હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત, ધર્મ

અંબાજી ભાદરવી પૂનમના મેળાનો થયો પ્રારંભ આજથી જિલ્લા કલેકટર મિહિર પટેલના હસ્તે આરંભ થયો મા અંબાની આરતી કરવામાં આવી હતી. ભાદરવી પૂનમે યોજાતા પરંપરાગત મેળામાં લાખો શ્રદ્ધાળુઓ ઉમટે છે

Posted 1 year ago with 71 views

Story by Sanjiv Rajput | 3 mins read

સમાચાર સારાંશ: ભાદરવી પૂનમે યોજાતા પરંપરાગત મેળામાં લાખો શ્રદ્ધાળુઓ ઉમટે છે કે જેમાં મોટાભાગે પગપાળા યાત્રાળુઓ હોય છે.

અંબાજી ભાદરવી પૂનમના મેળાનો થયો પ્રારંભ આજથી જિલ્લા કલેકટર મિહિર પટેલના હસ્તે આરંભ થયો મા અંબાની આરતી કરવામાં આવી હતી. ભાદરવી પૂનમે યોજાતા પરંપરાગત મેળામાં લાખો શ્રદ્ધાળુઓ ઉમટે છે
1/2
અંબાજી ભાદરવી પૂનમના મેળાનો થયો પ્રારંભ આજથી જિલ્લા કલેકટર મિહિર પટેલના હસ્તે આરંભ થયો મા અંબાની આરતી કરવામાં આવી હતી. ભાદરવી પૂનમે યોજાતા પરંપરાગત મેળામાં લાખો શ્રદ્ધાળુઓ ઉમટે છે
2/2

AMBAJI અંબાજી ભાદરવી પૂનમના મેળાનો થયો પ્રારંભ આજથી જિલ્લા કલેકટર મિહિર પટેલના હસ્તે આરંભ થયો મા અંબાની આરતી કરવામાં આવી હતી

અંબાજી ખાતે ભાદરવી પૂનમ મહામેળાનો આજથી જિલ્લા કલેકટર મિહિર પટેલના હસ્તે આરંભ થયો.

અંબાજી ખાતે આજથી ભાદરવી પૂનમના મહાકુંભનો આરંભ થયો સવારે 10:00 કલાકે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલ દ્વારા વિધિવત રૂપે મેળાને ખુલ્લો મુકવામાં આવ્યો.

આ પ્રસંગે જિલ્લા એસપી અક્ષયરાજ મકવાણા, બનાસકાંઠા ડીડીઓ, મંદિરના વહીવટદાર સહિત તંત્રના અધિકારીઓ, મીડિયા કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા. કલેક્ટર, એસપી, ડીડીઓ અને મંદિરના વહીવટદાર દ્વારા રથ ખેંચવામાં આવ્યો અને બનેલા ડોમ ખાતે માં અંબાની આરતી કરવામાં આવી હતી અને શ્રીફળ વધેરવામાં આવ્યું હતું.

આજથી શક્તિપીઠ અંબાજી ખાતે સાત દિવસીય મહામેળાનો પ્રારંભ થયો જે 18 સપ્ટેમ્બર સુધી ચાલશે જેમાં લાખો ની સંખ્યામાં માઈ ભક્તો માં અંબાના ધામ અંબાજી પહોંચશે અને દર્શન કરી ધન્યતા અનુભવશે. 

આ વખતે અંબાજી ખાતે ભક્તોને કોઈ અગવડ ન પડે તર માટે પૂર્ણ વ્યવસ્થાનું ધ્યાન રાખવામાં આવ્યું છે. 

ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ, શ્રી આરાસુરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ અને બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્રના સંયુકત સહકારથી યાત્રાળુઓની સુવિધા, સલામતી અને સેવાના ભાવથી રાજ્યકક્ષાના આ મેળાની તડામાર તૈયારીઓ કરવામાં આવી છે. 

ભાદરવી પૂનમે યોજાતા પરંપરાગત મેળામાં લાખો શ્રદ્ધાળુઓ ઉમટે છે કે જેમાં મોટાભાગે પગપાળા યાત્રાળુઓ હોય છે. 

આ વર્ષે તા. ૧૨ થી ૧૮ સપ્ટેમ્બર ૨૦૨૪ દરમિયાન યોજાનાર આ ભવ્ય મેળામાં અંદાજે ૩૦ લાખથી વધારે યાત્રાળુઓ પહોંચે તેવી શક્યતા છે. જિલ્લા કલેક્ટર મિહિર પટેલે જણાવ્યું કે યાત્રાળુઓ માટે એક ક્યુઆર કોડ પણ તૈયાર કરવામાં આવ્યું છે જેને સ્કેન કરવાથી સુવિધા અંગેની તમામ માહિતી લોકેશન સાથે મળી રહેશે.  

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, ઇતિહાસ

કલાતીર્થ અને પ્રાગમહેલ ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમેં કચ્છનાં રાજવી રત્નો ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ

ગુજરાત, ઇવેન્ટ્સ, ધર્મ

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ મેમનગર ખાતે 80મા સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી

ગુજરાત, સોશિયલ મીડીયા, લાઈફ સ્ટાઈલ

Hästens Ahmedabad ખાતે CIIના યંગ ઈન્ડિયન્સ અમદાવાદ ચેપ્ટર માટે સ્લીપ સપા અને સાઉન્ડ હેયલીનગ સેશન