સમાચાર સારાંશ: કોઈના ઈશારે છેલ્લા દસ-બાર મહિનાથી દૂર કરવામાં આવતા ૭૦૦ જેટલા પાથરણાં બજારના શ્રમિકો ના પરિવાર આભ તૂટી પડ્યો હતો .
વર્તમાન મોંઘવારીમાં એક તરફ જીવણ જીવવું મુશ્કેલ છે તેવા સમયે અઠવાડિયા માં એક જ દિવસે ભરાતા ઐતિહાસિક હેરિટેજ રવિવારે (ગુર્જરી) બજારને સ્થાપીત હિતો માટે વગર વાંકે ટ્રાફિકને અડચણ ના બહાના હેઠળ કોઈના ઈશારે છેલ્લા દસ-બાર મહિનાથી દૂર કરવામાં આવતા ૭૦૦ જેટલા પાથરણાં બજારના શ્રમિકો ના પરિવાર આભ તૂટી પડ્યો હતો .
આ અંગે માનવ અધિકાર ગ્રુપના પ્રમુખ જ્યોર્જ ડાયસ અને વિક્ટોરિયા ગાર્ડન ગુર્જરી સેવા ટ્રસ્ટના પ્રમુખશ્રી અશોક કહાર આગેવાની હેઠળ ગાંધી ચિંધ્યા શાંત અને અહિંસક માર્ગે ન્યાય માટે આંદોલન કરવામાં આવ્યું હતું જેને સફળતા મળતા ઘણા મહિનાઓ બાદ શ્રમજીવીઓ ના ઘરે ચૂલો સળગતા શ્રમજીવીઓ ના ચહેરા ઉપર મલકાર-મુસ્કાન આવી હતી અને હર્ષ-ઉલ્લાસ ની લાગણી વ્યાપી છે .
ગરીબો વંચિતો અને શ્રમજીવોના ની રોજીરોટીના પ્રશ્નો ને વાચા આપવા બદલ પ્રેસ-મીડિયા કર્મીઓ તેમજ સાથ અને સહકાર આપનાર મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ-પદાધિકારીઓ નો હૃદય પૂર્વક શ્રમજીવો આભાર માને છે અને તેઓ હંમેશા તંદુરસ્ત નિરોગી, દીર્ઘાયુ બને અને એમના પરિવાર માં સુખ-શાંતિ સમૃદ્ધિ બને તે માટે પરમ કૃપાળુ પરમાત્મા ને રવિવારી બજાર ખાતે શ્રમજીઓ દ્વારા પ્રાર્થના યોજવામાં આવી હતી
1411માં અહેમદ બાદશાહે અમદાવાદ વસાવ્યુ હતુ, અને પ્રજાની સુવિધા માટે બજાર ભરવાનો વિચાર આવ્યો. એટલે 1414માં બજારની સ્થાપના કરી, આ બજાર ભદ્રથી ત્રણ દરવાજા સુધી ભરાતું હતું. સપ્તાહમાં એક વખત બજાર ભરાતું હતું.1414માં શરુઆત થઈ ત્યારે શુક્રવારે બજાર ભરાતું હતું, ત્યારબાદ 31 ઓગસ્ટ 1954 સુધી ભદ્રથી ત્રણ દરવાજા સુધી ગુજરી બજાર ભરાતું, ત્યારબાદ સાબરમતી નદીના તટમાં બજાર ભરાવાનું શરૂ થયું. હાલમાં રિવરફ્રન્ટમાં ગુજરી બજાર ભરાય છે.
રવિવારે ગુર્જરી બજારના ૭૦૦ જેટલા પાથરણાં રાબેતા મુજબ લાગતા શ્રમજીઓ ના ઘરે ચૂલો સળગતા હર્ષ-ઉલ્લાસની લાગણી વ્યાપી
તમને આ પણ ગમશે:


તમને આ પણ ગમશે:



