હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, વેપાર

અમેરિકન શોર્ટ સેલર ફર્મ ‘હિંડનબર્ગ રિસર્ચ’ ફરી સમાચારમાં હિંડનબર્ગ ફરી મેદાને પડ્યું છે નિશાના પર છે ભારતના માર્કેટ રેગ્યુલેટર ‘સેબી’ના ચીફ માધબી પુરી બુચ અને એમના પતિ ધવલ બુચ

Posted 2 years ago with 125 views

Story by Team Samachar Sathe | 4 mins read

સમાચાર સારાંશ: હિંડનબર્ગ રિસર્ચ ફર્મ સ્ટોક માર્કેટ, ઇક્વિટી, ક્રેડિટ અને ડેરિવેટિવ્સ પર સંશોધન કરે છે અને કોઈ કંપની ગેરરિતી આચરતી હોય તો એનો રિપોર્ટ દુનિયા સામે રજૂ કરવાનું કામ કરે છે

અમેરિકન શોર્ટ સેલર ફર્મ ‘હિંડનબર્ગ રિસર્ચ’ ફરી સમાચારમાં હિંડનબર્ગ ફરી મેદાને પડ્યું છે નિશાના પર છે ભારતના માર્કેટ રેગ્યુલેટર ‘સેબી’ના ચીફ માધબી પુરી બુચ અને એમના પતિ ધવલ બુચ
1/1

અમેરિકન શોર્ટ સેલર ફર્મ ‘હિંડનબર્ગ રિસર્ચ’ ફરી સમાચારમાં હિંડનબર્ગ ફરી મેદાને પડ્યું છે નિશાના પર છે ભારતના માર્કેટ રેગ્યુલેટર ‘સેબી’ના ચીફ માધબી પુરી બુચ અને એમના પતિ ધવલ બુચ 

અમેરિકન શોર્ટ સેલર ફર્મ ‘હિંડનબર્ગ રિસર્ચ’ ફરી સમાચારમાં છે. વર્ષ 2023માં હિંડનબર્ગે ભારતના અબજોપતિ ગૌતમ અદાણી પર આરોપ લગાવતો રિપોર્ટ જાહેર કર્યો હતો. એમાં લખ્યું હતું કે, ‘વિશ્વના ત્રીજા ક્રમના સૌથી ધનિક વ્યક્તિ એવા ગૌતમ અદાણી કોર્પોરેટ ઇતિહાસમાં સૌથી મોટું ફ્રોડ કરી રહ્યા છે. 

અદાણીએ પોતાની કંપનીઓના શેરના ભાવમાં ચેડા કર્યા છે. એમના શેરની વાસ્તવિક વેલ્યૂ કરતા 85 ટકા સુધી ભાવ વધારવામાં આવ્યા છે. અદાણીના સ્વજનો વિદેશમાં શેલ કંપનીઓ ચલાવીને મની લોન્ડરિંગ કરે છે.’ 

આ રિપોર્ટને કારણે અદાણીના શેરોમાં કડાકો બોલી ગયો હતો અને તેઓ ટોચના 30 અબજપતિઓની યાદીમાંથી પણ બહાર થઈ ગયા હતા. એ સમયે ભારતના લોકો હિંડનબર્ગના નામ અને કામથી પરિચિત થયા હતા. હવે, લગભગ 18 મહિના પછી, હિંડનબર્ગ ફરી મેદાને પડ્યું છે. આ વખતે એના નિશાના પર છે ભારતના માર્કેટ રેગ્યુલેટર ‘સેબી’ના ચીફ માધબી પુરી બુચ અને એમના પતિ ધવલ બુચ 

10 ઓગસ્ટ, શનિવારની સાંજે જાહેર કરાયેલા રિપોર્ટમાં હિંડનબર્ગે લખ્યું છે કે, ‘બર્મુડા અને મોરેશિયસ જેવા ટેક્સ હેવન દેશોમાં અદાણી પરિવારનું જે ભંડોળ પડ્યું છે એમાં સેબીના ચેરપર્સન માધબી પુરી બુચ અને એમના પતિ ધવલ બુચનો પણ હિસ્સો છે. એટલા માટે જ અદાણી દ્વારા આચરવામાં આવેલી ગેરરિતીઓ વિશેના નિંદાત્મક હિંડનબર્ગ અહેવાલ જાહેર કરાયાને 18 મહિના વિતી ચૂક્યા હોવા છતાં સેબીએ અદાણી વિરુદ્ધ પગલાં લેવામાં કોઈ રસ નથી બતાવ્યો.

હિંડનબર્ગ રિસર્ચ’એ અમેરિકન ઇન્વેસ્ટમેન્ટ રિસર્ચ ફર્મ છે, જેની સ્થાપના વર્ષ 2017 માં નાથન એન્ડરસન દ્વારા થઈ હતી. ન્યુ જર્સીના માન્ચેસ્ટર ટાઉનશિપમાં 6 મે, 1937ના રોજ હિંડનબર્ગ એરશિપ દુર્ઘટનાગ્રસ્ત થયું હતું, જેમાં 36 લોકો માર્યા ગયા હતા. નાથનનું માનવું છે કે એ ‘માનવસર્જીત’ દુર્ઘટના ટાળી શકાય એવી હતી. વર્તમાન જગતમાં એવી માનવસર્જીત કોર્પોરેટ છેતરપિંડી અને ગેરરીતિને ઊઘાડા પામવાની નેમ હોવાથી નાથને એની ફર્મને હિંડનબર્ગનું નામ આપ્યું છે. 

હિંડનબર્ગ રિસર્ચ ફર્મ સ્ટોક માર્કેટ, ઇક્વિટી, ક્રેડિટ અને ડેરિવેટિવ્સ પર સંશોધન કરે છે અને કોઈ કંપની ગેરરિતી આચરતી હોય તો એનો રિપોર્ટ દુનિયા સામે રજૂ કરવાનું કામ કરે છે. એ શોધવાની કોશિશ કરે છે કે, શું શેરબજારમાં નાણાની ખોટી રીતે ઉપયોગ થઈ રહ્યો છે? શું મોટી કંપનીઓ પોતાના ફાયદા માટે તેમના ખાતાઓનું ગેરવ્યવસ્થાપન કરી રહી છે? શું કોઈ કંપની પોતાના ફાયદા માટે શેરબજારમાં તેના શેર પર ખોટી રીતે સટ્ટો લગાવીને અન્ય કંપનીઓને નુકસાન પહોંચાડી રહી છે? આવા મુદ્દાઓ પર સંપૂર્ણ સંશોધન કર્યા પછી હિંડનબર્ગ વિગતવાર અહેવાલ તૈયાર કરે છે અને તેને પ્રકાશિત કરે છે.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, ઇતિહાસ

કલાતીર્થ અને પ્રાગમહેલ ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમેં કચ્છનાં રાજવી રત્નો ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, ઇતિહાસ

કલાતીર્થ અને પ્રાગમહેલ ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમેં કચ્છનાં રાજવી રત્નો ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ

ગુજરાત, ઇવેન્ટ્સ, ધર્મ

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ મેમનગર ખાતે 80મા સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી

ગુજરાત, સોશિયલ મીડીયા, લાઈફ સ્ટાઈલ

Hästens Ahmedabad ખાતે CIIના યંગ ઈન્ડિયન્સ અમદાવાદ ચેપ્ટર માટે સ્લીપ સપા અને સાઉન્ડ હેયલીનગ સેશન