હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
ગુજરાત, કલા અને સંસ્કૃતિ, રંગોના તરંગો

વાપી ખાતે "અર્ચન" ,ગણેશજીનાં ચિત્રોનુ પ્રદર્શન યોજાયું . "વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયા"નો એવોર્ડ મેળવનાર ડૉ.આશાબેન ગાંધીએ ૧૨૫ દિવસમાં ૧૨૫ શ્રી ગણેશજીનાં ચિત્રોનુ કર્યું હતું સર્જન .

Posted 2 years ago with 504 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: પ્રદર્શન નાં પ્રારંભે જ રૂપિયા ૮૭,૦૦૦/- નાં ચિત્રોનું વેંચાણ થયું.

વાપી ખાતે
1/4
વાપી ખાતે
2/4
વાપી ખાતે
3/4
વાપી ખાતે
4/4

વાપી ખાતે "અર્ચન" ,ગણેશજીનાં ચિત્રોનુ પ્રદર્શન યોજાયું . "વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયા"નો એવોર્ડ મેળવનાર ડૉ.આશાબેન ગાંધીએ ૧૨૫ દિવસમાં ૧૨૫ શ્રી ગણેશજીનાં ચિત્રોનુ કર્યું હતું સર્જન . 

વાપી ખાતે

આજ રોજ સવારે ૧૧:૦૦ વાગે,"અર્ચન", ડૉ.આશાબેન ગાંધીનાં ૧૨૫ ગણેશજીનાં ચિત્રોનુ પ્રદર્શન મુખ્ય મહેમાન પદ્મ ગફૂરભાઈ બિલખિયા, અતિથિ વિશેષ ચિત્રકાર, શિલ્પકાર, શ્રી હરિભાઈ પંચાલ, આર .કે.દેસાઈ એજ્યુકેશન મેમોરિયલ ટ્રસ્ટ ના ચેરમેન મિલન ભાઈ દેસાઈ, ઈન્ડીયા બુક ઓફ રેકોર્ડ હોલ્ડર તરુણભાઈ કોઠારી (ભાવનગર) અને વિશાળ સંખ્યામાં આવેલ કલાપ્રેમીની હાજરીમાં દિપ પ્રાગટય કરી પ્રારંભ કરવામાં આવ્યો

તમામ મહેમાનોનું સ્વાગત પુષ્પ ગુચ્છ તથા પુસ્તક આપી કરવામાં આવ્યું

ચિત્ર પ્રદર્શન "અર્ચન"નાં મુખ્ય મહેમાન ગફૂરભાઈ બીલખિયા તેમજ મિલનભાઈ દેસાઈ એ ડૉ.આશાબેન ગાંધીને "વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયા" નાં 2 પ્રમાણ પત્રો,બેજ, તેમજ ગોલ્ડ મેડલ આપી કલાપ્રેમી મહેમાનોની સાક્ષીએ સન્માનિત કર્યા

૧૨૫ દિવસમાં ૧૨૫ શ્રી ગણેશજીનાં ચિત્રોનુ સર્જન કરી ડૉ.આશાબેન ગાંધી એ "વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયા" નો એવોર્ડ મેળવ્યો છે,તેમજ તેમની વેબ સાઈટ પર ડૉ.આશાબેન નુ નામ પણ અંકિત થયું છે.

પ્રસંગને અનુરૂપ સહુ એ પોતાનો ભાવ વ્યક્ત કર્યો, ડૉ.આશાબેન ગાંધી એ પોતાનું વક્તવ્ય આપ્યું ને ડૉ.બીપન ભાઈ ગાંધી એ સહુ નો આભાર માન્યો

પ્રદર્શન નાં પ્રારંભે જ રૂપિયા ૮૭,૦૦૦/- નાં ચિત્રોનું વેંચાણ થયું.

"અર્ચન" ,ગણેશજી નાં ચિત્રોનુ પ્રદર્શન કલાપ્રેમી અને જાહેર જનતા માટે આજ ( તારીખ 15 જૂન ) અને આવતીકાલ તારીખ 16 જૂન સવારે 11.00 થી 8.00 દરમ્યાન સૌરાષ્ટ્ર લેઉઆ પટેલ ની વાડી,સૂર્યા સોસાયટી ની. પાછળ, જી.આઇ. ડી.સી , વાપી ખાતે ખુલ્લું રહેશે 

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, ઇતિહાસ

કલાતીર્થ અને પ્રાગમહેલ ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમેં કચ્છનાં રાજવી રત્નો ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, ઇતિહાસ

કલાતીર્થ અને પ્રાગમહેલ ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમેં કચ્છનાં રાજવી રત્નો ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ

ગુજરાત, ઇવેન્ટ્સ, ધર્મ

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ મેમનગર ખાતે 80મા સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી

ગુજરાત, સોશિયલ મીડીયા, લાઈફ સ્ટાઈલ

Hästens Ahmedabad ખાતે CIIના યંગ ઈન્ડિયન્સ અમદાવાદ ચેપ્ટર માટે સ્લીપ સપા અને સાઉન્ડ હેયલીનગ સેશન