સમાચાર સારાંશ: હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને હવામાન વિભાગની આગાહીઓ મુજબ આગામી દિવસોમાં ગુજરાતના હવામાનમાં મોટો પલટો આવી શકે છે.
અંબાલાલ પટેલની આગાહી Ambalal Patel's forecast: Heavy to very heavy rain likely in Saurashtra districts around May 25
25 મે આસપાસ અરબી સમુદ્રમાં સાયક્લોન સર્જાશે જેમાં સૌથી વધુ અસરકારક વિસ્તાર સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ભારે થી અતિભારે વરસાદની શક્યતા
અત્યારે ગુજરાતમાં હવામાનમાં ઝડપથી ફેરફાર જોવા મળી રહ્યો છે. છેલ્લા કેટલાંક દિવસોમાં અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ થયો હતો, જેના કારણે હવામાનમાં થોડી ઠંડક જોવા મળી. પરંતુ હવે ફરી ઉકળાટ અને બફારાવાળું વાતાવરણ છવાઈ ગયું છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને હવામાન વિભાગની આગાહીઓ મુજબ આગામી દિવસોમાં ગુજરાતના હવામાનમાં મોટો પલટો આવી શકે છે.
તેઓના જણાવ્યા મુજબ 24 મે સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે કમોસમી વરસાદ, આંધી અને પવન ફૂંકાવાની શક્યતા છે. આ વાતાવરણના કારણે જગતના તાત ખેડૂતોની ચિંતામાં વધારો થઇ શકે છે.અંબાલાલ પટેલની આગાહી અનુસાર, 25 મે આસપાસ અરબી સમુદ્રમાં સાયક્લોન સર્જાઈ શકે છે.
— IMD Ahmedbad (@IMDAHMEDABAD) May 16, 2025
આ સાયક્લોનનો સૌથી વધુ અસરકારક વિસ્તાર સૌરાષ્ટ્રના દિગ્ગજ શહેરો જેમ કે દીવ, પોરબંદર, ભાવનગર, જૂનાગઢ અને કચ્છ હશે. અહીં ભારે થી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.ખેડૂતો માટે પણ આ વાતાવરણ ચિંતા ઊભી કરી શકે છે. જેમણે ખરીફ સીઝન માટે જમીન તૈયાર કરી છે, તેમણે પાણી ભરાવા ન થાય તેવી તકેદારી રાખવી જરૂરી છે. કમોસમી વરસાદથી પાકને નુકસાન થાય તે પહેલથી જ નુકસાનથી બચાવવાના પગલાં લેવા જોઈએ. હવામાન વિભાગે આ પહેલા પણ જાણ કરી છે કે ચોમાસું ગુજરાતમાં 8 જૂન આસપાસ બેસી શકે છે.
બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં સર્જાતી હવામાની પ્રવૃત્તિઓથી ચોમાસાની તૈયારી ધીમે ધીમે આગળ વધી રહી છે.આને ધ્યાને લઈને સામાન્ય લોકો અને ખેડૂતો બંનેએ આગામી દિવસોમાં સતર્ક રહેવું જરૂરી છે. ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારમાં રહેતા લોકોને સરકારી સૂચનાઓનું પાલન કરવું અને સાયક્લોન અંગે પૂરતી તૈયારી રાખવી જરૂરી છે. તીવ્ર ગરમી, પવન અને વીજળીથી બચવા માટે યોગ્ય તકેદારી રાખવી અતિઆવશ્યક છે.
તમને આ પણ ગમશે:


તમને આ પણ ગમશે:



