સમાચાર સારાંશ: ગુજરાતી માધ્યમની શાળાઓને અચાનક જ અંગ્રેજી માધ્યમમાં ફેરવી નાખવાથી ઘણી બધી સમસ્યાઓ ઊભી થયેલ છે: ચૈતર વસાવા
ગુજરાતમાં આદિવાસી વિસ્તારોમાં આવેલ તમામ એકલવ્ય મોડેલ શાળાઓમાં અનેક ગંભીર સમસ્યાઓ અન્ય રાજ્યોમાંથી આવનાર શિક્ષકોને ગુજરાતીમાં ભણાવતા કે બોલતા નથી આવડતું
NESTS (National Education Society for Tribal Students) ભારત સરકારની સંસ્થા દ્વારા ભરતી કરેલ શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને થઈ રહેલી અનેક તકલીફો બાબતે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો.
અન્ય રાજ્યોમાંથી આવનાર શિક્ષકોને ગુજરાતીમાં ભણાવતા કે વાતચીત કરતા પણ આવડતું નથી, જેના કારણે બાળકોના ભણતર પર અસર પડી રહી છે: ચૈતર વસાવા
અખતરા કરીને બાળકોને હેરાન કરવામાં આવી રહ્યા છે અને બાળકોના ભવિષ્ય સાથે ચેડાં થઈ રહ્યા છે તેવું અમને લાગી રહ્યું છે: ચૈતર વસાવા
गुजरात के छोटाउदेपुर जिले में एक फार्म हाउस पर 800 से ज्यादा साईकल रखी हुए है!
— Chaitar Vasava AAP (@Chaitar_Vasava) July 17, 2024
ये साईकल 2023 में आदिवासी छात्राओ को शाला प्रवेशोत्सव के दौरान देनी थी अब इस्तेमाल किए बगैर कई साईकल ख़राब हो गई हे।
क्या @BJP4Gujarat सरकार मोदीजी के साईकल वितरण करने की राह देख रही है!? pic.twitter.com/i2fgEnrlaq
ગુજરાતી માધ્યમની શાળાઓને અચાનક જ અંગ્રેજી માધ્યમમાં ફેરવી નાખવાથી ઘણી બધી સમસ્યાઓ ઊભી થયેલ છે: ચૈતર વસાવા
પુનીયાવાડ સ્કૂલમાં 14 લોકોની ભરતી થઈ છે, આમાંથી કોઈને પણ ગુજરાતી વાંચતા-બોલતા પણ આવડતું નથી અને તેઓ ગુજરાતી સમજતા પણ નથી: ચૈતર વસાવા
પુનિયાવાડની એકલવ્ય મોડલ સ્કૂલ ખાતે ત્રણ દિવસ અગાઉ 116 જેટલા બાળકોને ફૂડ પોઈઝન થયું હતું: ચૈતર વસાવા
પુનિયાવાડમાં મહેસાણાના કેટરર્સનું ટેન્ડર મંજૂર થયું છે અને તેઓ દર 15 દિવસે એક વાર ટેમ્પો લઈને આવે છે અને એ જ શાકભાજી બાળકોને જમાડવામાં આવે છે. જેના કારણે શાકભાજી સડી જાય છે અને બાળકો બીમાર પડે છે: ચૈતર વસાવા
આવનારા સમયમાં યોગ્ય નિરાકરણ નહીં આવે તો દરેક શાળાઓના વિદ્યાર્થીઓ તથા વાલીઓને સાથે રાખીને આંદોલન કરવાની ફરજ પડશે: ચૈતર વસાવા
આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાએ એક પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી મહત્વપૂર્ણ મુદ્દા પર વાત કરતા જણાવ્યું હતું કે, આજે અમે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને મહત્વપૂર્ણ મુદ્દા પર એક પત્ર લખ્યો હતો. અમે જણાવ્યું હતું કે NESTS (National Education Society for Tribal Students) ભારત સરકારની સંસ્થા દ્વારા ભરતી કરેલ શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને ભણાવવામાં અને વિદ્યાર્થીઓને ભણવામાં અનેક તકલીફો થઈ રહી છે. સમગ્ર દેશમાં પ્રિન્સિપલ, એકાઉન્ટન્ટ, જીએસઆર લેબ આસિસ્ટન્ટ મળીને 4062 જેટલા કર્મચારીઓની ભરતી કરવામાં આવી છે, તેમાંથી ગુજરાતમાં 500 જેટલા કર્મચારીઓની ભરતી કરવામાં આવેલ છે.
વહીવટી ખામીના લીધે અવિચારી પગલાં ભરવાથી ત્યાં ભણતા બાળકોનું ભણતર વારંવાર ખોરવાઈ રહ્યું છે. દાખલા તરીકે વર્તમાન સરકાર દ્વારા CBSE અંગ્રેજી માધ્યમ માટે શિક્ષકોની જે ભરતી કરવામાં આવી છે તે પણ મહદંશે ખામીયુક્ત અવિચારી પગલું છે. નવી શિક્ષણ નીતિ મુજબ બાળકોને માતૃભાષામાં શિક્ષણની હિમાયતી કરવામાં આવી છે, તેમ છતાં એકલવ્ય મોડેલ સ્કૂલની શાળાઓમાં CBSE અંગ્રેજી માધ્યમ શરૂ કરી દીધું છે. આદિવાસી બાળકો અંગ્રેજી માધ્યમમાં પણ તે ખૂબ જ સારી બાબત છે, પરંતુ ગુજરાતી માધ્યમની શાળાઓને અચાનક જ અંગ્રેજી માધ્યમમાં ફેરવી નાખવાથી ઘણી બધી સમસ્યાઓ ઊભી થયેલ છે.
આ શાળાઓ પછાત આદિવાસી બાળકો માટે છે, પરંતુ તેમાં કોઈપણ પ્રકારનો ફેરફાર કરતી વખતે વાલીઓ કે વિદ્યાર્થીઓના કોઈપણ પ્રકારના અભિપ્રાય લેવામાં આવ્યા નથી. અન્ય રાજ્યોમાંથી આવનાર શિક્ષકો એકલવ્ય શાળામાં ભણતા બાળકોથી, તેમની માતૃભાષાથી, ભૌગોલિક પરિસ્થિતિથી, રહેણી કરણી વગેરેથી પરિચિત નથી. તેઓને ગુજરાતીમાં ભણાવતા કે વાતચીત કરતા પણ આવડતું નથી. જેના કારણે અખતરા કરીને બાળકોને હેરાન કરવામાં આવી રહ્યા હોય તેવું અમને લાગી રહ્યું છે અને બાળકોના ભવિષ્ય સાથે ચેડાં થઈ રહ્યા છે.
પુનિયાવાડની એકલવ્ય મોડલ સ્કૂલ ખાતે ત્રણ દિવસ અગાઉ 116 જેટલા બાળકોને ફૂડ પોઈઝન થયું હતું અને આજે પણ તેઓ છોટાઉદેપુરની જનરલ હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહ્યા છે. અમે એ શાળાની મુલાકાત લીધી તે દરમિયાન કેટલીક ગંભીર ખામીઓ અમારી નજરે આવી, જેમકે રસોડામાં ફાયર સેફ્ટી નથી, જે વ્યક્તિનું કેટરર્સનું ટેન્ડર મંજૂર થયું છે તે મહેસાણાના છે અને જાણવા મળ્યું છે કે દર 15 દિવસે એક વાર ટેમ્પો આવે છે અને એ જ શાકભાજી બાળકોને જમાડવામાં આવે છે. જેના કારણે શાકભાજી સડી ગઈ હોય છે અને આખરે બાળકો બીમાર પડે છે. આ સ્કૂલમાં 12 જેટલા શિક્ષક, 1 વોર્ડન અને 1 ક્લાર્કની ભરતી થઈ છે અને આ તમામને ગુજરાતી વાંચતા બોલતા પણ આવડતું નથી અને તેઓ ગુજરાતી સમજતા પણ નથી.
ગુજરાતમાં આદિવાસી વિસ્તારોમાં આવેલ તમામ એકલવ્ય મોડેલ શાળાઓમાં આવી ગંભીર સમસ્યાઓ છે. અંબાજી ખાતે આવેલ એકલવ્ય શાળામાં તો બાળકોને ગુણવત્તાહિન ભોજન અને વિવિધ પ્રશ્નો ને કારણે ધરણા પર બેસવાની ફરજ પડી હતી. ત્યારે હવે આવનારા સમયમાં યોગ્ય નિરાકરણ નહીં આવે તો દરેક શાળાઓના વિદ્યાર્થીઓ તથા તેમના વાલીઓને સાથે રાખીને અમને આંદોલન કરવાની ફરજ પડશે. જેથી અમે આપ શ્રી મુખ્યમંત્રીને રજૂઆત કરી રહ્યા છીએ કે વિદ્યાર્થીઓની વિવિધ સમસ્યાઓને ધ્યાને લઈને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે.
તમને આ પણ ગમશે:


તમને આ પણ ગમશે:



