હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
કલા અને સંસ્કૃતિ

સેજલબેન તથા વિનય પંડ્યા દ્વારા શિવ-શક્તિ, તથા રિયાલિસ્ટિક પર આધારિત કલાસર્જન

Posted 2 years ago with 10 views

Story by Team Samachar Sathe | 5 mins read

સમાચાર સારાંશ: ધ આર્ટ ગેલેરી અમદાવાદની ગુફા ખાતે કલાકાર સેજલબેન તથા વિનય પંડ્યાનો પોતાની આગવી કલા પર આધારિત સુંદર શો યોજવામાં આવ્યો હતો. જેમાં સેજલ એ પોતાની આગવી કલા દ્વારા ઓઇલ પેન્ટિંગ મ્યુરલ તથા મેટલમાં શિલ્પ રજૂ કર્યા છે.

સેજલબેન તથા વિનય પંડ્યા દ્વારા શિવ-શક્તિ, તથા રિયાલિસ્ટિક પર આધારિત કલાસર્જન
1/2
સેજલબેન તથા વિનય પંડ્યા દ્વારા શિવ-શક્તિ, તથા રિયાલિસ્ટિક પર આધારિત કલાસર્જન
2/2

પ્રત્યેક કલાસર્જક પોતાની કલા દ્વારા આગવી ઓળખ પ્રસ્થાપિત કરવા સતત પ્રયત્નશીલ રહે છે. કલા એ કલાકારની અભિવ્યક્તિ છે. પરંતુ અભિવ્યક્તિ આંતરિક સ્ફુરણા પર આધારિત રહી છે. આંતરિક સ્ફુરણા, અગાઉના જન્મના સંસ્કાર, વિચારધારા, કલ્પનાશક્તિ તથા આપણી આસપાસ કુદરતે બક્ષેલી પળે પળે સુંદરતા બદલતી પ્રકૃતિમાંથી પ્રાપ્ત થાય છે. માટે કલા સર્જકે સતત જાગ્રતા રાખવી ખૂબ જરૂરી હોય છે. કલાકારની સરળતા તથા સહજતા જ કલા સર્જનમાં જોવા મળે છે.

ધ આર્ટ ગેલેરી અમદાવાદની ગુફા ખાતે કલાકાર સેજલબેન તથા વિનય પંડ્યાનો પોતાની આગવી કલા પર આધારિત સુંદર શો યોજવામાં આવ્યો હતો. જેમાં સેજલ એ પોતાની આગવી કલા દ્વારા ઓઇલ પેન્ટિંગ મ્યુરલ તથા મેટલમાં શિલ્પ રજૂ કર્યા છે. જેમાં સવિશેષ પ્રાણી જગતના સુંદર તથા પ્રિય એવા અશ્વને ખૂબ જ સુંદરતા પૂર્વક રજૂ કર્યા છે. સાથે સાથે મ્યુરલમાં પણ અશ્વને જ સ્થાન આપેલ છે. જ્યારે મેટલ શિલ્પોમાં અશ્વ, દીપડો તથા હરણ પર કામ કર્યું છે. 1991 માં સીએન ફાઇનાન્સ માં કલા અભ્યાસ માટે જોડાયા બાદ સતત કલા સર્જન કરતા રહ્યા છે. આ અગાઉના તેમના સોલો શો માં અમદાવાદની ગુફા ખાતે એબસ્ટ્રેક ચિત્રો તથા નેચર ઉપર પોતાની આગવી શૈલીમાં ચિત્ર પ્રદર્શિત કર્યા હતા. સેજલ એ વિવિધ વિષયો તથા મીડિયમમાં કામ કર્યું છે. ઓઇલ કલર, એક્રેલિક કલર, વોટર કલર, પેન્સિલ, પેનવર્ક, થર્મોકોલ, પેપર કટિંગ તથા ચારકોલ માં ચિત્રો તૈયાર કર્યા છે.

ચિત્રકાર વિનય પંડ્યા એ પોતાની આધ્યાત્મિક જર્નીના પરિણામ સ્વરૂપે સર્જન પામેલા શિવ શક્તિ તથા પંચતત્વ પર આધારિત શાસ્ત્રોક્ત ચિત્ર દર્શાવ્યા હતા. તેમજ કુદરતે સર્જેલી સુંદરતાને કેનવાસ પર દર્શાવી હતી. શાળા અભ્યાસ સમયથી જ દરેક ચિત્ર સ્પર્ધામાં પ્રથમ આવનાર વિનય પંડ્યા 1979 માં કલા અભ્યાસ અર્થે સીએન ફાઈનાન્સમાં ડિપ્લોમામાં પ્રવેશ મેળવ્યો હતો. ૧૯૮૦માં સંદેશમાં ચિત્રકાર વી. રામાનુજ સાથે લવ સ્ટોરી મેગેલીનમાં આર્ટિસ્ટ તરીકે કામ શરૂ કર્યું. ત્યાં લવસ્ટોરી, સ્ત્રી મેગેઝીન, સારવાણી રવિવારપૂર્તિ તથા સંદેશનું પ્રથમ પેજ પણ સંભાળ્યું હતું. ત્યારબાદ ગુજરાત સમાચારમાં વર્ષ 1988 માં ઝગમગ સંભાળ્યું. ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ગુજરાતી પેપર શરૂ થતા ત્યારે રંગીન પૂર્તિઓ તૈયાર કરવા આર્ટિસ્ટ તરીકે ટાઈમ્સમાં પણ લગભગ 2007 સુધી કામ કર્યું.સાથે સાથે ફોટો જર્નાલિસ્ટ નો અભ્યાસ પૂરો કર્યો.આ અગાઉ શિવ શક્તિ પંચ તત્વ પર આધારિત ચિત્રોના સોલો શો તથા ગ્રુપ શો કર્યા છે. જેમાં લંડન, નેપાળ, બરોડા સુરત, મુંબઈ, અમદાવાદ જેવા સ્થળોએ શો કરેલ છે. સાથે સાથે ક્રિએટિવ, સ્થાપત્ય કલા તેમ જ હેરિટેજ પર ફોટોગ્રાફીના શો તથા ફોટો ફિલ્મ પ્રદર્શિત કરેલ છે. ફોટોગ્રાફી પેઇન્ટિંગ તથા સાહિત્યમાં એવોર્ડ થી સન્માનિત છે.

આ પ્રદર્શન આઈ.પી.એસ શ્રી અજય ચૌધરી, આર્કિટેક તથા વેલનોન આર્ટિસ્ટ તૃપ્તિબેન દવે, આર્ટ એપ્રિશિયેટર વૈશાલીબેન ઠક્કર, માનનીય શ્રી પ્રકાશ ઠાકર તથા ચિત્રકાર કાર્ટૂનિસ્ટ શ્રી વી. રામાનુજ જેવા મહાનુભવોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા ખુલ્લો મુકવામાં આવ્યું હતું. તેમજ કલાકારો તથા તેમની કલા વિશે પોતાના મંતવ્ય દર્શાવી તેમને શુભેચ્છા આપી હતી. આ શોનું આયોજન વિનયભાઈના મિત્ર રાકેશ સોની એ કરેલ છે તેઓની ઇચ્છા તથા સહકાર વિના આટલા ચિત્રોનું સર્જન તથા શોનું આયોજન શક્ય ન હતું. સતત એક વર્ષથી શોનું કામ કેટલું થયું કેવું થયું તેની જાગૃતતા તથા દેખરેખ રાખતા હતા ... તેમનો ખૂબ ખૂબ આભાર.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, ઇતિહાસ

કલાતીર્થ અને પ્રાગમહેલ ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમેં કચ્છનાં રાજવી રત્નો ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, ઇતિહાસ

કલાતીર્થ અને પ્રાગમહેલ ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમેં કચ્છનાં રાજવી રત્નો ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ

ગુજરાત, ઇવેન્ટ્સ, ધર્મ

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ મેમનગર ખાતે 80મા સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી

ગુજરાત, સોશિયલ મીડીયા, લાઈફ સ્ટાઈલ

Hästens Ahmedabad ખાતે CIIના યંગ ઈન્ડિયન્સ અમદાવાદ ચેપ્ટર માટે સ્લીપ સપા અને સાઉન્ડ હેયલીનગ સેશન