સમાચાર સારાંશ: અમદાવાદની એપોલો ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા અનોખો પ્રયોગ કરવામાં આવ્યો. બાળકોએ બનાવેલા ચિત્રોનું પ્રદર્શન તો ખરુજ પણ સાથે માતા-પિતા પણ પોતાની કલા પ્રદર્શિત કરી શકે તેહેતુ થી આમંત્રિત કરવામાં આવ્યા અને શાળાના પરિસરમાં વિષય પ્રમાણે ચિત્રોનું મૌલિક સર્જન કર્યું.
અમદાવાદ એપોલો ઇન્ટરનેશનલ સ્કૂલમાં બાળકો સાથે માતા પિતા પણ બન્યા ચિત્રકાર .સમાજને સંદેશો આપતા અદભુત ચિત્રોનું સર્જન કરતા વિદ્યાર્થીઓ
અમદાવાદની એપોલો ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા અનોખો પ્રયોગ

અમદાવાદ એપોલો ઇન્ટરનેશનલ સ્કૂલમાં આર્ટ એકજીબિશન યોજાયું બાળકોના ચિત્રો ઉપરથી તેમની લાગણી અને સમજનો ખ્યાલ આવે છે તે જે ચિત્ર દોરે છે તેમાં તેની માનસિકતા અને કલ્પના શક્તિ પ્રગટ થાય છે. અમદાવાદની એપોલો ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા અનોખો પ્રયોગ કરવામાં આવ્યો. બાળકોએ બનાવેલા ચિત્રોનું પ્રદર્શન તો ખરુજ પણ સાથે માતા-પિતા પણ પોતાની કલા પ્રદર્શિત કરી શકે તેહેતુ થી આમંત્રિત કરવામાં આવ્યા અને શાળાના પરિસરમાં વિષય પ્રમાણે ચિત્રોનું મૌલિક સર્જન કર્યું.
શાળાના આચાર્યએ જણાવ્યું કે શિક્ષણ સાથે સહ અભ્યાસિક પ્રવૃત્તિ અને ઇત્તર પ્રવૃત્તિમાં વિવિધ કલાઓમાં ચિત્રકલા પણ સામેલ થઇ.
બાળકોએ જે જોયું છે તે દોરવા તેને પ્રેરણા મળે છે. નાના બાળકોની રંગીન દુનિયામાં વિવિધ કલરોનું વિશેષ મહત્વ છે. 8 વર્ષ સુધીના બાળકોને રંગ, આકારો, રમકડાં, વાર્તા, બાલ ગીતો, સંગીત, રમત-ગમત બહુ જ ગમે છે, અને આ માધ્યમો થકી જ તેનો વિકાસ ઝડપી થાય છે. આજના શિક્ષણમાં કલા શિક્ષણ અગત્યનો પાયો છે.
એપોલો ઇન્ટરનેશનલ સ્કૂલમાં બાળકોને પ્રોત્સાહન આપવા તેમના ચિત્રોને શાળાના પરિસરમાં આર્ટ ગેલેરી બનાવવામાં આવી જેમાં 700 થી વધુ ચિત્રો અલગ અલગ વિષય પર સર્જન થયા હતા તે પ્રદર્શિત કરવામાં આવ્યા . અહી બાળકોએ દોરેલા ચિત્રો તેના વ્યક્તિત્વ સાથે તેની ઇચ્છા પણ દર્શાવે છે.
બાળકોના ચિત્રો ઉપરથી તેની લાગણી અને તેની સમજનો ચિતાર જોવા મળે છે. બાળકને ટ્રેસ મુક્ત આનંદ, ઉત્સાહ સાથે રહેવાનું ચિત્ર જ શીખવે છે. આંગળીઓની વિવિધ સ્કિલ ડેવલપમેન્ટ, કલરની પસંદગીને ચિત્ર બહાર કલર ન નીકળી જાય તેની તકેદારી જેવા વિવિધ ગુણ સાથે એકાગ્રતા અને દ્રષ્ટિ કેળવાય છે. બાળકોના ચિત્રો ભાઇબંધ છે તે તેને ઘણું શિખવે છે.
પોતાના સંતાનોને રૂચિ શેમા છે તે મા-બાપે પ્રથમ જાણવું જરૂરી છે. કલા એક મૌનની ભાષા છે. તમે નાના બાળકને જ્યારે કલર આપો ત્યારે તે આડા અવળા લીટા કરે છે અને જ્યારે તે પેપર વર્ક કરે છે ત્યારે તેના મગજમાં રહેલા વિચારોને પ્રગટ કરે છે. ડિજીટલ યુગમાં બાળકોને મૌલિક વિચાર પ્રગટ કરાવવાનો એક પ્રયાસ એપોલો ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા કરાવવામાં આવ્યો .
Ahmedabad at Apollo International School Along with children, parents also became painters.Students creating wonderful paintings that convey a message to the society A unique experiment by Apollo International School, Ahmedabad Ahmedabad at Apollo International School An art exhibition was held
તમને આ પણ ગમશે:


તમને આ પણ ગમશે:



