મુખૌટે ક્રિએટિવ આર્ટ ફાઉન્ડેશન દ્વારા નવોદિતકલાકારોને મંચ મળી રહે સાથે જુનિયર અને સિનિયર આર્ટિસ્ટની કલા એકસાથે એક જ જગ્યાએ રજુ થાય તે પ્રયાસ
મુખૌટે ક્રિએટિવ આર્ટ ફાઉન્ડેશન,અમદાવાદ,લલિતકલા, કલાકારો અને હસ્તકલાને પ્રોત્સાહન આપવા માટે બનાવવામાં આવ્યું છે, તેમની કુશળતા પ્રદર્શિત કરવામાટે તેમને યોગ્ય પ્લેટફોર્મ આપવા માટે તે “કોઈ નફો નહીં, નુકસાન નહીં” પર કામ કરે છે અને લલિતકલા અને હસ્ત કલાને લગતી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપે છે.
તા. 9-05-2024 થી 15-05-2024 સુધી સમય:
સાંજે 4 :00 થી 8:00 જેમાં
કલાકારોની કૃતિ પ્રદર્શિત કરવામાં આવી છે.
સ્થળઃ- ૬/એ પહેલાં માળે સૂર્યોદય કોલોની, સરદાર પટેલ કોલોની સ્ટેડિયમ રોડ, નવરંગપુરા અમદાવાદ 380013.
કલાકારોને તેમનું કાર્ય પ્રદર્શિત કરવા અને તેમને વિશ્વભરમાં વિશાળ દર્શકો પ્રદાન કરવા માટે એક સાથે લાવવાનું એક નવીન સાહસ અને નમ્ર પ્રયાસ છે! પ્રદર્શનના મુખ્ય મહેમાનશ્રી શુજાત મિર્ઝા અને અતિથિ વિશેષ મુખૌટે ક્રિએટિવ આર્ટ ફાઉન્ડેશનના ટ્રસ્ટી શ્રીમતી કોકિલાબેન જી. પટેલના વરદ્ હસ્તે સાંજે 5:30 વાગે દીપ પ્રાગટ્ય કરી પ્રદર્શન ખુલ્લુ મુકવામાં આવશે.
મુખૌટે ક્રીએટીવ આર્ટ ફાઉન્ડેશન ના સ્થાપક અને જાણીતા આર્ટિસ્ટ નીલુ પટેલ એ જણાવ્યું હતું કે નવોદિત
કલાકારોને મંચ મળી રહે સાથે જુનિયર અને સિનિયર આર્ટિસ્ટ ની કલા એકસાથે એક જ જગ્યા એ રજુ થાય.
‘મુખૌટે-\"26\"નાં કલાકારોમાં ટ્રસ્ટી શ્રીમતી કોકિલાબેન જી. પટેલ (મુખૌટેના ટ્રસ્ટી )
નીલુ પટેલ (મુખૌટેના સ્થાપક),
અનુરૂપ કૌર ગિલ,બિપીન ધામેલ,
ગીતુ કપૂર,ગીરીશ પટેલ,હરીશ મકવાણા,જીનલ સાવલીયા,જ્યોતિ મહેતા,કેવિન વિપુલભાઈ શાહ,
નિલાક્ષી જોશી,શ્રેયા બી. શાહ,
શ્રુતિ સોની,સીમા જૈન,સ્મિતા કુલશ્રેષ્ઠ,ઉર્વિશા કોઠારી,વિનય પંડ્યા,વિરેન્દ્ર કુમાર -દિલ્હી,
યશ એચ ચૌહાણના કલાકારૌ એ પોતપોતાની આગવી શૈલીમાં તેમની કલાકૃતિ ઓ રજૂ કરેલ છે.
શ્રી મુકેશ પટેલ સાહેબ સલીમ સાહેબનું લાઈવ પોર્ટ્રેટ વોટરકલર મીડીયમમાં બનાવશે. આ પ્રદર્શનને નીહાળવા આપ સૌને આમંત્રણ છે.
વધુ વિગતો માટે આયોજક નીલુ પટેલ નો +91-9825752633(વોટ્સએપ)
પર સંપર્ક કરી શકાય છે. અથવા mukhoteartist@gmail.com પર ઈમેઈલ કરી શકાય છે.