હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ભારત, ગુજરાત

મધ્યમ વર્ગ માટે કમરતોડ મોંઘવારી વચ્ચે ભાવવધારાનો વધુ એક બોજ અમૂલે દૂધના ભાવમાં પ્રતિ લીટરે રૂપિયાનો 2 નો વધારો કર્યો મધ્યમ વર્ગનું બજેટ વધારે ખોરવાયું

Posted 2 years ago with 65 views

Story by Team Samachar Sathe | 4 mins read

સમાચાર સારાંશ: ભાવ વધારો અમદાવાદ, ગાંધીનગર, ભરૂચ, સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત, ખેડા, આણંદ, પંચમહાલ, નર્મદા જિલ્લામાં લાગુ રહેશે

મધ્યમ વર્ગ માટે કમરતોડ મોંઘવારી વચ્ચે ભાવવધારાનો વધુ એક બોજ અમૂલે દૂધના ભાવમાં પ્રતિ લીટરે રૂપિયાનો 2 નો વધારો કર્યો  મધ્યમ વર્ગનું બજેટ વધારે ખોરવાયું
1/1

મધ્યમ વર્ગ માટે કમરતોડ મોંઘવારી વચ્ચે ભાવવધારાનો વધુ એક બોજ અમૂલે દૂધના ભાવમાં પ્રતિ લીટરે રૂપિયાનો 2 નો વધારો કર્યો દૂધના ભાવમાં વધારો થતાં મધ્યમ વર્ગનું બજેટ વધારે ખોરવાયું 


મધ્યમ વર્ગ માટે કમરતોડ મોંઘવારી વચ્ચે ભાવવધારાનો વધુ એક બોજ આવ્યો છે. અમૂલે દૂધના ભાવમાં પ્રતિ લીટરે રૂપિયાનો 2 નો વધારો કર્યો છે. 3 જૂનથી લાગુ થયેલો આ ભાવ વધારો અમદાવાદ, ગાંધીનગર, ભરૂચ, સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત, ખેડા, આણંદ, પંચમહાલ, નર્મદા જિલ્લામાં લાગુ રહેશે. ભાવ વધારાને પગલે અમૂલ ગોલ્ડ 500 મિલી માટે રૂપિયા 32ને સ્થાને રૂપિયા 33 જ્યારે 1 લીટર માટે રૂપિયા 64ને સ્થાને રૂપિયા 66 ચૂકવવા પડશે

અમૂલ દૂધના ભાવમાં છેલ્લે ગત વર્ષે 1 એપ્રિલના વધારો કરવામાં આવ્યો હતો. એ વખતે 500 મિલી અમૂલ ગોલ્ડનો ભાવ રૂપિયા ૩૧ થી વધારીને રૂપિયા ૩૨ કરાયો હતો. આમ, શાકભાજી બાદ હવે દૂધના ભાવમાં વધારો થતાં મધ્યમ વર્ગનું બજેટ વધારે ખોરવાયું છે. અમૂલ દૂધમાં થયેલા આ ભાવ વધારા માટે ઉત્પાદન ખર્ચમાં થયેલા વધારાનું કારણ ફેડરેશન દ્વારા દર્શાવાયું છે. કૂદકેને ભૂસકે વધતી મોંઘવારી વચ્ચે દૂધની કિંમતમાં થયેલા વધારાએ મધ્યમ વર્ગ અને સામાન્ય વર્ગના રોષની અગ્નિમાં ઘી ઉમેરવાનું કામ કર્યું છે. 

અમૂલ ટી સ્પેશિયલ 1 લીટર માટે રૂપિયા 60ને સ્થાને રૂપિયા 62 જ્યારે અમૂલ શક્તિનો 500 મિલીનો ભાવ રૂપિયા 29ને સ્થાને રૂપિયા 30 થઇ ગયો છે. અમૂલ ગાયના 500 મિલી દૂધની કિંમત રૂપિયા 27 થી વધીને રૂપિયા 28 જ્યારે અમૂલ તાજાની 1 લીટરની કિંમત રૂપિયા ૫૨થી વધીને રૂપિયા 54 થઇ ગઇ છે. ભેંસના દૂધની કિંમતમાં રૂપિયા 3નો વધારો થયો છે. ભેંસના દૂધની 1 લીટરની કિંમત રૂપિયા 68 હતી અને તે હવે વધીને 71 થઇ છે. દૂધની કિંમતમાં વધારો થતાં હવે આગામી દિવસોમાં ચા-કોફી, મીઠાઇ, દૂધની વિવિધ બનાવટોની કિંમતના ભાવમાં પણ વધારો ઝીંકવામાં આવશે તેમ મનાઇ રહ્યું છે. અલબત્ત સાગર સ્કિમડ મિલ્કમાં કોઇ પ્રકારનો ભાવ વધારો કરાયો નથી. 

ગુજરાત કો ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશને એક યાદીમાં જણાવ્યું છે કે, 'દૂધના પરિવહનની કિંમતમાં થયેલા વધારાને પગલે ભાવમાં વધારો કરવો પડયો છે. સાધારણ ફૂગાવા કરતાં પણ આ ભાવ વધારો ઓછો છે. ફેબુ્રઆરી ૨૦૨૩ બાદ અમૂલ દ્વારા મુખ્ય માર્કેટમાં કોઇ જ વધારો કરાયો નથી. ' 

ઉલ્લેખનીય છે કે, 1 જૂને જ 'રાષ્ટ્રીય દૂધ દિવસ' ની ઉજવણી કરવામાં આવી હતી. જેના ૨૪ કલાકમાં જ દૂધની કિંમતમાં ભાવ વધારો કરાયો છે. ગુજરાતમાં પ્રતિ દિવસે 319 લાખ મીટર દૂધનું ઉત્પાદન થાય છે. તેનું માથા દીઠ ઉત્પાદન 6.75 ગ્રામ છે. પ્રતિ વર્ષે સૌથી વધુ ઉત્પાદનમાં ઉત્તર પ્રદેશ 3.62 કરોડ લીટર ટન સાથે મોખરે, રાજસ્થાન 3.33 લાખ કરોડ સાથે બીજા, મધ્ય પ્રદેશ 2.01 લાખ કરોડ ટન સાથે ત્રીજા જ્યારે ગુજરાત 1.72 કરોડ ટન ઉત્પાદન સાથે ચોથા સ્થાને છે.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

ગુજરાત, સામાજીક, કલા અને સંસ્કૃતિ

કલાતીર્થનો ભગીરથ પ્રયાસ: સંખેડાની કાષ્ઠકલા-કસબ અને લાખકામ ઉદ્યોગનું અનન્ય દસ્તાવેજીકરણ સાથે અભૂતપૂર્વ ગ્રંથ.

બ્રેકિંગ ન્યૂઝ, ભારત

સોનમ વાંગચુકની હડતાળ ચાલુ રહેશે: સારવાર અંગે તેમની પત્ની ગીતાંજલિને સફદરજંગ હોસ્પિટલ પર ભરોસો નથી.