હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ભારત, સામાજીક

ભારતીય સેના દ્વારા અદભુત બચાવ આપદા રાહત કવાયત વાવાઝોડા સમયે કઈ રીતે તમામ એજન્સી અને સેનાની તમામ પાંખો એકસાથે મળી બચાવ કાર્ય કરે છે તેની અદભુત લાઈવ કવાયત જોવા મળી

Posted 1 year ago with 12 views

Story by Team Samachar Sathe | 8 mins read

સમાચાર સારાંશ: ભારતીય સેનાએ બહુવિધ એજન્સી આપદા રાહત કવાયત ‘સંયુક્ત વિમોચન 2024’ ને જોશભેર સંપન્ન કરી જેમાં વાવાઝોડા સમયે કઈ રીતે તમામ એજન્સી અને સેનાની તમામ પાંખો એકસાથે મળી બચાવ કાર્ય કરે છે તેની અદભુત લાઈવ કવાયત જોવા મળી હતી.

ભારતીય સેના દ્વારા અદભુત બચાવ આપદા રાહત કવાયત  વાવાઝોડા સમયે કઈ રીતે તમામ એજન્સી અને સેનાની તમામ પાંખો એકસાથે મળી બચાવ કાર્ય કરે છે તેની અદભુત લાઈવ કવાયત જોવા મળી
1/1

ભારતીય સેના દ્વારા અદભુત બચાવ આપદા રાહત કવાયત

વાવાઝોડા સમયે કઈ રીતે તમામ એજન્સી અને સેનાની તમામ પાંખો એકસાથે મળી બચાવ કાર્ય કરે છે તેની અદભુત લાઈવ કવાયત જોવા મળી 

ભારતીય સેનાએ બહુવિધ એજન્સી આપદા રાહત કવાયત ‘સંયુક્ત વિમોચન 2024’ ને જોશભેર સંપન્ન કરી જેમાં વાવાઝોડા સમયે કઈ રીતે તમામ એજન્સી અને સેનાની તમામ પાંખો એકસાથે મળી બચાવ કાર્ય કરે છે તેની અદભુત લાઈવ કવાયત જોવા મળી હતી.

 ભારતીય સેનાએ 18 અને 19 નવેમ્બર 2024ના રોજ અમદાવાદ તેમજ પોરબંદર ખાતે બહુપક્ષીય વાર્ષિક સંયુક્ત માનવતાવાદી સહાય અને આપદા રાહત કવાયત ‘સંયુક્ત વિમોચન 2024’ સફળતાપૂર્વક હાથ ધરી હતી. જેમાં સેનાના વડા જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ આ મહત્વપૂર્ણ કાર્યક્રમમાં હાજરી આપી હતી અને આવનારી આપદા સામે પ્રતિભાવની ભારતની તૈયારી દર્શાવવામાં આવી હતી.

ભારતીય સેનાના સધર્ન કમાન્ડના કોણાર્ક કોર દ્વારા ગુજરાતના અમદાવાદ અને પોરબંદર ખાતે 18 થી 19 નવેમ્બર 2024 દરમિયાન બે દિવસ સુધી આ કવાયત હાથ ધરવામાં આવી હતી. જેમાં પોરબંદર ચોપાટી બીચ ખાતે વાવાઝોડા સમયે વિવિધ મુશ્કેલી અને લોકોને બચાવવાના ખાસ વાતાવરણ ઉભું કરવામાં આવ્યું હતું જેમાં ભારતીય સેનાની ત્રણેય પાંખો આર્મી, નેવી, કોસ્ટ ગાર્ડ સહિતની તમામ એજન્સીઓએ એકસાથે ભાગ લઈ આ મુશ્કેલીને પાર પાડવા અને લોકોના જીવ બચાવવા માટેનું જીવંત ડેમોન્સ્ટ્રેશન આપવામાં આવ્યું હતું.

18 નવેમ્બર 2024ના રોજ અમદાવાદ ખાતે કવાયતના પ્રારંભિક કાર્યક્રમમાં ‘ગુજરાતના દરિયાકાંઠાના પ્રદેશમાં ચક્રવાત’ની થીમ પર ધ્યાન કેન્દ્રિત કરતી ટેબલ ટોપ કવાયત રજૂ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં NDMA, GSDMA, હવામાન વિભાગ અને FICCIના પ્રતિનિધિઓએ ભારતીય સશસ્ત્ર દળોના અધિકારીઓ સાથે હાજરી આપી હતી. 

મલ્ટી-એજન્સી ક્ષમતા પ્રદર્શનમાં ચક્રવાત જેવી ઉભી કરવામાં આવેલી પરિસ્થિતિ દરમિયાન સંકલિત બની લોજિસ્ટિક્સ, ઝડપી પ્રતિભાવ અને અસરકારક આપદા વ્યવસ્થાપન વ્યૂહરચનાની પ્રેક્ટિસ કરતી વિવિધ એજન્સીઓની કામગીરી રજૂ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ભારતીય સેના, ભારતીય નૌકાદળ, ભારતીય વાયુસેના, ભારતીય તટરક્ષક, રાષ્ટ્રીય આપદા પ્રતિભાવ દળ, રાજ્ય આપદા પ્રતિભાવ દળ અને કેન્દ્ર તેમજ રાજ્યની અન્ય એજન્સીઓ દ્વારા કુદરતી આપદાની સ્થિતિનો સામનો કરવા માટે હાથ ધરવામાં આવતા સહયોગપૂર્ણ પ્રયાસો પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો.

વાવાઝોડા અસરગ્રસ્ત વિસ્તારમાં બહુવિધ એજન્સીની તપાસ અને દેખરેખ હાથ ધરવામાં આવી હતી, અને ત્યારબાદ બચાવ કામગીરી હાથ ધરવા માટે કર્મચારીઓને જોડવામાં આવ્યા હતા. કવાયત દરમિયાન તૈનાત સંસાધનોની સહાયથી દુર્ઘટનાગ્રસ્ત લોકોના સ્થળાંતરણનું નિદર્શન કરવામાં આવ્યું હતું. અસરગ્રસ્ત નાગરિકોના ‘પુનરુત્કર્ષ અને પુનર્વસન’ સાથે નિદર્શનનું સમાપન કરવામાં આવ્યું હતું.

સૈન્ય સ્ટાફના વડા જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ આ પ્રોફેશનલ રીતે યોજવામાં આવેલી કવાયતનું આયોજન કરવા બદલ અને તેને ઉત્કૃષ્ટતા તેમજ ચતુરાઈથી સંચાલિત કરવા બદલ તમામ સહભાગીઓના પ્રયાસો અને સમર્પણની પ્રશંસા કરી હતી. સૈન્ય વડાએ વૈશ્વિક માનવતાવાદી પ્રયાસો પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતા પર વધુ ભાર મૂક્યો હતો, જેમાં દુનિયાભરના ઘણા લોકો માટે તેમના કટોકટીના સમયમાં, દેશો તેમજ તકલીફમાં રહેલા લોકોને મહત્વપૂર્ણ સહાયતા પૂરી પાડવા માટે ભારતીય સૈન્ય સતત આશા અને સહાયના કિરણ તરીકે ઉભરી આવ્યું છે. “ભારતીય સશસ્ત્ર દળો” દ્વારા, “તાજેતરના વર્ષોમાં, આપદા રાહત કામગીરીમાં આપદા શોધ અને બચાવ મિશન, માનવતાવાદી સહાય અને તબીબી સહાયની જોગવાઈ સહિત મુખ્ય ભૂમિકા નિભાવવામાં આવી હતી”. સૈન્ય વડાએ ભારતીય ઉદ્યોગોના સહભાગીઓની પણ પ્રશંસા કરી હતી, જેમણે સરકારના વિકસિત, આત્મનિર્ભર ભારતની દૂરંદેશીને અનુરૂપ સ્વદેશી HADR સાધનોનું પ્રદર્શન કર્યું હતું. 

તેમણે ભારતીય સૈન્યને સમર્થન આપવા બદલ તેમજ આ કવાયતમાં તેમની સક્રિય સામેલગીરી બદલ ગુજરાત રાજ્ય સરકાર અને ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (FICCI) સહિત ઔદ્યોગિક ભાગીદારોનો નિષ્ઠાપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. તેઓએ વિદેશી પ્રતિનિધિઓની સહભાગિતાની પણ પ્રશંસા કરી હતી, જેનાથી માનનીય પ્રધાનમંત્રી દ્વારા સતત હિમાયત કરવામાં આવતા “વસુધૈવ કુટુંબકમ” – “વિશ્વ એક પરિવાર”ની ભારતીય વિચારધારા સમજવા મળી હતી.

18 નવેમ્બર 2024ના રોજ કવાયતના પ્રારંભિક કાર્યક્રમમાં ‘ગુજરાતના દરિયાકાંઠાના પ્રદેશમાં ચક્રવાત’ થીમ પર કેન્દ્રિત ટેબલ ટોપ કવાયત સામેલ કરવામાં આવી હતી. આ કવાયતમાં ચક્રવાત સંભવિત ઓખા-પોરબંદર દરિયાકાંઠાને અસર કરતી આપદાનું દૃશ્ય તૈયાર કરવામાં આવ્યું હતું, જ્યાં તમામ સહભાગી એજન્સીઓએ આપદા રાહત વ્યૂહરચનાઓ પર મનોમંથન કર્યું હતું અને તે વ્યૂહરચનાઓના અમલીકરણ માટે અસરકારક સંયુક્ત વ્યવસ્થાતંત્ર સ્થાપિત કર્યું હતું. તેનો હેતુ કુદરતી આપદાઓ માટે ઝડપી અને સંકલિત પ્રતિભાવ સુનિશ્ચિત કરીને આંતર-એજન્સી એકીકરણ અને સહકારમાં આવતા અંતરાયને દૂર કરવાનો છે. ટેબલ ટોપ કવાયતમાં લેફ્ટનન્ટ જનરલ અતા હસનૈન (નિવૃત્ત)ના નેતૃત્વ હેઠળના NDMAના સભ્યો અને સશસ્ત્ર દળોના અન્ય વરિષ્ઠ અધિકારીઓ, રાજ્ય આપદા વ્યવસ્થાપન સત્તામંડળ, કેન્દ્ર અને રાજ્ય સરકારની અન્ય એજન્સીઓ અને ઉદ્યોગો ઉપરાંત નવ મૈત્રીપૂર્ણ દેશમાંથી આવેલા વિદેશી પ્રતિનિધિઓએ હાજરી આપી હતી.

ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલ, હિંદ મહાસાગર ક્ષેત્ર અને દક્ષિણ પૂર્વ એશિયાના નવ મૈત્રીપૂર્ણ દેશોના 15 વરિષ્ઠ અધિકારીઓ તેમજ પ્રતિનિધિઓએ બંને દિવસે આ મહત્વપૂર્ણ કાર્યક્રમમાં હાજરી આપી હતી. ચક્રવાત કે દરિયામાં આવેલ તોફાન સમયે લોકોને ઓછામાં ઓછું નુકશાન થાય અને નુકશાન થયેલ સ્થળોએ કેવી રીતે તાત્કાલિક પહોંચી તેમનો જીવ બચાવવામાં આવે અને જનજીવન ફરીથી બેઠું કરવામાં આવે તે વિશે ખાસ ધ્યાન આપવામાં આવ્યું હતું. જેમાં આર્મી થી લઈ તમામ સેના એકજુટ બની આવી આપદા સામે લડવા હંમેશા સજ્જ છે અને સજ્જ રહેશે તેવું પુરવાર કરી ઉપસ્થિત લોકોનો જુસ્સો વધાર્યો હતો.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રાજનૈતિક

મોદી મેજીકે મમતાના સૂપડા સાફ કરી દીધા ,પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ૧૫ વર્ષના શાસનના યુગનો અંત.

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ગુજરાતના ત્રણ તાલુકામાં ભર ઉનાળે વરસાદ પડ્યો હતો. સવારના પહોરમાં જ 1 ઇંચ સુધી વરસાદ ખાબક્યો.