હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
ગુજરાત, સામાજીક, ઇવેન્ટ્સ

અમદાવાદમાં દિવંગત વૃક્ષોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી સેંકડો નિર્દોષ વૃક્ષોના હત્યારા સામે લોકજાગૃતિ લાવવા પર્યાવરણ પ્રેમીઓ મેદાનમાં

Posted 2 years ago with 87 views

Story by Team Samachar Sathe | 4 mins read

સમાચાર સારાંશ: દિવંગત વૃક્ષોને શ્રદ્ધાંજલિ આપવા અને સેંકડો નિર્દોષ વૃક્ષોના હત્યારા સામે લોકજાગૃતિ લાવવાનો પ્રયાસ

અમદાવાદમાં દિવંગત વૃક્ષોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી સેંકડો નિર્દોષ વૃક્ષોના હત્યારા સામે લોકજાગૃતિ લાવવા પર્યાવરણ પ્રેમીઓ મેદાનમાં
1/4
અમદાવાદમાં દિવંગત વૃક્ષોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી સેંકડો નિર્દોષ વૃક્ષોના હત્યારા સામે લોકજાગૃતિ લાવવા પર્યાવરણ પ્રેમીઓ મેદાનમાં
2/4
અમદાવાદમાં દિવંગત વૃક્ષોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી સેંકડો નિર્દોષ વૃક્ષોના હત્યારા સામે લોકજાગૃતિ લાવવા પર્યાવરણ પ્રેમીઓ મેદાનમાં
3/4
અમદાવાદમાં દિવંગત વૃક્ષોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી સેંકડો નિર્દોષ વૃક્ષોના હત્યારા સામે લોકજાગૃતિ લાવવા પર્યાવરણ પ્રેમીઓ મેદાનમાં
4/4

અમદાવાદમાં દિવંગત વૃક્ષોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી સેંકડો નિર્દોષ વૃક્ષોના હત્યારા ઝવેરી એન્ડ કંપની અને ચિત્રા પબ્લીસીટી સામે લોકજાગૃતિ લાવવા પર્યાવરણ પ્રેમીઓ મેદાનમાં 

દિવંગત વૃક્ષોને શ્રદ્ધાંજલિ આપવા અને સેંકડો નિર્દોષ વૃક્ષોના હત્યારા સામે લોકજાગૃતિ લાવવાનો પ્રયાસ 

પર્યાવરણ પ્રેમી માધીશ પરીખે જણાવ્યું કે ઝવેરી એન્ડ કંપની તથા ચિત્રા પબ્લીસીટી દ્વારા વૃક્ષોના નિકંદન બાબત સમાચારપત્રમાં છપાયેલ સમાચાર અનુસાર અમદાવાદ શહેરમાં આવેલ ઝવેરી એન્ડ કંપની અને ચિત્રા પબ્લીસીટીએ ગેરકાયદેસર રીતે સેંકડો વૃક્ષોને કાપીને અમદાવાદને ઉજાડી નાખેલ છે. આ ઘટનાના સમાચારથી માત્ર અમદાવાદ નહિ પરંતુ સમગ્ર રાજ્યની જનતામાં ઘેરા પ્રત્યાઘાતો પડયા છે, તથા ભય અને ચિંતાની લાગણી પ્રસરેલ છે.

અમદાવાદમાં દિવંગત વૃક્ષોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી સેંકડો નિર્દોષ વૃક્ષોના હત્યારા સામે લોકજાગૃતિ લાવવા પર્યાવરણ પ્રેમીઓ મેદાનમાં

આ દિવંગત વૃક્ષોને શ્રદ્ધાંજલિ આપવા અને સેંકડો નિર્દોષ વૃક્ષોના હત્યારા સામે લોકજાગૃતિ લાવવા અમે તારીખ ૩૧ મેના રોજ સાંજે ૫ વાગ્યે સી.જી. રોડ ખાતે આવેલ ઝવેરી એન્ડ કંપનીના સ્ટોર સામે અમદાવાદ શહેર તથા રાજ્યના વૃક્ષ અને પર્યાવરણપ્રેમી નાગરીકો એકઠા થયા હતા અને વૃક્ષોને શ્રદ્ધાંજલિ આપી હતી . અને આ કંપનીઓ સામે વિરોધ કાર્યક્રમ યોજાયો હતો .

રાકેશ ગોસ્વામીએ જણાવ્યું કે  જાહેરાતના હોર્ડિંગ્સ દેખાય તે માટે પબ્લિસીટી એજન્સીઓ ઘણીવાર વૃક્ષોનું આડેઘડ નિકંદન કાઢી નાંખે છે.. જેની સામે  અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને લાલ આંખ કરી છે તે આવકાર્ય છે .

આપણે જણાવી દઈએ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન બે પબ્લિસિટી એજન્સીઓ ચિત્રા અને ઝવેરીને વૃક્ષોના નિકંદન બદલ 50-50 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. 
આ બન્ને એજન્સીઓએ હોર્ડિંગ્સ માટે અનેક વૃક્ષોનું નિકંદન કાઢ્યું હોવાનું સામે આવ્યુ હતું. જેને પગલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તેમને દંડ ફટકારવામાં આવ્યો છે.

આ સાથે એએમસીએ બન્ને પબ્લિસીટી એજન્સીઓને 2 વર્ષ સુધી 2 હજાર વૃક્ષો પોતાના ખર્ચે ઉછેરવા માટે પણ આદેશ કર્યો છે. એએમસીના આદેશને પગલે પબ્લિસિટી એજન્સીઓમાં ફફડાડ ફેલાઇ ગયો છે. એએમસીએ આપેલી 

માહિતી અનુસાર ઝવેરી એન્ડ કંપનીએ 512 અને ચિત્રા પબ્લિસિટીએ 24 વૃક્ષ કાપી નાખતાં મ્યુનિ.ની કાર્યવાહી કરવામાં 
આવી હતી . જાહેરાતના હોર્ડિંગ્સ લોકો જોઈ શકે તે માટે બે એજન્સીએ 536 ઝાડ કાપ્યાં, તંત્રએ રૂ.1 કરોડનો દંડ બંને પાસેથી છોડ વાવી ઉછેરવાનો ખર્ચ પણ વસૂલ કરવામાં આવશે.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રાજનૈતિક

મોદી મેજીકે મમતાના સૂપડા સાફ કરી દીધા ,પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ૧૫ વર્ષના શાસનના યુગનો અંત.

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ગુજરાતના ત્રણ તાલુકામાં ભર ઉનાળે વરસાદ પડ્યો હતો. સવારના પહોરમાં જ 1 ઇંચ સુધી વરસાદ ખાબક્યો.