હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત, સામાજીક

ખેડૂતો માટે મહત્વની આગાહી રિંગણ સહિતના પાકનો સોથ વાળી દેશે કમોસમી વરસાદ, ઈયળોનું થશે આક્રમણઃ અંબાલાલની આગાહી ગુજરાતમાં ઠંડીનું જોર યથાવત

Posted 1 year ago with 15 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: અંબાલાલ પટેલે ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. ત્યારે આ આગાહીના પગલે ખેડૂતો પણ ચિંતિત બન્યા છે. કારણ કે, જો કમોસમી વરસાદ ખાબકે તો શિયાળુ પાકને મોટા પાયે અસર થઈ શકે છે સાથો સાથ ખેતીપાકમાં રોગચાળાની પણ શક્યતાઓ વધી શકે

ખેડૂતો માટે મહત્વની આગાહી રિંગણ સહિતના પાકનો સોથ વાળી દેશે કમોસમી વરસાદ, ઈયળોનું થશે આક્રમણઃ અંબાલાલની આગાહી  ગુજરાતમાં ઠંડીનું જોર યથાવત
1/1

ખેડૂતો માટે મહત્વની આગાહી રિંગણ સહિતના પાકનો સોથ વાળી દેશે કમોસમી વરસાદ, ઈયળોનું થશે આક્રમણઃ અંબાલાલની આગાહી

ગુજરાતમાં ઠંડીનું જોર યથાવત છે, ત્યારે અંબાલાલની આગાહી પ્રમાણે રાજ્યમાં ફરી તાપમાનમાં ઘટાડો થતા ઠંડી વધી શકે છે. 

પવનની દિશા બદલાતા અને ભેજવાળા વાતાવરણનાં કારણે તાપમાનમાં બદલાવ આવ્યો છે. તાપમાનમાં ઘટાડો થતા ઠંડીનું જોર વધ્યું છે. દરમિયાન રાજ્યમાં આગામી 2 દિવસ માટે કમોસમી વરસાદની શક્યતા છે. હવામાન વિભાગ અનુસાર આજે અને આવતી કાલે કેટલાક વિસ્તારમાં વરસાદ પડી શકે છે. સાથે જ હવામાન વિભાગ દ્વારા એવી પણ આગાહી કરવામાં આવી છે કે કેટલાક વિસ્તારોમાં 40 કિ.મી.ની ઝડપે પવન ફુંકાઈ શકે છે.

કડકડતી ઠંડી વચ્ચે હવે કમોસમી કમઠાણ એટલે કે, માવઠાની આગાહી સામે આવી છે. હવામાન વિભાગ તેમજ અંબાલાલ પટેલે ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. ત્યારે આ આગાહીના પગલે ખેડૂતો પણ ચિંતિત બન્યા છે. 

કારણ કે, જો કમોસમી વરસાદ ખાબકે તો શિયાળુ પાકને મોટા પાયે અસર થઈ શકે છે સાથો સાથ ખેતીપાકમાં રોગચાળાની પણ શક્યતાઓ વધી શકે છે. તારીખ 27 ની આસપાસ કમોસમી વરસાદ વરસે તેવી શક્યતા . માવઠાને કારણે શિયાળુ પાક અને લીલા શાક્ભાજીની ખેતીમાં વિવિધ રોગ આવે તેવી શક્યતાઓ વધી જશે જેને કરને ખેડૂતોએ ખાસ સાવચેત રહેવું જોઈએ .. 

ખાસ કરીને 27 અને 28 ડિસેમ્બરે રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે..સૌરાષ્ટ્રના મોરબી, જામનગર, દ્વારકા તથા પોરબંદરમાં, ઉત્તરગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, પાટણમાં તથા મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા,ડાંગ, દમણ, નવસારી,તાપી, વલસાડમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. અરબી સમુદ્રમાંથી આવતા ભેજ અને ટ્રફ ના કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે..આ સાથે રાજ્યમાં આગામી પાંચ દિવસ ઠંડીની આગાહી કરવામાં આવી છે

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, ઇતિહાસ

કલાતીર્થ અને પ્રાગમહેલ ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમેં કચ્છનાં રાજવી રત્નો ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, ઇતિહાસ

કલાતીર્થ અને પ્રાગમહેલ ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમેં કચ્છનાં રાજવી રત્નો ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ

ગુજરાત, ઇવેન્ટ્સ, ધર્મ

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ મેમનગર ખાતે 80મા સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી

ગુજરાત, સોશિયલ મીડીયા, લાઈફ સ્ટાઈલ

Hästens Ahmedabad ખાતે CIIના યંગ ઈન્ડિયન્સ અમદાવાદ ચેપ્ટર માટે સ્લીપ સપા અને સાઉન્ડ હેયલીનગ સેશન