago with 55 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: હિસ્ટોરિકલ એન્ડ કલ્ચર રીસર્ચ સેન્ટર દ્વારા સાંસ્કૃતિક લેખન અને સંશોધન ક્ષેત્ર માટે તારીખ 7મી એપ્રિલ 2024 ના રોજ એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું હતું. તેમણે તાજેતરમાં જ ભાલ પંથકના સાંસ્કૃતિક વારસોને ઉજાગર કરતું નવીનતમ 'ભાતીગળ ભાલ એક રૂડો પ્રદેશ 'નામનું અતુલ્ય પુસ્તક લખ્યું છે. જે સાંસ્કૃતિક લોક વારસો અને વિરાસત ને જીવંત રાખવાનો સંદેશો આપે છે. મૂળતો કલાની સાથે સાથે તેઓએ પ્રથમ સાંસ્કૃતિક સંશોધીત પુસ્તકથી સાહિત્ય ક્ષેત્રે પણ અભૂતપૂર્વ સફળતા મેળવી છે.

ભાલ પ્રદેશના બગોદરા ગામના ચિત્રકાર અને લેખન/સંશોધક શ્રી અજીત વાઘેલાને ગાંધીનગર ખાતે અતુલ્ય વારસોનો આઈડેન્ટી ટી એવોર્ડ 2024 એનાયત થયો.
1/1

ભાલ પ્રદેશના બગોદરા ગામના ચિત્રકાર અને લેખન/સંશોધક શ્રી અજીત વાઘેલાને ગાંધીનગર ખાતે અતુલ્ય વારસોનો આઈડેન્ટી ટી એવોર્ડ 2024 એનાયત થયો. 

હિસ્ટોરિકલ એન્ડ કલ્ચર રીસર્ચ સેન્ટર દ્વારા સાંસ્કૃતિક લેખન અને સંશોધન ક્ષેત્ર માટે તારીખ 7મી એપ્રિલ 2024 ના રોજ એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું હતું. તેમણે તાજેતરમાં જ ભાલ પંથકના સાંસ્કૃતિક વારસોને ઉજાગર કરતું નવીનતમ 'ભાતીગળ ભાલ એક રૂડો પ્રદેશ 'નામનું અતુલ્ય પુસ્તક લખ્યું છે. જે સાંસ્કૃતિક લોક વારસો અને વિરાસત ને જીવંત રાખવાનો સંદેશો આપે છે. મૂળતો કલાની સાથે સાથે તેઓએ પ્રથમ સાંસ્કૃતિક સંશોધીત પુસ્તકથી સાહિત્ય ક્ષેત્રે પણ અભૂતપૂર્વ સફળતા મેળવી છે. 

ભાલ પ્રદેશના બગોદરા ગામના ચિત્રકાર અને લેખન/સંશોધક શ્રી અજીત વાઘેલાને ગાંધીનગર ખાતે અતુલ્ય વારસોનો આઈડેન્ટી ટી એવોર્ડ 2024 એનાયત થયો.

ગુજરાતની લોક કલા વારસો અને સંસ્કૃતિને જીવંત રાખવાનો પ્રયાસ કરે છે. કલા અને સાહિત્ય ઉપરાંત ભવાઈ  નાટ્ય કલાના પણ ઉપાસક છે. તેઓ ગ્રામ્ય સંસ્કૃતિ, હેરિટેજ અને પ્રકૃતિ ને ઉજાગર કરતાં પેઇન્ટિંગ પ્રદર્શનો કરે છે. 

તે દ્વારા લોક જાગૃતિ લાવવાનો પ્રયાસ કરે છે. તેઓએ વર્ષ 2022 ગુજરાત લલિત કલા અકાદમીના સહયોગથી રાજ્ય કલા પ્રદર્શન પણ યોજ્યું હતું. તેઓ ગ્રામ્ય ગુર્જરી કલા સંસ્થાના ઉપક્રમે કલા ,સાહિત્ય સંસ્કૃતિ અને પ્રકૃતિની સાધના કરી રહ્યા છે. 

ગુજરાત રાજ્ય માં ઐતિહાસિક અને સાંસ્કૃતિક કલા-વારસા સંવર્ધકોને “અતુલ્ય-વારસો આઈડેન્ટીટી એવોર્ડ –07/04/ 2024” સમારંભ ગાંધીનગર ખાતે ડૉ.બાબાસાહેબ આંબેડકર ભવન ગાંધીનગર મા યોજાયો હતો. જેમાં પદ્મ શ્રી જોરાવરસિંહ જાદવ સંગીત અને નાટ્ય કલા અકાદમી વા.ચેરમેન ન્યૂ દિલ્હી ,અધિક કલેકટર  પ્રદિપ સિંહ રાઠોડ, ભારત સરકારનાં સાંસ્કૃતિક વિભાગના અધિકારી  ભાસ્કર શુકલ, આંબેડકર યુનિવર્સિટી ના કુલપતિ અમિબેન ઉપાધ્યાય, ઇતિહાસ વિદ્ ડૉ.વિશાલ જોષી, કલાતીર્થના અધ્યક્ષ  રમણિકભાઈ ઝાપડિયા,જાણીતા સામાજિક કાર્યકર્તા મિત્તલબેન પટેલ, જાણીતા ચિત્રકાર મકરંદ શુક્લા જેવા અતિથિ વિશેષ સાથે ગુજરાતમાંથી 200 જેટલા કલા અને સાહિત્ય સાધકો ઉપાસકો હાજર રહ્યા હતા.

બગોદરાના વતની  ડૉ.પંકજસાહેબ GCERT ગાંધીનગર અજીત વાઘેલા સાથે એવોર્ડના સાક્ષી રહ્યા હતા. 

અજિત વાઘેલાએ જણાવ્યું કે કાર્યક્રમના યજમાન અતુલ્ય વારસોના મેનેજીંગ ટ્રસ્ટી  કપિલભાઈ ઠાકર , રોનકભાઈ રાણા,  શિવ શંકરભાઈ અને ટીમનો  આભાર માનું છું .

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રાજનૈતિક

મોદી મેજીકે મમતાના સૂપડા સાફ કરી દીધા ,પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ૧૫ વર્ષના શાસનના યુગનો અંત.

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ગુજરાતના ત્રણ તાલુકામાં ભર ઉનાળે વરસાદ પડ્યો હતો. સવારના પહોરમાં જ 1 ઇંચ સુધી વરસાદ ખાબક્યો.