હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ભારત, ગુજરાત

અમદાવાદ વિમાન દુર્ઘટનાના પીડિત પરિવારોને છેતરપિંડીથી સાવધાન રહેવા અપીલ પાર્થિવ દેહ સોંપવાના નામે પૈસા માંગતા તત્વોથી સાવધાન રહેવા તંત્રની અપીલ

Posted 1 year ago with 30 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: અમદાવાદ સિવિલ હોસ્પિટલના એડિશનલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડૉ. રજનીશ પટેલે અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા દિવંગતોના પરિવારજનો માટે એક અત્યંત મહત્વપૂર્ણ અપીલ કરી છે.

અમદાવાદ વિમાન દુર્ઘટનાના પીડિત પરિવારોને છેતરપિંડીથી સાવધાન રહેવા અપીલ પાર્થિવ દેહ સોંપવાના નામે પૈસા માંગતા તત્વોથી સાવધાન રહેવા તંત્રની અપીલ
1/1

સિવિલ હોસ્પિટલ રાજ્ય સરકારનું એકમ, અહીં અપાતી સેવાઓ નિઃશુલ્ક : ડૉ. રજનીશ પટેલ

પાર્થિવ દેહ સોંપવાના નામે પૈસા માંગતા તત્વોથી સાવધાન રહેવા તંત્રની અપીલ 

અમદાવાદ વિમાન દુર્ઘટનાના પીડિત પરિવારોને છેતરપિંડીથી સાવધાન રહેવા અપીલ 

અમદાવાદ સિવિલ હોસ્પિટલના એડિશનલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડૉ. રજનીશ પટેલે અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા દિવંગતોના પરિવારજનો માટે એક અત્યંત મહત્વપૂર્ણ અપીલ કરી છે. 

તેમણે જણાવ્યું છે કે, દુઃખની આ ઘડીમાં કેટલાક તકસાધુ તત્વો પરિવારોની મજબૂરીનો લાભ ઉઠાવીને છેતરપિંડી કરવાનો પ્રયાસ કરી શકે છે, જે અંગે સૌએ સાવધ રહેવું અનિવાર્ય છે.

ડૉ. પટેલે સ્પષ્ટપણે જણાવ્યું કે, “અમદાવાદ સિવિલ હોસ્પિટલ એ ગુજરાત સરકારનું એકમ છે અને અહીં દર્દીઓને અપાતી તમામ આરોગ્ય સુવિધાઓ તેમજ અન્ય સેવાઓ સંપૂર્ણપણે નિઃશુલ્ક છે. હાલમાં ચાલી રહેલી પાર્થિવ દેહ સોંપવાની સંવેદનશીલ પ્રક્રિયા સહિત કોઈપણ કામગીરી માટે હોસ્પિટલ તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારનો ચાર્જ કે ફી વસૂલવામાં આવતી નથી.”

તેમણે પરિવારોને ચેતવણી આપતા ઉમેર્યું કે, “જો કોઈ પણ વ્યક્તિ તમને ફોન કરીને હોસ્પિટલના નામે પાર્થિવ દેહ સોંપવાની પ્રક્રિયા ઝડપી બનાવવા, કોઈ સુવિધા આપવા કે અન્ય કોઈ કારણોસર પૈસાની માંગણી કરે, તો તે ફોન કોલ સંપૂર્ણપણે ફ્રોડ અને બોગસ સમજવો. આવા લેભાગુ તત્વોથી સાવચેત રહેવા તમામ પરિવારોને અમારી નમ્ર અપીલ છે.

ખરી પ્રક્રિયા મુજબ, સિવિલ હોસ્પિટલના અધિકૃત કર્મચારીઓ દ્વારા જ નીચે જણાવેલા અધિકૃત મોબાઇલ નંબરો પરથી જ મૃતકોના પરિવારજનોનો સંપર્ક કરવામાં આવશે અને સંપૂર્ણ પ્રક્રિયામાં નિઃશુલ્ક મદદ કરવામાં આવશે.

અધિકૃત મોબાઇલ નંબરો:

 * 9429915911

 * 9429916096

 * 9429916118

 * 9429916378

 * 9429916608

 * 9429916622

 * 9429916682

 * 9429916758

 * 9429916771

 * 9429916875

તમામ પરિવારોને વિનંતી છે કે તેઓ માત્ર ઉપર જણાવેલા અધિકૃત નંબરો પરથી આવતા ફોન કોલને જ ધ્યાને લે અને કોઈ પણ અજાણ્યા વ્યક્તિ સાથે નાણાકીય વ્યવહાર ન કરે. હોસ્પિટલ તંત્ર પીડિત પરિવારોને દરેક પગલે સંપૂર્ણપણે નિઃશુલ્ક સહાય કરવા માટે કટિબદ્ધ છે.


advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

ગુજરાત, સામાજીક, કલા અને સંસ્કૃતિ

કલાતીર્થનો ભગીરથ પ્રયાસ: સંખેડાની કાષ્ઠકલા-કસબ અને લાખકામ ઉદ્યોગનું અનન્ય દસ્તાવેજીકરણ સાથે અભૂતપૂર્વ ગ્રંથ.

બ્રેકિંગ ન્યૂઝ, ભારત

સોનમ વાંગચુકની હડતાળ ચાલુ રહેશે: સારવાર અંગે તેમની પત્ની ગીતાંજલિને સફદરજંગ હોસ્પિટલ પર ભરોસો નથી.