હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
ગુજરાત, સામાજીક, રૂબરૂ

નવાઈ લાગશે કે હવામાન અગમવાણીનો તેમણે કોઈ પૂર્વાભ્યાસ નથી કર્યો કે નથી પ્રખર પંડિત આમ છ્તા સાચી પડે છે અંબાલાલ પટેલની આગાહી

Posted 1 year ago with 84 views

Story by Team Samachar Sathe | 4 mins read

સમાચાર સારાંશ: ખેડૂતોની મનોદશાથી સુપેરે વાકેફ અંબાલાલે વિધિવત અભ્યાસ શરૂ કર્યો

નવાઈ લાગશે કે હવામાન અગમવાણીનો તેમણે કોઈ પૂર્વાભ્યાસ નથી કર્યો કે નથી પ્રખર પંડિત આમ છ્તા સાચી પડે છે અંબાલાલ પટેલની આગાહી
1/1

નવાઈ લાગશે કે હવામાન અગમવાણીનો તેમણે કોઈ પૂર્વાભ્યાસ નથી કર્યો કે નથી પ્રખર પંડિત આમ છ્તા સાચી પડે છે અંબાલાલ પટેલની આગાહી 

ગુજરાતમાં ભારે ગરમી, લૂ કે પછી કડકડતી ઠંડી પાડવાની હોય કે ભારેથી અતિભારે વરસાદની આગાહી હોય,હવામાન વિભાગથી પણ આગોતરી ભવિષ્યવાણીથી ગુજરાતભરના ખેડૂતો-નાગરિકોને સેવા કરતાં અંબાલાલ પટેલથી આજે જણ-બચ્ચું અજાણ નથી. હવામાં હાથ લહેરાવી,હવાને મુઠ્ઠીમાં ભરીને દિવસ કે સપ્તાહ કેવા વિતશે તેવું અંબાલાલનું અનુમાન ભાગ્યે જ અફર રહ્યું છે.

અંબાલાલ પટેલે તમને જાણીને એ પણ નવાઈ લાગશે કે અગમવાણી તેમણે કોઈ પૂર્વાભ્યાસ નથી કર્યો કે નથી જ્યોતિષ શાસ્ત્રમાં પાંડિત્ય મેળવ્યું. આમ છ્તા સરકારના સિંહાસન ડોલાવનાર અંબાલાલ પટેલ છે કોણ ? સરકારના સિંહાસન વાળી વાત એટલે લખી કે,ગુજરાતમાં આવેલા વિનાશક ભૂકંપની ભવિષ્યવાણી અંબાલાલે કરી હતી. ગુજરાતમાં 2001માં આવેલા ભીષણ ભૂકંપની અગમચેતી કરી, એ જ પ્રમાણે ભૂકંપે ખાના-ખરાબી સર્જી. આ બદલ સરકારે તેમને જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા.

અમદાવાદ જિલ્લાના દેત્રોજ તાલુકાનાં રૂદાતલ ગામમાં 1947માં જન્મેલા અંબાલાલ દામોદરદાસ પટેલ,પત્ની ગૌરીબહેન અને સંતાનોમાં રાજેન્દ્ર ,સતિશ અને અલકા. વ્યવસાયે ખેડૂત પરિવારમાં જન્મી ખેતીમાં રસ દાખવતાં અંબાલાલ, આણંદની એગ્રિકલ્ચર કોલેજમાંથી કૃષિ સ્નાતક(B.Sc Agri.)થયા અને નોકરી પણ બીજ પ્રમાણન એજન્સીમાં સુપરવાઇઝર તરીકે જોડાયા.

છેલ્લે, આસિસ્ટન્ટ ડાયરેકટરના હોદ્દા સુધી પહોચ્યા. અંબાલાલ પોતાના ગહન અભ્યાસ અને રુચિથી આગાહીઓ કરવા માંડ્યા અને આ વરતારા સાચા પણ પાડવા લાગતાં લોકોના આશ્ચર્યનો પાર ના રહ્યો. વડતા માધ્યમોના પરિણામે અંબાલાલ માત્ર ગુજરાત જ નહીં પણ સીમાડા પાર પણ પોતાની ખ્યાતિ બનાવી શક્યા.

લોહીમાં ખેતી અને ખેડૂત પુત્ર હોવાના નાતે તેમની રુચિ કૃષિ પ્રત્યે વધુ. 

ખેતરોમાં ઊભા પાક લહેરાતા હોય અને અચાનક જ વાવાઝોડું ત્રાટકે અને શાંતિની ઊંઘ ખેંચતા ખેડૂતનો લાખેણો પાક સોથ વળી જાય ત્યારની સ્થિતિ અને ખેડૂતોની મનોદશાથી સુપેરે વાકેફ અંબાલાલે વિધિવત અભ્યાસ શરૂ કર્યો.

વિવિધ વાંચનમાં, મેઘમહોદય, પ્રાચીન વર્ષા વિજ્ઞાન, વારાહી સંહિતા ( બૃહદ સંહિતા ), તેમજ ખગોળને લગતાં સૂર્ય ગણિત, ખગોળ ગણિત, ગ્રહણ ગણિત, કુંડળીયા, સાઠ સંવત્સરી કુંડળી, ચોમાસાના વર્તારાનો કોહિનૂર, દેશી વાયુચક્ર ઉપરાંત જ્યોતિષને લગતા પુસ્તકો પણ વાંચ્યા.

અંબાલાલનો વાચનાનુભવ ઘૂંટાવા લાગ્યો અને વરતારા પર વિવિધ અખબારોમાં લેખન ચાલુ કર્યું. કહેવાય છે કે ગુજરાતના મુખ્યમંત્રીઓ ચીમનભાઈ પટેલ, કેશુભાઈ પટેલ અને નરેન્દ્રભાઈ મોદી પણ હવામાનનો વર્તારો જાણવા એમની સાથે ચર્ચા કરતા હતા.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રાજનૈતિક

મોદી મેજીકે મમતાના સૂપડા સાફ કરી દીધા ,પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ૧૫ વર્ષના શાસનના યુગનો અંત.

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ગુજરાતના ત્રણ તાલુકામાં ભર ઉનાળે વરસાદ પડ્યો હતો. સવારના પહોરમાં જ 1 ઇંચ સુધી વરસાદ ખાબક્યો.