સમાચાર સારાંશ: જય અંબેના નાદ થી ગુજી ઉઠ્યા છે અને પદયાત્રીઓ પણ છેલ્લા કેટલાય દિવસથી અનેક કિલોમીટર નુ અંતર કાપી મા ના દર્શને પહોચી રહ્યા છે
સાબરકાંઠા જીલ્લાનું અંબાજી એટલે ખેડબ્રહ્મા ખેડબ્રહ્મા તરફના દરેક માર્ગ પર મા અંબાના ભક્તોનો મહાસાગર ઉમટ્યો પોલીસ પણ યાત્રાળુઓની સેવામાં સતત ખડેપગે
સાબરકાંઠા જીલ્લાના રસ્તાઓ અત્યારે પદયાત્રીઓથી માનવ મહેરામણ ઉમટ્યો છે અને રસ્તાઓ માત્ર જય અંબેના નાદ થી ગુંજી રહ્યા છે ત્યારે પોલીસ પણ યાત્રાળુઓ ની સેવામાં લાગી છે.

ભાદરવી પુનમ ને લઈ રસ્તાઓ અત્યારે જય અંબેના નાદ થી ગુજી ઉઠ્યા છે અને પદયાત્રીઓ પણ છેલ્લા કેટલાય દિવસથી અનેક કિલોમીટર નુ અંતર કાપી મા ના દર્શને પહોચી રહ્યા છે ત્યારે ખેડબ્રહ્મા પોલીસ દ્રારા હાઈવે તો વન વે કરાયો છે લે ઉપરાંત હાઈવે પર ૬ થી વધુ ગાડીઓ દીવસ રાત દોડાવીને કોઈપણ યાત્રાળુઓ ને તકલીફ ન પડે તો આ ઉપરાંત તેમનો કોઈ સામાન ચોરાય નહિ તો વધુમાં અકસ્માત પણ ન સર્જાય તે માટે પેટ્રોલીંગ ઉપરાંત તેમના માટે વિસામાનુ પણ આયોજન કર્યુ છે તો ૧ પી આઈ, ૨ પી એસ આઈ સહિત ૨૦૦ થી વધુ પોલીસ અને હોમ ગાર્ડ ના જવાનો પણ તૈનાત કર્યા છે જેથી કોઈ અવ્યવસ્થા ન સર્જાય.
સાબરકાંઠા જીલ્લાનું અંબાજી એટલે ખેડબ્રહ્મા.... મહિષાસુરનાં વધ માટે માં અંબાએ અહી પોતાનું સક્ષાત સ્વરૂપ બતાવેલું...અહીંથી જ માતાજી ગબ્બર ખાતે ગયેલા અને ગબ્બરને પોતાનું નિવાસ સ્થાન બનાવેલું,...ત્યારે હાલમાં લાખો શ્રદ્ધાળુઓ માતાજીના સ્થાનકે માથું નમાવવા અનેકો કિલોમીટરની પદયાત્રા કરી નાના અંબાજી આવી રહ્યા છે અને અહીથી દર્શન કર્યા બાદ મોટા અંબાજી પ્રયાણ કરે છે તો અહિ ધજા ચઢાવવાનો અનેરો મહિમા છે .
સાબરકાંઠા જીલ્લાના માર્ગો હાલમાં જય અંબેના નાદથી ગુંજી રહ્યા છે... હજારો સંગો સાથે લાખો પદયાત્રીઓ માતાના ધામે ચાલતા જઈ રહ્યા છે..માં જગતજનનીનાં પાળે માથું નમાવીને ધન્યતા અનુભવવા માટે હૈયે હૈયું દળાય એટલી સંખ્યામાં ભક્તોનો અવિરત પ્રવાહ હાલમાં માતાજીના ધામમાં જઈ રહ્યો છે...એક લાયકા પ્રમાણે આ જગ્યાએ જ માતાજીએ વધ કરેલો મહિષાસુરનો.... મહિષાસુરનાં ત્રાસથી લોકોને બચાવવા માટે અહી જ માતાજીએ પોતાનું પ્રકટ સ્વરૂપ બનાવેલું....અને બાદમાં અહીંથી જ માતાજીની જ્યોત લઇ જવાયેલી ગબ્બરમાં એવી પણ લોક માનતા છે.અહી ભાદરવી પૂર્ણિમાના ૧૦ દિવસ અગાઉથી જ ભક્તોના સંઘો આવવાના શરુ થઇ જાય છે..
માત્ર ગુજરાત જ નહિ પણ રાજસ્થાન અને મહારાષ્ટ્રનાં લોકો પણ મોટી સંખ્યામાં અહી પદયાત્રા કરતા આવે છે...ત્યારે એક માન્યતા મુજબ મોટા અંબાજી જતા પહેલા અહી દર્શન અચૂક કરવા પડે છે...નહિ તો માતાજીની માનતા અધુરી જ રહે છે...
વળી, અહી ખેડબ્રહ્મામાં ધજા ચડાવવાનું પણ વિશેષ મહત્વ છે.... હજારોની સંખ્યામાં લોકો અહી ધજા ચડાવતા હોય છે....તો કોઈ અવ્યવસ્થા નાં સર્જાય એ માટે વહીવટી તંત્રે પણ પુરતી તકેદારી રાખી છે... ખાસ અહિ ધજા ચઢાવવા નુ અનેરુ મહત્વ છે અને જેથી ભક્તો મંદિર પ્રદક્ષિણા કરી જય અંબેના નાદ સાથે ધજા ચઢાવતા હોય છે..
તો માથે ગરબા લઈને તો ક્યારેક આળોટતા, કોઈ ધજાઓ સાથે વિવિધ સંઘ સાથે પણ અહી શ્રદ્ધાળુઓ આકરી બાધાઓ લઈને આવે છે...અને માતાજીની કૃપાથી ઈચ્છિત ફળ પ્રાપ્ત કરે છે....ખાસ કરીને સંતાનો માટે અહી મોટી સંખ્યામાં લોકો આવે છે... અને માતાજીની કૃપાથી તેમની ઈચ્છા પણ પૂરી જ થાય છે... તો કેટલાક લોકો તો બસ કોઈ જ માનતા નહિ પણ મનથી મા ના દર્શન કરવા માટે જ પગપાળા નીકળી જાય છે...
પાચસો કિલોમીટરથી પણ વધુ અંતર કાપીને અહી આવતા શ્રદ્ધાળુઓનો થાક મન દર્શન માત્રથી ઉતરી જાય છે....તો આસ્થા, ભક્તિ અને સેવાના ત્રિવેણી સંગમથી ભરાતો ભાદરવી પૂર્ણિમાનો મેળો સાચા અર્થમાં શ્રદ્ધાનો મેળો બની જાય છે.
તમને આ પણ ગમશે:


તમને આ પણ ગમશે:



