હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

જુઓ AMCનો સૌથી મોટો લાંચીયો AMCનો આસિસ્ટન્ટ ટી.ડી.ઓને રંગેહાથ છટકામાં ઝડપ્યો રૂા.૨૦ લાખની લાંચ લેતાં ઝડપાયો લાંચીયો એન્ટી કરપ્શન બ્યુરોના છટકામાં ઝડપાયો

Posted 2 years ago with 30 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: આરોપીઓને આજે બપોરે આશ્રમ રોડ પર આવેલી એક ઓફિસમાંથી ઝડપી લેવામાં આવ્યા હતા.

જુઓ AMCનો સૌથી મોટો લાંચીયો AMCનો આસિસ્ટન્ટ ટી.ડી.ઓને રંગેહાથ છટકામાં ઝડપ્યો રૂા.૨૦ લાખની લાંચ લેતાં ઝડપાયો લાંચીયો એન્ટી કરપ્શન બ્યુરોના છટકામાં ઝડપાયો
1/1

જુઓ AMCનો સૌથી મોટો લાંચીયો AMCનો આસિસ્ટન્ટ ટી.ડી.ઓને રંગેહાથ છટકામાં ઝડપ્યો રૂા.૨૦ લાખની લાંચ લેતાં ઝડપાયો લાંચીયો એન્ટી કરપ્શન બ્યુરોના છટકામાં ઝડપાયો કોર્પોરેશનનો અધિકારી 

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, વિરાટનગર ખાતે ફરજ બજાવતા આસિસ્ટન્ટ ટી.ડી.ઓ. (ટાઉન ડેવલોપમેન્ટ ઓફિસર) હર્ષદભાઈ મોહનલાલ ભોજક અને પ્રજાજન આશિષ કનૈયાલાલ પટેલને ACB એ રૂા.૨૦ લાખની લાંચ લેતાં ઝડપી પાડ્યા 

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના એક વરિષ્ઠ અધિકારી અને પ્રજાજન આશિષને એન્ટી કરપ્શન બ્યુરો (ACB)એ 20 લાખ રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યા છે.આરોપીઓમાં AMCના આસિસ્ટન્ટ ટાઉન ડેવલપમેન્ટ ઓફિસર (ATDO) હર્ષદભાઇ મનહરલાલ ભોજક અને પ્રજાજન આશિષ કનૈયાલાલ પટેલનો સમાવેશ થાય છે. બંને આરોપીઓને આજે બપોરે આશ્રમ રોડ પર આવેલી એક ઓફિસમાંથી ઝડપી લેવામાં આવ્યા હતા.

ACB અધિકારીઓના જણાવ્યા અનુસાર, ફરિયાદીની વડીલોપાર્જિત જમીન પર બનાવેલા મકાનો અને દુકાનો AMC દ્વારા તોડી પાડવામાં આવ્યા હતા. ફરિયાદી અને ભાડૂઆતોને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવા માટે, આરોપી ભોજકે પ્રથમ 50 લાખ રૂપિયાની માંગણી કરી હતી, જે પછીથી 20 લાખ રૂપિયા સુધી ઘટાડવામાં આવી હતી.

ફરિયાદીએ ACBનો સંપર્ક કર્યા બાદ, એક છટકું ગોઠવવામાં આવ્યું હતું. આરોપીઓએ ફરિયાદી સાથે લાંચની રકમ અંગે ચર્ચા કરી અને તેને સ્વીકારી લીધી હતી.

ACB અમદાવાદ ગ્રામ્યના પોલીસ ઇન્સ્પેક્ટર એન.એન. જાદવના નેતૃત્વ હેઠળ આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ACBના મદદનીશ નિયામકો કે.બી. ચુડાસમા અને એ.વી. પટેલે આ કાર્યવાહીનું સુપરવિઝન કર્યું હતું.

બંને આરોપીઓ વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ ચાલુ છે.આ ઘટના અમદાવાદ શહેરમાં ભ્રષ્ટાચાર વિરોધી અભિયાનને વેગ આપશે એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, ઇતિહાસ

કલાતીર્થ અને પ્રાગમહેલ ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમેં કચ્છનાં રાજવી રત્નો ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, ઇતિહાસ

કલાતીર્થ અને પ્રાગમહેલ ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમેં કચ્છનાં રાજવી રત્નો ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ

ગુજરાત, ઇવેન્ટ્સ, ધર્મ

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ મેમનગર ખાતે 80મા સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી

ગુજરાત, સોશિયલ મીડીયા, લાઈફ સ્ટાઈલ

Hästens Ahmedabad ખાતે CIIના યંગ ઈન્ડિયન્સ અમદાવાદ ચેપ્ટર માટે સ્લીપ સપા અને સાઉન્ડ હેયલીનગ સેશન