હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
ગુજરાત, ધર્મ, વેપાર

સાળંગપુરમાં કષ્ટભંજન દેવ હનુમાનજીના શરણે અંબાણી: 5 કરોડનું દાન અર્પણ કર્યું.

Posted 8 months ago with 99 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: નવા વર્ષની શરૂઆતની સાથે જ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણી તેના દીકરા અનંત અંબાણી સાથે ગુજરાતના યાત્રાધામોના પ્રવાસે છે. સોમનાથ, દ્વારકા બાદ હવે તેઓ બોટાદ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ કષ્ટભંજન દેવ હનુમાનજીના મંદિરે દર્શન કરવા પહોંચ્યા હતા.

સાળંગપુરમાં  કષ્ટભંજન દેવ હનુમાનજીના શરણે અંબાણી: 5 કરોડનું દાન અર્પણ કર્યું.
1/2
સાળંગપુરમાં  કષ્ટભંજન દેવ હનુમાનજીના શરણે અંબાણી: 5 કરોડનું દાન અર્પણ કર્યું.
2/2

સાળંગપુરમાં  કષ્ટભંજન દેવ હનુમાનજીના શરણે અંબાણી: 5 કરોડનું દાન અર્પણ કર્યું

સાળંગપુર(બોટાદ): નવા વર્ષની શરૂઆતની સાથે જ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણી તેના દીકરા અનંત અંબાણી સાથે ગુજરાતના યાત્રાધામોના પ્રવાસે છે. સોમનાથ, દ્વારકા બાદ હવે તેઓ બોટાદ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ કષ્ટભંજન દેવ હનુમાનજીના મંદિરે દર્શન કરવા પહોંચ્યા હતા. અહી તેમણે કષ્ટભંજદેવ હનુમાનજી મંદીરે વિશેષ પૂજા અર્ચના કરી હતી. 

સાળંગપુરમાં  કષ્ટભંજન દેવ હનુમાનજીના શરણે અંબાણી: 5 કરોડનું દાન અર્પણ કર્યું.

મળતી વિગતો અનુસાર, દર્શન બાદ તેમણે મંદીર ટ્રસ્ટ માટે દાન કર્યું હતું. તેમણે મંદીરના વિકાસ અને અન્ય કાર્યો માટે 5 કરોડ રૂપિયાના દાનની જાહેરાત કરી હતી. ઉલ્લેખનીય છે કે અંબાણી પરિવાર તેમના આધ્યાત્મિક વારસાના કારણે સતત પ્રસંશા પામતો આવ્યો છે. 

બે દિવસ પહેલા જ મુકેશ અંબાણી પવિત્ર યાત્રાધામ અને પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથની મુલાકાતે  પહોંચ્યા હતા. તેમની સાથે પત્ની નીતા અંબાણી અને પુત્ર અનંત અંબાણી પણ હતા. અંબાણી પરિવારે ૧૨ જ્યોતિર્લિંગોમાં પ્રથમ એવા સોમનાથ મંદિરમાં પૂજા-અર્ચના કરી અને જલાભિષેક કર્યો હતો. તેમણે ‘શિવાર્પણ’ તરીકે રૂ. ૫ કરોડનું દાન અર્પણ કર્યું હતું. તે સિવાય તેમણે બાણ સ્તંભની પણ મુલાકાત લીધી હતી. નવા વર્ષ ૨૦2૬ ના પ્રારંભની આસપાસ, અંબાણી પરિવારે આ અઠવાડિયે અન્ય એક મુખ્ય યાત્રાધામ દ્વારકાની પણ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે દ્વારકાધીશ મંદિરમાં પણ દર્શન અને પ્રાર્થના કરી હતી.      

નવા વર્ષ ૨૦૨૬ના પ્રારંભે અંબાણી પરિવારની ગુજરાતના પવિત્ર યાત્રાધામોની આ શ્રદ્ધાપૂર્વકની મુલાકાત વિશેના સમાચાર અત્યંત પ્રેરણાદાયી છે. મુકેશ અંબાણી અને અનંત અંબાણી દ્વારા સાળંગપુરમાં આપવામાં આવેલું દાન મંદિરના વિકાસ કાર્યોમાં મોટું યોગદાન આપશે.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, ઇતિહાસ

કલાતીર્થ અને પ્રાગમહેલ ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમેં કચ્છનાં રાજવી રત્નો ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, ઇતિહાસ

કલાતીર્થ અને પ્રાગમહેલ ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમેં કચ્છનાં રાજવી રત્નો ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ

ગુજરાત, ઇવેન્ટ્સ, ધર્મ

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ મેમનગર ખાતે 80મા સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી

ગુજરાત, સોશિયલ મીડીયા, લાઈફ સ્ટાઈલ

Hästens Ahmedabad ખાતે CIIના યંગ ઈન્ડિયન્સ અમદાવાદ ચેપ્ટર માટે સ્લીપ સપા અને સાઉન્ડ હેયલીનગ સેશન