સમાચાર સારાંશ: અમદાવાદમાં રવિશંકર રાવળ આર્ટ ગેલેરી ખાતે લાઈવ પોટ્રેટ કલા પ્રવૃત્તિ કરવામાં આવી
અમદાવાદમાં લાઈવ પોર્ટ્રેટ સ્ટડી ગ્રુપના કલાકારો કરી રહ્યા છે સતત કલા સાધના લાઈવ પોટ્રેટ સર્જન અને કલા અભ્યાસ દ્વારા કલાસાધકો કરે છે કલા પ્રવૃત્તિ .
અમદાવકડમાં દર રવિવારે ચિત્રકારોનું એક ગ્રુપ જે લાઈવ પોર્ટ્રેટ સ્ટડી ગ્રુપ તરીકે જાણીતું બન્યું છે . આ ગ્રુપ દ્વારા અમદાવાદમાં રવિશંકર રાવળ આર્ટ ગેલેરી ખાતે લાઈવ પોટ્રેટ કલા પ્રવૃત્તિ કરવામાં આવી . તારીખ 30/6/2024ના રવિવારે લાઈવ પોટ્રેઈટ કાર્યક્રમમાં જાણીતા સાહિત્યકાર ,લેખક રામ મોરીની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો .

કલાસાધકોએ લેખક સાહિત્યકાર રામ મોરીને કેન્દ્રસ્થાને રાખીને લાઈવ પોટ્રેઈટ સર્જન કર્યું . રામ મોરીએ પોતાનો અનુભવ ચિત્રકારોને જણાવતા કહ્યું
કે કલાસાધનાની ઉર્જાનો અનુભવ હું સતત બે કલાક મૌન વ્રત પાળીને કરી રહ્યો હતો.
ત્યારે અલગજ અનુભવ લઈને હું કાયમ માટે મારા જીવનમાં વાગોળીશ . આ
સર્જનમાં આઠ વર્ષના બાળકથી લઈને ૭૫વર્ષ સુધીના વડીલોએ જીવંત દ્રશ્ય કંડારતા જોવા મળ્યા .
આ કલા પ્રવૃતિ કલાના અભ્યાસ માટે શરુ કરવામાં આવી છે. જેમાં વય મર્યાદા નથી છે કારણ કે કલાકાર પૂર્ણ નથી તે હંમેશા પોતાના કામને વધુ નિખાર આવેતે માટે પ્રયત્નો કરતો રહે છે.
આ પ્રવુંતીમાં અત્યાર સુધીમાં મુખ્ય મહેમાન ગુજરાતી ફિલ્મ એક્ટર ચેતન દયા, કુલીન પટેલ ,યોગેશભાઈ ગઢવી, કસુંબો ફિલ્મનું દાદુ બારોટનું પાત્ર નિભાવનાર કલાકર ધર્મેન્દ્ર ગોહિલ, આર્કિટેક પ્રશાંત પરમાર, એક્ટર ભાવિક ભોંચક,ગુજરાતના નામાંકિત કલાકાર નિસર્ગ ત્રિવેદી, મોટીવેશન સ્પીકર "ધંધો નાનો છે પણ પોતાનો છે" પોઝિટીવ પાજી, જ્યોતિ મકવાણા વગેરે જેવા મહાનુભવો આ ગ્રુપમાં મુખ્ય પોટ્રેટ મોડેલ રહ્યા છે.
અત્યાર સુધીમાં 19 જેટલા સેશન પૂર્ણ કર્યા છે જેમાં નાગજીભાઈ પ્રજાપતિ ,વિજય શ્રીમાળી અને નલિન સૂચક જેવા વડીલ કલાકાર મિત્રોનો ખૂબ સહયોગ રહ્યો છે આ એક્ટિવિટી જોડાવા માટે નિશુલ્ક છે.આ ગ્રુપની શરૂઆત ચિત્રમ રાજુલ, જયેશ મિસ્ત્રી, મુકેશ પટેલ અને ભાગવત ભાવસાર દ્વારા શરૂઆત કરવામાં આવી હતી.તેઓ જણાવે છેકે મુખ્યત્વે ગુજરાત રાજ્યના માનનીય ગૃહમંત્રી હર્ષ સંઘવી સાહેબ અને લલિતકલાના સચિવ શ્રી દેસાઈ સાહેબ સહયોગથી ગ્રુપને દર રવિવાર માટે સ્થાન પ્રાપ્ત થયું છે. અમે બધા કલાકાર અને મીડિયા કર્મીઓનો આભાર માનીએ છીએ .
તમને આ પણ ગમશે:


તમને આ પણ ગમશે:



