હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
ગુજરાત, રાજનૈતિક

વડોદરામાં હરણી બોટ દુર્ઘટનાનાં પીડિતોને મળ્યા અરવિંદ કેજરીવાલ.

Posted 4 months ago with 56 views

Story by Team Samachar Sathe | 4 mins read

સમાચાર સારાંશ: વડોદરાના ચકચારી હરણી બોટ કાંડમાં જીવ ગુમાવી ચૂકેલા બાળકોના માતા-પિતાને આમ આદમી પક્ષના સંયોજક અરવિંદ કેજરીવાલ મળ્યા હતા

વડોદરામાં હરણી બોટ દુર્ઘટનાનાં પીડિતોને મળ્યા અરવિંદ કેજરીવાલ.
1/1

વડોદરામાં હરણી બોટ દુર્ઘટનાનાં પીડિતોને મળ્યા અરવિંદ કેજરીવાલ

અમદાવાદઃ વડોદરાના ચકચારી હરણી બોટ કાંડમાં જીવ ગુમાવી ચૂકેલા બાળકોના માતા-પિતાને આમ આદમી પક્ષના સંયોજક અરવિંદ કેજરીવાલ મળ્યા હતા. આ મામલે આપે જણાવ્યું હતું કે અરવિંદ કેજરીવાલે પોતાના નાના ભૂલકાઓને ગુમાવનાર પરિવારની વેદના સાંભળી હતી. અરવિંદ કેજરીવાલે પરિવારને ન્યાય મળે તે માટે આશ્વાસન આપ્યું હતુ. આ તકે પીડિત પરિવારે જણાવ્યું હતું કે નાની બાળકીની માતાએ એક કાર્યક્રમ દરમિયાન મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ સમક્ષ ન્યાયની માંગ કરી હતી, ત્યારે તેમને કાર્યક્રમમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. ત્યાર પછી વડોદરામાં ભાજપનાં કોઇ મોટા નેતા આવે તો આ પરિવારને નજર કેદ રાખવામાં આવે છે. 

વડોદરામાં સ્કૂલ પિકનિકમાં ગયેલા બાળકોની બોટ ઊંધી વળી જતા કરૂણાંતિકા સર્જાઈ હતી અને 12 ભૂલકા અને બે શિક્ષિકાનાં મોત નિપજ્યા હતા. 

દરમિયાન હરણી લેકઝોનમાં થયેલા બોટકાંડ મામલે હવે પીડિત પરિવારોએ ન્યૂ સનરાઈઝ સ્કૂલ સામે મોરચો માંડ્યો હતો. શાળાની ગંભીર બેદરકારીને કારણે વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મૂકાયા હોવાનો આક્ષેપ કરી 11 વાલીઓએ વડોદરાની ગ્રાહક સુરક્ષા કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. વાલીઓએ અલગ-અલગ ફરિયાદો દાખલ કરી પ્રત્યેક કેસમાં રૂ. 1 કરોડ 51 લાખના વળતરની માંગ કરી હતી, જે મુજબ કુલ રૂ. 16 કરોડ 61 લાખનો જંગી વળતર દાવો માંડવામાં આવ્યો હતો.

સૂત્રોના જણાવ્યા અનુસાર, વાલીઓની ફરિયાદ જણાવ્યું હતું કે 18 જાન્યુઆરી 2024ના રોજ શાળા દ્વારા પ્રતિ વિદ્યાર્થી રૂ. 750 વસૂલ કરી હરણી લેકઝોન ખાતે પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. આરોપ છે કે આ પ્રવાસ માટે જરૂરી સરકારી મંજૂરી મેળવવામાં આવી નહોતી અને સલામતીના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરાયું હતું. યોગ્ય દેખરેખના અભાવે આ કરુણ દુર્ઘટના સર્જાઈ હતી. દુર્ઘટના બાદ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા શાળાને માત્ર રૂ. 10,000નો નજીવો દંડ ફટકારાયો હતો.

ગ્રાહક કોર્ટમાં રજૂ કરેલી દલીલોમાં વાલીઓએ જણાવ્યું હતું કે, શાળાએ ફી વસૂલવા છતાં સુરક્ષિત સેવા આપવામાં નિષ્ફળ રહી હતી, જે સ્પષ્ટપણે સેવામાં ખામી અને ગુનાહિત બેદરકારી દર્શાવે છે. પોતાના વહાલસોયા સંતાનો ગુમાવનારા પરિવારોએ માનસિક આઘાત અને આર્થિક નુકસાનના બદલામાં આ કડક કાનૂની કાર્યવાહી હાથ ધરી હતી. આ કેસની વધુ સુનાવણી ગ્રાહક કોર્ટમાં આગામી દિવસોમાં હાથ ધરવામાં આવશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રાજનૈતિક

મોદી મેજીકે મમતાના સૂપડા સાફ કરી દીધા ,પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ૧૫ વર્ષના શાસનના યુગનો અંત.

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ગુજરાતના ત્રણ તાલુકામાં ભર ઉનાળે વરસાદ પડ્યો હતો. સવારના પહોરમાં જ 1 ઇંચ સુધી વરસાદ ખાબક્યો.