સમાચાર સારાંશ: હરિયાણા ચૂંટણીમાં પક્ષને કોંગ્રેસ તરફથી ગઠબંધન ન મળતાં તમામ બેઠકો પર એકલા હાથે ચૂંટણી લડી હતી. પરંતુ હરિયાણામાં એક પણ બેઠક પર ખાતું ખોલાવી શક્યો નથી.
જામીન પર બહાર કેજરીવાલનો જાદુ અને ઝાડું હરિયાણામાં નિષ્ફળ રહ્યું હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં ખાતું ખોલવાના ફાંફા
અરવિંદ કેજરીવાલનો આપ પક્ષ હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં ખાતું ખોલવામાં પણ સફળ રહ્યો નથી. જામીન પર બહાર કેજરીવાલનો જાદુ અને ઝાડું હરિયાણામાં નિષ્ફળ રહ્યું.
દિલ્હીમાં 2013થી શાસન કરતાં આમ આદમી પાર્ટી(આપ)એ પંજાબમાં પણ સરકાર બનાવી છે. ત્યારબાદથી પક્ષે અનેક ચૂંટણીઓ લડી અને રાષ્ટ્રીય સ્તરનો પક્ષ બનાવ્યો. પરંતુ આ વખતે હરિયાણા ચૂંટણીમાં પક્ષને કોંગ્રેસ તરફથી ગઠબંધન ન મળતાં તમામ બેઠકો પર એકલા હાથે ચૂંટણી લડી હતી. પરંતુ હરિયાણામાં એક પણ બેઠક પર ખાતું ખોલાવી શક્યો નથી.
હરિયાણાની 90 બેઠકો પર ચૂંટણી લડનાર આપ પક્ષની અત્યાર સુધી એક પણ બેઠકમાં સરસાઈ જોવા મળી નથી. જે રાજ્યના તમામ લોકો દ્વારા પક્ષનો બહિષ્કાર દર્શાવે છે. મત ગણતરી શરુ થતાં કોંગ્રેસ બહુમત સાથે આગેકૂચ કરી રહ્યું હતું, પરંતુ 10 વાગ્યાથી બાજી પલટાઈ ગઈ હતી. ભાજપ મોટી સરસાઈ સાથે આગળ ચાલી રહ્યું છે.
દિલ્હી ચૂંટણી પર અસર થઈ શકે
આપની આ સ્થિતિ તેના માટે ચિંતાનું કારણ બની છે. અત્યંત વિશ્વાસ સાથે જામીન પર બહાર આવેલા કેજરીવાલે અનેક વચનો આપ્યા હોવા છતાં જનતાએ તેમના પ્રત્યે વિશ્વાસ દર્શાવ્યો ન હતો. જેની અસર થોડા સમય બાદ દિલ્હીમાં યોજાનારી ચૂંટણી પર થઈ શકે છે. આગામી વર્ષની શરુઆતમાં જ દિલ્હી વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. વર્તમાન સંજોગોને પગલે આપના નેતાઓ અને કાર્યકરોએ અથાગ મહેનત સાથે આગામી રણનીતિ ઘડવી પડશે.
Kejriwal fails to open account in Haryana Assembly polls fell down
Arvind Kejriwal's Aam Aadmi Party failed to open its account in the Haryana Assembly elections. Out on bail, Kejriwal's magic and broom failed in Haryana.
The Aam Aadmi Party (AAP), which has been ruling Delhi since 2013, has also formed a government in Punjab. Since then, the party contested several elections and formed a national level party. But this time, the party did not get an alliance from the Congress in the Haryana elections and contested all the seats alone. However, it failed to open its account in any of the seats in Haryana.
The AAP, which is contesting all 90 seats in Haryana, has not won a single seat so far. Which shows the boycott of the party by all the people of the state. As the counting of votes began, the Congress was leading with a majority, but by 10 o'clock the victory was reversed. BJP is leading with a huge margin.
It will have an impact on the Delhi elections.
Your situation is a cause for concern. Kejriwal, who came out on bail with a lot of confidence, did not show faith in the people despite making many promises. This will have an impact on the Delhi Assembly elections. The Delhi Assembly elections are due early next year. In view of the current circumstances, your leaders and workers will have to work tirelessly to formulate the next strategy.
તમને આ પણ ગમશે:


તમને આ પણ ગમશે:



