હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ગુજરાતમાં નગરપાલિકાઓને અગ્નિશમન સાધનો-વાહનો ખરીદી માટે ૬૩ કરોડ રૂપિયાની ફાળવણીની સૈદ્ધાંતિક મંજુરી આપતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

Posted 1 year ago with 34 views

Story by Team Samachar Sathe | 4 mins read

સમાચાર સારાંશ: ૫૪ નગરપાલિકાઓ માટે ૭૧ ફાયર વ્હિકલ્સ એન્ડ ઇક્વિપમેન્ટસની ખરીદી જી.યુ.ડી.સી દ્વારા કરવામાં આવશે.

ગુજરાતમાં નગરપાલિકાઓને અગ્નિશમન સાધનો-વાહનો ખરીદી માટે ૬૩ કરોડ રૂપિયાની ફાળવણીની સૈદ્ધાંતિક મંજુરી આપતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
1/1

ગુજરાતમાં નગરપાલિકાઓને અગ્નિશમન સાધનો-વાહનો ખરીદી માટે ૬૩ કરોડ રૂપિયાની ફાળવણીની સૈદ્ધાંતિક મંજુરી આપતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

૫૪ નગરપાલિકાઓ માટે ૭૧ ફાયર વ્હિકલ્સ એન્ડ ઇક્વિપમેન્ટસની ખરીદી જી.યુ.ડી.સી દ્વારા કરવામાં આવશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલેનોરાજ્યમાં શહેરીકરણ અને ઔદ્યોગિકરણના વધતાં વ્યાપ સાથે વધી રહેલી ફાયર સેફ્ટીની જરૂરિયાતોને ધ્યાનમાં લઈને વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય

નગરપાલિકાઓને અગ્નિશમન સાધનો-વાહનો ખરીદી માટે ૬૩ કરોડ રૂપિયાની ફાળવણીની સૈદ્ધાંતિક મંજુરી

૫૪ નગરપાલિકાઓ માટે ૭૧ ફાયર વ્હિકલ્સ એન્ડ ઇક્વિપમેન્ટસની ખરીદી જી.યુ.ડી.સી દ્વારા કરવામાં આવશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની નગરપાલિકાઓમાં આકસ્મિક જરૂરી અગ્નિશમન વાહનો – સાધનો ફાયર વ્હિકલ્સ એન્ડ ઇક્વિપમેન્ટસ ખરીદી માટે કુલ ૬૩ કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવા સૈદ્ધાંતિક અનુમતિ આપી છે.

ગુજરાત દેશના વિકાસનું રોલમોડેલ સ્ટેટ છે અને તેના પરિણામ સ્વરૂપે રાજ્યમાં શહેરીકરણ અને ઔદ્યોગિકરણનો વ્યાપ દિન પ્રતિદિન વધી રહ્યો છે. એટલું જ નહીં, ફાયર સેફ્ટીની જરૂરિયાતો પણ વધી છે.

મુખ્યમંત્રી સમક્ષ આ સંદર્ભમાં પ્રજાકીય પ્રતિનિધિઓ અને સ્થાનિક અગ્રણીઓએ કરેલી રજૂઆતોનો સકારાત્મક પ્રતિસાદ આપતાં મુખ્યમંત્રીશ્રીએ સ્થાનિક શહેરી સત્તા તંત્ર તેમની પાસેના અદ્યતન ફાયર સેફ્ટી સાધનોથી સજ્જ રહે તેવા સલામતિ-સુરક્ષાના અભિગમથી આ રકમ સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી મંજૂર કરી છે. 

નગરપાલિકાઓની અગ્નિશમન વાહનો અને સાધનોની જરૂરીયાતો અનુસાર તેની ખરીદી ગુજરાત શહેરી વિકાસ કંપની(જી.યુ.ડી.સી.) કરીને સંબંધિત નગરપાલિકાઓને ફાળવણી કરશે. 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ હેતુસર નગરપાલિકાઓમાં ૧૮ મીની ફાયર ટેન્ડર, ૨૧ વોટર બાઉસર, ૨૯ વોટર કમ ફોમ ટેન્ડર અને ૨ ઈલેકટ્રીક રેસ્ક્યુ બોટ મળી નગરપાલિકાઓ માટે ૭૧ વાહનો ખરીદી માટે કુલ રૂ. ૬૩.૦૨ કરોડની ગ્રાન્ટ ફાળવવા સૈદ્ધાંતિક અનુમતિ આપી છે.  

રાજ્ય સરકારે ૨૦૨૦થી ૨૦૨૪ના વર્ષ દરમ્યાન નગરપાલિકાઓને ૮૫ વાહનો ફાળવેલા છે તથા અન્ય ૧૯ વાહનો ફાળવણીની પ્રક્રિયામાં છે. 

મુખ્યમંત્રીએ આ નગરપાલિકાઓને ફાળવનારા અગ્નિશમન વાહનોમાં જી.પી.એસ. ટ્રેકિંગ સીસ્ટમના ઉપયોગ તથા તેના ડેટાને સી.એમ. ડેશબોર્ડ સાથે લીંક કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.

 મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અગ્નિશમન વાહનો સાધનોની ખરીદી માટે માતબર નાણાં ફાળવણીની આપેલી આ સૈદ્ધાંતિક મંજુરીને પરીણામે નગરોમાં પ્રજાજીવનની જાનમાલ સુરક્ષા-સલામતી વધુ સુદ્રઢ અને સુનિશ્ચિત થશે.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રાજનૈતિક

મોદી મેજીકે મમતાના સૂપડા સાફ કરી દીધા ,પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ૧૫ વર્ષના શાસનના યુગનો અંત.

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ગુજરાતના ત્રણ તાલુકામાં ભર ઉનાળે વરસાદ પડ્યો હતો. સવારના પહોરમાં જ 1 ઇંચ સુધી વરસાદ ખાબક્યો.