હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રાજનૈતિક

બારામતીના પ્લેન ક્રેશ અકસ્માતમાં નાયબ મુખ્યમંત્રી અજિત પવાર સહિત પ્લેનમાં સવાર તમામ પાંચથી છ લોકોના મોત.

Posted 5 months ago with 65 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર આજે સવારે મુંબઈથી બારામતી જવા માટે રવાના થયેલું અજિત પવારનું ખાનગી ચાર્ટર્ડ પ્લેન જ્યારે બારામતી એરસ્ટ્રીપ પર ઉતરાણ કરી રહ્યું હતું, ત્યારે આ ભયાનક દુર્ઘટના ઘટી હતી

બારામતીના પ્લેન ક્રેશ અકસ્માતમાં નાયબ મુખ્યમંત્રી અજિત પવાર સહિત પ્લેનમાં સવાર તમામ પાંચથી છ લોકોના મોત.
1/2
બારામતીના પ્લેન ક્રેશ અકસ્માતમાં નાયબ મુખ્યમંત્રી અજિત પવાર સહિત પ્લેનમાં સવાર તમામ પાંચથી છ લોકોના મોત.
2/2

બારામતીના પ્લેન ક્રેશ અકસ્માતમાં નાયબ મુખ્યમંત્રી અજિત પવાર સહિત પ્લેનમાં સવાર તમામ પાંચથી છ લોકોના મોત 

મુંબઈ: મહારાષ્ટ્રના રાજકારણમાંથી અત્યંત આંચકાજનક અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી અજિત પવારના વિમાન સવારે પોણા નવ વાગ્યા આસપાસ લેન્ડિંગ દરમિયાન ક્રેશ થયું હતું. એક મહત્વપૂર્ણ કાર્યક્રમ માટે રવાના થયેલા નેતા સાથે સર્જાયેલી આ હોનારતને પગલે પ્રશાસન અને રાજકીય આલમમાં ગમગીની છવાઈ ગઈ છે. ઘટનાને પગલે સુરક્ષા વ્યવસ્થા અને એવિએશન સેફ્ટી પર પણ સવાલો ઉઠી રહ્યા છે.

બારામતીના પ્લેન ક્રેશ અકસ્માતમાં નાયબ મુખ્યમંત્રી અજિત પવાર સહિત પ્લેનમાં સવાર તમામ પાંચથી છ લોકોના મોત.

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર આજે સવારે મુંબઈથી બારામતી જવા માટે રવાના થયેલું અજિત પવારનું ખાનગી ચાર્ટર્ડ પ્લેન જ્યારે બારામતી એરસ્ટ્રીપ પર ઉતરાણ કરી રહ્યું હતું, ત્યારે આ ભયાનક દુર્ઘટના ઘટી હતી. લેન્ડિંગ દરમિયાન પ્લેનમાં અચાનક ટેકનિકલ ખામી સર્જાઈ હતી અને પાયલટે વિમાન પરથી કાબૂ ગુમાવ્યો હતો. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, પ્લેન રનવે પાસે જોરદાર ધડાકા સાથે ક્રેશ થયું હતું. સૂત્રો દ્વારા મળતી વિગતો મુજબ, આ અકસ્માતમાં નાયબ મુખ્યમંત્રી અજિત પવાર સહિત પ્લેનમાં સવાર તમામ પાંચથી છ લોકોના મોત થયા છે.

આ કમનસીબ ઉડાનમાં અજિત પવારની સાથે તેમના અત્યંત વિશ્વાસુ અંગત સચિવ, બે અંગત સુરક્ષા ગાર્ડ અને પાયલટ સવાર હતા. જે સમયે અકસ્માત થયો ત્યારે આસપાસનો આખો વિસ્તાર ધ્રૂજી ઉઠ્યો હતો. ફાયર બ્રિગેડ અને પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો, પરંતુ પ્લેન ક્રેશ એટલું ગંભીર હતું કે બચાવ કામગીરીમાં ભારે મુશ્કેલી પડી હતી. સૂત્રોનું કહેવું છે કે ગંભીર રીતે ઘાયલ થયા બાદ અજિત પવારે અંતિમ શ્વાસ લીધા હતા, જોકે હજુ પણ સત્તાવાર પુષ્ટિની રાહ જોવાઈ રહી છે.

અજિત પવાર આજે સવારે 8:48 વાગ્યે મુંબઈથી પોતાના મતવિસ્તાર બારામતીમાં ખેડૂત સંમેલન અને વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ માટે નીકળ્યા હતા. ત્યાં હજારો સમર્થકો તેમના સ્વાગત માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, પરંતુ આ દુઃખદ સમાચાર મળતા જ તમામ કાર્યક્રમો તાત્કાલિક અસરથી રદ કરવામાં આવ્યા છે. હાલમાં એવિએશન સેફ્ટીની ટીમ તપાસ કરી રહી છે કે શું આ દુર્ઘટના એન્જિનની ખામીને કારણે થઈ હતી કે પછી કોઈ અન્ય સુરક્ષા ચૂક રહી ગઈ હતી.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

ગુજરાત, સામાજીક, કલા અને સંસ્કૃતિ

કલાતીર્થનો ભગીરથ પ્રયાસ: સંખેડાની કાષ્ઠકલા-કસબ અને લાખકામ ઉદ્યોગનું અનન્ય દસ્તાવેજીકરણ સાથે અભૂતપૂર્વ ગ્રંથ.

બ્રેકિંગ ન્યૂઝ, ભારત

સોનમ વાંગચુકની હડતાળ ચાલુ રહેશે: સારવાર અંગે તેમની પત્ની ગીતાંજલિને સફદરજંગ હોસ્પિટલ પર ભરોસો નથી.