સમાચાર સારાંશ: આ પ્રદર્શનના ઓર્ગેનાઈઝર...પ્રીતિ કનેરીયા,રાજેશ બારૈયા અને અજય ચૌહાણ સાથે Circle of Art team ના ભાવના રાજપૂત,જયેશ ત્રિવેદી,શ્રુતિ પરમાર
અમદાવાદની જાણીતી સંસ્થા Circle of Art જે દર વર્ષે અવનવા વિષયો સાથેના પેઇન્ટિંગ નું અલગ રીતે જ પ્રદર્શન કરતા હોય છે. અને ભારતીય કલા ને જીવિત રાખવા માટે નો અથાગ પ્રયત્ન કરતા હોય છે.આ સંસ્થા અગાઉ સમગ્ર ભારતની અલગ અલગ ચિત્ર શૈલીઓ પર, રાજસ્થાનની પ્રખ્યાત ચિત્ર શૈલી પીછવાઈ જેવા વિષયો સાથે પ્રદર્શન કરી ચુકી છે.આ વર્ષે તેઓ મહારાષ્ટ્ર માં આવેલ હેરીટેજ ગુફા ઓ અજંતા અને ઈલોરા ના ભીંતચિત્રો અને શિલ્પ અને સ્થાપત્યો ને તેના મૂળ રૂપ ને અલગ રીતે ગુફા ચિત્રો-અજંતા ઈલોરાના શિલ્પ સ્થાપત્ય ના ચિત્રો/ફોટોગ્રાફી/સ્કલ્પચર” ના વિષય સાથે અમદાવાદની હઠીસિંગ વિઝ્યુઅલ આર્ટ ગેલેરી ખાતે અનોખા પ્રદર્શનનું એક સુંદર આયોજન Circle of Art દ્વારા કરવા માં આવ્યું છે.જેનું ઉદ્ઘાટન જાણીતા ઉદ્યોગપતિ તથા ઓલ ઇન્ડિયા MSME ફેડરેશનના પ્રમુખ મગનભાઈ પટેલ તથા અમદાવાદની જાણીતી રેસ્ટોરાં વિશાલા ના સ્થાપક અને આર્કિટેક સુરેન્દ્રભાઈ પટેલ તથા જાણીતા ઇન્ટીરીયર અને આર્કિટેકચરલ ડીઝાઈનર તથા રિયલ એસ્ટેટ ડેવલોપર નીરવભાઈ શાહ દ્વારા કરવામાં આવ્યું.

આ પ્રદર્શનનું મુખ્ય આકર્ષણ એ હતું કે આ પ્રદર્શન દિવા ના પ્રકાશ માં જોવા નું હતું જેથી તમે અજંતા ઈલોરા ની ગુફામાં જ ચિત્રો જોતા હો એવી અનુભૂતિ થઇ રહી હોય તેવું લાગી રહ્યું હતું. આ અનોખી અનુભૂતિ વાળા પ્રદર્શન માં લગભગ 50 થી વધુ કલાકારો ના 70 જેટલા ચિત્રો તથા ફોટોગ્રાફ્સ પ્રદર્શિત થયા છે જેને પ્રોત્સાહિત કરવા અને આ અદભુત પ્રદર્શન ને માણવા બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રદર્શન તા.7 અને 8 જુન 2025 દરમ્યાન પણ હઠીસિંગ વિઝ્યુઅલ આર્ટ ગેલેરી ખાતે પ્રદર્શિત રહેશે.
આ પ્રદર્શનના ઓર્ગેનાઈઝર...પ્રીતિ કનેરીયા,રાજેશ બારૈયા અને અજય ચૌહાણ સાથે Circle of Art team ના ભાવના રાજપૂત,જયેશ ત્રિવેદી,શ્રુતિ પરમાર.
A unique exhibition on the theme of Cave Paintings-Ajanta and Ellora Sculptures and Architectures, a unique exhibition was beautifully organized by Circle of Art at Hathising Visual Art Gallery, Ahmedabad, with the theme of Mural Paintings and Sculptures of the Heritage Caves of Ajanta and Ellora in Maharashtra. The main attraction of this exhibition was that the exhibition was to be viewed in the light of a lamp, so that it seemed as if you were looking at the paintings in the caves of Ajanta and Ellora.
તમને આ પણ ગમશે:


તમને આ પણ ગમશે:



