હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, દુનિયા, રમત-ગમત

અમેરિકાએ પાકિસ્તાનને સુપર ઓવરમાં હરાવીને મોટો અપસેટ સર્જ્યો .T20 વર્લ્ડ કપ 2024 ની 11મી મેચની સુપર ઓવરમાં પાકિસ્તાનની હાર

Posted 2 years ago with 70 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: અમેરિકાએ પાકિસ્તાનને સુપર ઓવરમાં હરાવીને મોટો અપસેટ સર્જ્યો

અમેરિકાએ પાકિસ્તાનને સુપર ઓવરમાં હરાવીને મોટો અપસેટ સર્જ્યો .T20 વર્લ્ડ કપ 2024 ની 11મી મેચની સુપર ઓવરમાં પાકિસ્તાનની હાર
1/2
અમેરિકાએ પાકિસ્તાનને સુપર ઓવરમાં હરાવીને મોટો અપસેટ સર્જ્યો .T20 વર્લ્ડ કપ 2024 ની 11મી મેચની સુપર ઓવરમાં પાકિસ્તાનની હાર
2/2

અમેરિકાએ પાકિસ્તાનને સુપર ઓવરમાં હરાવીને મોટો અપસેટ સર્જ્યો .T20 વર્લ્ડ કપ 2024 ની 11મી મેચની સુપર ઓવરમાં પાકિસ્તાનની હાર 

T20 વર્લ્ડ કપ 2024 ની 11મી મેચ અમેરિકા (USA) અને પાકિસ્તાન વચ્ચે ડલાસના ગ્રાન્ડ પ્રેરી સ્ટેડિયમમાં રમાઈ હતી. જેમાં અમેરિકાએ પાકિસ્તાનને સુપર ઓવરમાં હરાવીને મોટો અપસેટ સર્જ્યો હતો. 

ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કરતા પાકિસ્તાને 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 159 રન બનાવ્યા હતા. સ્કોરનો પીછો કરવા ઉતરેલી અમેરિકન ટીમ પણ 20 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને 159 રન બનાવી શકી હતી. આ પછી સુપર ઓવર રમાઈ હતી.સુપર ઓવરમાં જંગ જામ્યો હતો.

સુપર ઓવરમાં અમેરિકા તરફથી એરોન જોન્સ અને હરમીત સિંહ બેટિંગ કરવા આવ્યા હતા. બંનેએ 18 રન બનાવ્યા અને પાકિસ્તાનને 19 રનનો ટાર્ગેટ આપ્યો. આ પછી 19 રનનો ટાર્ગેટ હાંસલ કરવા ઉતરેલી પાકિસ્તાનની ટીમ 6 બોલમાં 13 રન જ બનાવી શકી હતી. સુપર ઓવરમાં પાકિસ્તાન તરફથી ઈફ્તિખાર અહેમદ અને ફખર ઝમાન બેટિંગ કરવા આવ્યા હતા, જ્યારે અમેરિકા તરફથી સૌરભ નેત્રાવલકરે બોલિંગ કરી હતી.

અહેવાલ અનુસાર, મેચ હાર્યા બાદ પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે કહ્યું કે તે સ્થિતિનું મૂલ્યાંકન કરવામાં નિષ્ફળ રહ્યો. અમેરિકાએ મેચમાં અમારા કરતા સારી બોલિંગ અને બેટિંગ કરી હતી. તેણે કહ્યું કે પ્રથમ બેટિંગ કરતી વખતે અમે પ્રથમ 6 ઓવરમાં સારું પ્રદર્શન કરી શક્યા ન હતા. સતત 2 વિકેટ પડવાને કારણે બેક ફૂટ પર આવ્યા. મેચ બાદ બાબરે કહ્યું કે અમારા સ્પિનરો પણ વચ્ચેની ઓવરોમાં વિકેટ નહોતા લઈ શક્યા જે મોંઘુ પડ્યું. 

ઉલ્લેખનીય છે કે ભારત સામેની મેચ પહેલા અમેરિકા 2 મેચમાં 2 જીત સાથે ગ્રુપ Aમાં ટોપ પર પહોંચી ગયું છે. અમેરિકાએ તેની પ્રથમ મેચમાં કેનેડાને 7 વિકેટે હરાવ્યું હતું. પાકિસ્તાનની આગામી મેચ 9 જૂને ભારત સામે છે. જ્યારે 12 જૂને અમેરિકા ભારત સામે ટકરાશે.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

ગુજરાત, સામાજીક, કલા અને સંસ્કૃતિ

કલાતીર્થનો ભગીરથ પ્રયાસ: સંખેડાની કાષ્ઠકલા-કસબ અને લાખકામ ઉદ્યોગનું અનન્ય દસ્તાવેજીકરણ સાથે અભૂતપૂર્વ ગ્રંથ.

બ્રેકિંગ ન્યૂઝ, ભારત

સોનમ વાંગચુકની હડતાળ ચાલુ રહેશે: સારવાર અંગે તેમની પત્ની ગીતાંજલિને સફદરજંગ હોસ્પિટલ પર ભરોસો નથી.