હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

અમદાવાદમાં વધુ એક Hit & Run, વિજય ચાર રસ્તા પાસે બસ ચાલકે યુવકને અડફેટે લીધો બાઈક સવાર યુવકે હેલમેટ પહેર્યું હોવા છતાં તેનું મૃત્યુ થયું

Posted 1 year ago with 12 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: ઘટના બન્યા બાદ ડ્રાયવર બસ મુકીને ફરાર થઈ ગયો હતો. ટ્રાફિક પોલીસે સીસીટીવીની મદદથી આરોપી કઈ તરફ ભાગ્યો તેને લઈ તપાસ હાથ ધરી

અમદાવાદમાં વધુ એક Hit & Run, વિજય ચાર રસ્તા પાસે બસ ચાલકે યુવકને અડફેટે લીધો બાઈક સવાર યુવકે હેલમેટ પહેર્યું હોવા છતાં તેનું મૃત્યુ થયું
1/2
અમદાવાદમાં વધુ એક Hit & Run, વિજય ચાર રસ્તા પાસે બસ ચાલકે યુવકને અડફેટે લીધો બાઈક સવાર યુવકે હેલમેટ પહેર્યું હોવા છતાં તેનું મૃત્યુ થયું
2/2

અમદાવાદમાં વધુ એક Hit & Run, વિજય ચાર રસ્તા પાસે બસ ચાલકે યુવકને અડફેટે લીધો

શહેરમાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના બની હતી. વિજય ચાર રસ્તા પાસે બસ ચાલકે બાઈક સવાર યુવકને અડફેટે લીધો હતો. બાઈક સવાર યુવકે હેલમેટ પહેર્યું હોવા છતાં તેનું મૃત્યુ થયું હતું. આજે સવારે વિજય ચાર રસ્તા પાસેથી ગાંધીનગરનો રહેવાસી રામચંદ્ર રાય નામનો યુવક બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો. તે સમયે એક ખાનગી બસ ફુલ ઝડપે આવી રહી હતી અને તેણે બાઈકચાલકને અડફેટે લેતા તે નીચે પટકાયો હતો. આ સમગ્ર બનાવમાં બાઈકચાલક નીચે પટકાતા તેનું મૃત્યુ નીપજ્યું હતું.

ઘટના બન્યા બાદ ડ્રાયવર બસ મુકીને ફરાર થઈ ગયો હતો. ટ્રાફિક પોલીસે સીસીટીવીની મદદથી આરોપી કઈ તરફ ભાગ્યો તેને લઈ તપાસ હાથ ધરી હતી. ઘટના બનતાની સાથે લોકોના ટોળા ઉમટી પડયા હતા. સ્થાનિ નિક પોલીસ અને ટ્રાફિક પોલીસની ટીમ બનાવના સ્થળે પહોંચી હતી. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે અકસ્માત થયો તે સમયે બસની સ્પીડ વધારે હતી. પોલીસે અકસ્માત સર્જી ફરાર ખાનગી બસના ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. આવા અકસ્માતો અમદાવાદમાં વાંરવાર બનતા હોય છે તેમ છતાં વાહન ચાલકો તેમના વાહનની સ્પીડને કાબુમાં રાખી શકતા નથી,ત્યારે જોવાનું એ રહ્યું કે આરોપીને પોલીસ કયારે ઝડપી પાડે છે.

હિટ એન્ડ રનના કેસમાં સજાની શું છે જોગવાઈ 

હિટ એન્ડ રન પર કરવામાં આવેલી આ નવી જોગવાઇ છે. આ અંતર્ગત રોડ પર હિટ એન્ડ રનની ઘટના બને તો વાહન ચાલકને 10 વર્ષની સજા થશે. આ ઉપરાંત તેને દંડ પણ ભરવો પડશે. હવે નવા નિયમ મુજબ જો કોઈ કાર અકસ્માત થાય અને પોલીસ પ્રશાસનને જાણ કર્યા વગર જ ડ્રાઈવર ઘટના સ્થળેથી ફરાર થઈ જાય તો તેને 10 વર્ષ સુધીની સજા થશે અને દંડ પણ ફટકારવામાં આવશે.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

ગુજરાત, સામાજીક, કલા અને સંસ્કૃતિ

કલાતીર્થનો ભગીરથ પ્રયાસ: સંખેડાની કાષ્ઠકલા-કસબ અને લાખકામ ઉદ્યોગનું અનન્ય દસ્તાવેજીકરણ સાથે અભૂતપૂર્વ ગ્રંથ.

બ્રેકિંગ ન્યૂઝ, ભારત

સોનમ વાંગચુકની હડતાળ ચાલુ રહેશે: સારવાર અંગે તેમની પત્ની ગીતાંજલિને સફદરજંગ હોસ્પિટલ પર ભરોસો નથી.