હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત, સામાજીક

ગુજરાતમાં રેપ ગેંગરેપની સનસનીખેજ ઘટનાઓમાં વધુ એક ઉમેરો થયો ચાર માસુમ બાળકી પર સીરીયલ રેપ: દુષ્કર્મીનું સનસનીખેજ જધન્ય ક્રુત્ય

Posted 1 year ago with 56 views

Story by Team Samachar Sathe | 4 mins read

સમાચાર સારાંશ: ૮ થી ૧૧ વર્ષની માસુમ બાળકીઓ પર સીરીયલ રેપની ઘટના બહાર આવતાં લોકોમાં ભારે આક્રોશ ફેલાઈ ગયો છે

ગુજરાતમાં રેપ ગેંગરેપની સનસનીખેજ ઘટનાઓમાં વધુ એક ઉમેરો થયો ચાર માસુમ બાળકી પર સીરીયલ રેપ: દુષ્કર્મીનું સનસનીખેજ જધન્ય ક્રુત્ય
1/2
ગુજરાતમાં રેપ ગેંગરેપની સનસનીખેજ ઘટનાઓમાં વધુ એક ઉમેરો થયો ચાર માસુમ બાળકી પર સીરીયલ રેપ: દુષ્કર્મીનું સનસનીખેજ જધન્ય ક્રુત્ય
2/2

ગુજરાતમાં રેપ ગેંગરેપની સનસનીખેજ ઘટનાઓમાં વધુ એક ઉમેરો થયો ચાર માસુમ બાળકી પર સીરીયલ રેપ: દુષ્કર્મીનું સનસનીખેજ જધન્ય ક્રુત્ય  

 ગુજરાતમાં રેપ ગેંગરેપની સનસનીખેજ ઘટનાઓમાં વધુ એક ઉમેરો થયો છે, ગુજરાત પોલિસના સબ સલામતના દાવાઓના ધજ્જીયા ઉડી રહ્યા છે. ખેડા જીલ્લાના વસો ગામમાં હવસખોર વિક્રુત માનસિકતા ધરાવતા શખ્સે પડોશમાં રહેતી ચાર માસુમ બાળકી પર દુષ્કર્મની ઘટનાનો પર્દાફાશ થતાં સનસનાટી મચી ગઈ છે. હવસખોર શખ્સની પોલિસે ધરપકડ કરી પુછપરછ હાથ ધરી છે. ૮ થી ૧૧ વર્ષની માસુમ બાળકીઓ પર સીરીયલ રેપની ઘટના બહાર આવતાં લોકોમાં ભારે આક્રોશ ફેલાઈ ગયો છે. 

ગુજરાતમાં રેપ ગેંગરેપની સનસનીખેજ ઘટનાઓમાં વધુ એક ઉમેરો થયો ચાર માસુમ બાળકી પર સીરીયલ રેપ: દુષ્કર્મીનું સનસનીખેજ જધન્ય ક્રુત્ય

ચાર માસુમ બાળકીઓ પર સીરીયલ રેપની ઘટનાની સનસનીખેજ વિગત એવી છે કે માતર તાલુકાના વસો ગામમાં એક માસુમ બાળકી પર પેઈન્ટીંગનું કામ કરતા ચંન્દ્રકાંત પટેલ નામના શખ્સે દુષ્કર્મ આચર્યું હતું. હવસખોર શખ્સે તેની પડોશમાં રહેતી ૮ થી ૧૧ વર્ષની ઉંમરની માસુમ બાળકીઓ પર દુષ્કર્મ આચર્યું હોવાનું બહાર આવતાં પોલિસ ચોંકી ઉઠી હતી. 

સનસનીખેજ વિગતો એવી પણ બહાર આવી હતી કે હવસખોર વિક્રુત માનશિકતા ધરાવતા ચંન્દ્રકાંતે બાળકીઓ સાથે દુષ્કર્મનો અશ્લીલ વિડિઓ પણ તેના મોબાઈલ ફોનમાં રેકોર્ડ કર્યા હોવાની શંકા છે, પોલિસે તેનો મોબાઇલ ફોન જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.

પેઈન્ટીંગ નું કામ કરતા ચંન્દ્રકાંત પટેલની હરકતો શંકાસ્પદ લાગી હતી. એટલે એક બાળકીની માતાએ તેની પુત્રીને ફોસલાવીને પુછપરછ કરતાં માસુમ બાળકીને ચોંકાવનારી વાત કરી હતી કે ચંન્દ્રકાંતે તેની સાથે દુષ્કર્મ કર્યું હતું. પુત્રીની દર્દનાક કથની સાંભળતાં જ તેની માતા ધ્રુજી ઉઠી હતી. રોષે ભરાયેલી પિડિતાની માતાએ તુરત જ ગામના લોકોને વાત કરતાં રોષે ભરાયેલા લોકોએ હવસખોર ને પકડી પુછપરછ કરી હતી.

આ દરમિયાન વસો પોલિસ એ ઘટનાની જાણ કરતાં પોલિસ ટીમ દોડી આવી હતી. ખેડા જિલ્લા એસપી એ પણ ઘટનાની ગંભીરતા દાખવી એલસીબી અને પોલિસ ટીમને તપાસ કરવા સૂચના આપી હતી.

આ દરમિયાન એવી ચોંકાવનારી વિગતો બહાર આવી હતી કે. હવસખોર અને વિક્રુત માનસિકતા ધરાવતો ચંન્દ્રકાંત છેલ્લા એક વર્ષથી અડોશ પડોશમાં રહેતી નાની બાળકીઓ ને ટાર્ગેટ બનાવતો હતો. માસુમ બાળકીઓને ચોકલેટ બિસ્કીટની લાલચ આપી બાળકીઓને તેના ઘરે લઈ જઈ દુષ્કર્મ આચરતો હતો.

છેલ્લા એકવર્ષ માં તેણે ચાર માસુમ બાળકીઓ પર દુષ્કર્મ આચર્યું હોવાનું બહાર આવ્યું છે. ખેડા જીલ્લા પોલિસે પોકસો એકટ ની જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. દુષ્કર્મીનો મોબાઈલ ફોન વધુ તપાસ માટે એફએસએલમાં મોકલી અપાશે. સાયન્ટિફિક એવીડન્સએકત્રીત કરવા માટે એફએસએલની મદદ લઇ પોલિસની જુદી જુદી ટીમો તપાસ કરી રહી છે.

સીરીયલ રેપની ઘટનાએ ખેડા જીલ્લામાં લોકોમાં ભારે રોષ આક્રોશ ફેલાવી દીધો છે. છેલ્લા એક વર્ષથી ચાર માસુમ બાળકી પર બળાત્કાર ગુજાર્યો હોવાનું બહારઆવ્યું છે. પોલિસની તપાસમાં હજુ પણ વધારે ચોંકાવનારી બાબતો બહાર આવે તેવી શક્યતા નકારી શકાય નહીં

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રાજનૈતિક

મોદી મેજીકે મમતાના સૂપડા સાફ કરી દીધા ,પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ૧૫ વર્ષના શાસનના યુગનો અંત.

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ગુજરાતના ત્રણ તાલુકામાં ભર ઉનાળે વરસાદ પડ્યો હતો. સવારના પહોરમાં જ 1 ઇંચ સુધી વરસાદ ખાબક્યો.