હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત, રાજનૈતિક

અંબાલાલ પટેલની ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી ખેડૂતો અને પશુપાલકો ઉપર ચિંતાના વાદળો ઘેરાશે

Posted 11 months ago with 17 views

Story by Team Samachar Sathe | 4 mins read

સમાચાર સારાંશ: રાજ્યમાં કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના ભાગો અને કચ્છના ભાગો ઉપરાંત ઉત્તર ગુજરાત-મધ્ય ગુજરાતના ભાગો, પૂર્વ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે

અંબાલાલ પટેલની  ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી ખેડૂતો અને પશુપાલકો ઉપર ચિંતાના વાદળો ઘેરાશે
1/1

ગુજરાતમાં ચોમાસું પૂરજોરમાં જામ્યું છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની પણ ભારે વરસાદની આગાહી સામે આવી છે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર, આજે દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. ખાસ કરીને અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદની તીવ્રતા વધુ રહેવાની શક્યતા છે. તા 12થી 15 જુલાઈ સુધીમાં રાજ્યમાં કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના ભાગો અને કચ્છના ભાગો ઉપરાંત ઉત્તર ગુજરાત-મધ્ય ગુજરાતના ભાગો, પૂર્વ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે . 

ઉત્તર ગુજરાતના પણ કેટલાક વિસ્તારોમાં આજે ભારે વરસાદની સંભાવના છે. તેઓએ વધુમાં જણાવ્યું કે 15 જુલાઈ સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ ચોમાસું સક્રિય રહેશે અને ભારે વરસાદ થઈ શકે છે.  રાજ્યભરમાં ધીમે ધીમે વરસાદનું જોર વધશે અને સમગ્ર મોસમ દરમિયાન હળવાથી લઈને ભારે વરસાદના દ્રશ્યો જોવા મળી શકે છે. 18, 19 અને 20 જુલાઈ દરમિયાન વરસાદ થોડોક વિરામ લેશે, પરંતુ 24 થી 30 જુલાઈના અઠવાડિયામાં ફરીથી ગુજરાતમાં વરસાદ સક્રિય થઈ શકે છે.

દક્ષિણ ગુજરાતના નવસારી, સુરત વગેરે જિલ્લાઓમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. મધ્ય ગુજરાતના ભાગો, વડોદરા, બોડેલી, કરજણના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત અમદાવાદ-ગાંધીનગરના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. તેમજ ઉત્તર ગુજરાતના ભાગો પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી વગેરે જગ્યાએ વરસાદ થવાની શક્યતા રહેશે. પંચમહાલ, મહીસાગરના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કચ્છના નલિયા અને અન્ય કેટલાક ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. 15 જુલાઈ સુધી દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડશે.

અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, 2 અને 3 ઓગસ્ટના દિવસોમાં ફરી એક વખત મોસમ સક્રિય બનશે અને ભારે વરસાદ પડે તેવી શક્યતા છે. અંબાલાલ પટેલે ખેડૂતો અને પશુપાલકોને સચેત રહેવાની આગાહી આપી છે. નીચાણવાળા વિસ્તારોમાં લોકો સતર્ક રહે અને શક્ય તેટલું ઘરથી બહાર નીકળવાનું ટાળે તેવી સલાહ આપી છે

વરસાદનો વરતારો

આજે: દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં, ખાસ કરીને અમદાવાદ અને ગાંધીનગરમાં, ભારે વરસાદની શક્યતા છે.

12 થી 15 જુલાઈ: રાજ્યના મોટાભાગના વિસ્તારો જેવા કે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે.

15 જુલાઈ સુધી: દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ચોમાસું સક્રિય રહેશે અને ભારે વરસાદ પડી શકે છે.

18, 19 અને 20 જુલાઈ: આ દિવસોમાં વરસાદ થોડો વિરામ લેશે.

24 થી 30 જુલાઈ: ફરીથી ગુજરાતમાં વરસાદ સક્રિય થવાની શક્યતા છે.

2 અને 3 ઓગસ્ટ: ફરી એકવાર મોસમ સક્રિય બનશે અને ભારે વરસાદ પડી શકે છે.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રાજનૈતિક

મોદી મેજીકે મમતાના સૂપડા સાફ કરી દીધા ,પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ૧૫ વર્ષના શાસનના યુગનો અંત.

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ગુજરાતના ત્રણ તાલુકામાં ભર ઉનાળે વરસાદ પડ્યો હતો. સવારના પહોરમાં જ 1 ઇંચ સુધી વરસાદ ખાબક્યો.