હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ભારત, સિનેમા-TV અને OTT

પ્રખ્યાત બોલિવૂડ સંગીતકાર એ.આર. રહેમાનની (A.R. Rahman) અચાનક તબિયત લથડતા તેમને હોસ્પિટલમાં દાખલ ફેન્સ તેમની સ્વસ્થ થવાની કામના કરી રહ્યા છે

Posted 1 year ago with 10 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: પ્રાપ્ત વિગતો અનુસાર એ. આર. રહેમાનને સવારે 7.30 વાગ્યાની આસપાસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, ત્યારબાદ તેમના એન્જીયોગ્રાફી, ઇસીજી અને ઇકોકાર્ડિયોગ્રામ ટેસ્ટ કરવામાં આવ્યા હતા

પ્રખ્યાત બોલિવૂડ સંગીતકાર એ.આર. રહેમાનની (A.R. Rahman) અચાનક તબિયત લથડતા તેમને હોસ્પિટલમાં દાખલ  ફેન્સ તેમની સ્વસ્થ થવાની કામના કરી રહ્યા છે
1/1

અચાનક એ.આર. રહેમાનની તબિયત લથડતા ચેન્નાઈની ખાનગી હોસ્પિટલમાં દાખલ
ચેન્નાઈ: પ્રખ્યાત બોલિવૂડ સંગીતકાર એ.આર. રહેમાનની (A.R. Rahman) અચાનક તબિયત લથડતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમને અચાનક છાતીમાં દુખાવો થવાથી તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ તેમની સ્પેશિયલ ડૉક્ટરની ટીમ દ્વારા સારવાર ચાલી રહી છે. તેમના ફેન્સ તેમની સ્વસ્થ થવાની કામના કરી રહ્યા છે. 

છાતીના દુખાવાની હતી સમસ્યા
પ્રાપ્ત વિગતો અનુસાર એ. આર. રહેમાનને સવારે 7.30 વાગ્યાની આસપાસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, ત્યારબાદ તેમના એન્જીયોગ્રાફી, ઇસીજી અને ઇકોકાર્ડિયોગ્રામ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, એ.આર. રહેમાનને છાતીમાં હળવો દુખાવો થયો હતો, જેના પછી તેના પરિવાર અને નજીકના સંબંધીઓએ તાત્કાલિક સાવચેતી રાખી અને તેને હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ ડોકટરોની એક ટીમ તેમની સ્થિતિ પર નજર રાખી રહી છે અને તેમની સંપૂર્ણ તપાસ કરવામાં આવી રહી છે. 

પરિવારજનોએ કહ્યું હાલ હાલત સ્થિર
રહેમાનનાં પરિવારજનોએ જણાવ્યું હતું હાલ તેમની હાલત સ્થિર છે અને ડોક્ટરો તેમની સંપૂર્ણ તપાસ કરી રહ્યા છે જેથી ખાતરી કરી શકાય કે તેમના સ્વાસ્થ્યમાં કોઈ ગંભીર સમસ્યા નથી. જોકે હોસ્પિટલે હજુ સુધી તેમની સ્થિતિ વિશે કોઈ વિગતવાર માહિતી શેર કરી નથી, પરંતુ ટૂંક સમયમાં હોસ્પિટલ સત્તાવાર નિવેદન આપી શકે છે.


AR Rahman has been admitted to a private hospital in Chennai.
Chennai: Music maestro A.R. R. Rahman has been admitted to the hospital. He was immediately rushed to a private hospital after he complained of chest pain. He is currently being treated by a team of doctors. His fans are praying for his recovery.
He had chest pain 

AR Rahman was admitted to the hospital around 7.30 am, after which he underwent angiography, ECG and echocardiogram tests. According to sources, AR Rahman suffered a mild chest pain, after which his family and close relatives took immediate precautions and admitted him to the hospital. After being admitted to the hospital, a team of doctors is monitoring his condition and he is being thoroughly examined. 

Family members said his condition is stable.
Rahman's family said that his condition is stable and doctors are conducting a thorough check-up to ensure that there is no serious problem in his health. Although the hospital has not yet shared any detailed information about his condition, but soon the hospital can make an official statement.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રાજનૈતિક

મોદી મેજીકે મમતાના સૂપડા સાફ કરી દીધા ,પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ૧૫ વર્ષના શાસનના યુગનો અંત.

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ગુજરાતના ત્રણ તાલુકામાં ભર ઉનાળે વરસાદ પડ્યો હતો. સવારના પહોરમાં જ 1 ઇંચ સુધી વરસાદ ખાબક્યો.