હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
ભારત, સિનેમા-TV અને OTT, રૂબરૂ

'રોજા' ફિલ્મનો સફળ અભિનેતા, અકસ્માત પછી શરીર સાથ આપ્યો નહીં, પણ નસીબે સાથ આપતા બન્યો બિઝનેસમેન આ અભિનેતાએ તેના કરિયરની શરૂઆતમાં જ સુપરસ્ટારનું પદ હાંસલ કર્યું હતું

Posted 1 year ago with 38 views

Story by Team Samachar Sathe | 4 mins read

સમાચાર સારાંશ: ફિલ્મો છોડી દીધા પછી બિઝનેસ ક્ષેત્રે ઝંપલાવ્યું અને સફળ રહ્યા પછી અબજો રુપિયાનો આસામી છે.

'રોજા' ફિલ્મનો સફળ અભિનેતા, અકસ્માત પછી શરીર સાથ આપ્યો નહીં, પણ નસીબે સાથ આપતા બન્યો બિઝનેસમેન આ અભિનેતાએ તેના કરિયરની શરૂઆતમાં જ સુપરસ્ટારનું પદ હાંસલ કર્યું હતું
1/1

'રોજા' ફિલ્મનો સફળ અભિનેતા, અકસ્માત પછી શરીર સાથે આપ્યો નહીં, પણ નસીબે સાથ આપતા બન્યો બિઝનેસમેન આ અભિનેતાએ તેના કરિયરની શરૂઆતમાં જ સુપરસ્ટારનું પદ હાંસલ કર્યું હતું

20 વર્ષની વયે મણિરત્નમની ફિલ્મોથી કરિયરનો પ્રારંભ કરનાર આ અભિનેતાને ફિલ્મી કલાકારો સાથે કામ કરવાની તક મળી હતી. બોલીવુડના જાણીતા અભિનેતાની કરિયર પણ પ્રભુદેવા, રજનીકાંત જેવા દિગ્ગજ કલાકારોથી સાથે કામ કરવાથી થઈ હતી, તેને બેક ટુ બેક ફિલ્મો મળવા લાગી અને લોકોને પસંદ પણ પડવા લાગી હતી. ઉપરાઉપરી હીટ ફિલ્મો આપ્યા પછી અભિનેતા ક્લાસિક ફિલ્મો કરનારા નિર્માતાઓની પસંદ બન્યો. 

'રોજા' ફિલ્મનો સફળ અભિનેતા, અકસ્માત પછી શરીર સાથ આપ્યો નહીં, પણ નસીબે સાથ આપતા બન્યો બિઝનેસમેન આ અભિનેતાએ તેના કરિયરની શરૂઆતમાં જ સુપરસ્ટારનું પદ હાંસલ કર્યું હતું

અભિનેત્રીએ સુપરહિટ ફિલ્મો પણ આપી હતી, જેમાં 'રોજા' અને 'બોમ્બે'નો સમાવેશ થાય છે. અભિનેતાએ તેના કરિયરની શરૂઆતમાં જ સુપરસ્ટારનું પદ હાંસલ કર્યું હતું, પરંતુ કુદરતની કંઈક બીજી જ ઈચ્છા જ હતી અને અભિનેતાને તેનું ફિલ્મી કારકિર્દી છોડી દીધી હતી. ફિલ્મો છોડી દીધા પછી બિઝનેસ ક્ષેત્રે ઝંપલાવ્યું અને સફળ રહ્યા પછી અબજો રુપિયાનો આસામી છે.

સફળતાની ટોચ પર પહોંચ્યા પછી તેણે ફિલ્મી લાઈનને વિદાય આપી. તમને જણાવી દઈએ આ એક્ટર બીજો કોઈ નહીં પણ અરવિંદ સ્વામી છે. 1991માં 20 વર્ષની વયે અરવિંદ સ્વામી (Arvind Swami)મણિરત્નમને મળ્યો તેની ફિલ્મી કરિયરની જર્ની થલપથીથી શરૂ થઈ જેમાં મહાભારતના અર્જુનથી પ્રેરિત થઈ પાત્ર ભજવ્યું હતું. 

વર્ષ 1992માં રોજા અને 1995માં બોમ્બે ફિલ્મોએ અરવિંદનું નસીબ પરથી પાંદડું હટ્યું હતું. આ ફિલ્મ કર્યા પછી તેને સુપરસ્ટારનું પદ પણ મળ્યું .1997માં કાજોલની સામે નેશનલ એવોર્ડ જીત્યો. ફિલ્મ મિંસારા કનાવુમાં પણ રોલ કર્યો હતો.

તમિલ ફિલ્મો કર્યા પછી અરવિંદે બોલીવુડમાં ફિલ્મો કરી હતી. અરવિંદ સ્વામીએ જુહી ચાવલા સાથે સાત રંગ કે સપનેથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. તેની સતત સફળતાને જોઈ લોકોને લાગતું કે રજનીકાંત અને કમલ હાસન પછી તે આ ઇન્ડસટ્રીનો દિગજ્જ અભિનેતા થશે, પરંતુ અરવિંદ સ્વામીએ 30 વર્ષની વયે એકટિંગ છોડી દીધી હતી. 

90ના દાયકાના અંત સુધીમાં તેની ફિલ્મો બોક્સ ઓફિસ પર ખાસ ચાલતી નહોતી. તેની કેટલીક ફિલ્મો સ્થગિત કરવામાં આવી હતી, જેમાં મહેશ ભટ્ટની ઐશ્વર્યા રાય સાથેની ફિલ્મ અને અમિતાભ બચ્ચન સાથે અનુપમ ખેર દ્વારા નિર્દેશિત ફિલ્મોનો સમાવેશ થાય છે.

અભિનય બંધ કર્યા પછી પોતાના પિતાના બિઝનેસમાં એક્ટિવ થઈને કામ કરવાનું શરુ કર્યું હતું. વીડી સ્વામી એન્ડ કંપનીમાં કામ કર્યું અને પછી ઈન્ટપ્રો ગ્લોબલમાં કામ કર્યું હતું. 2005માં એક અકસ્માત થયો એને પગમાં લકવો થઈ ગયો હતો. સારવારમાં ચારથી પાંચ વર્ષ લાગ્યો અને લાંબા સમયની બીમારીને કારણે ફિલ્મોથી ગાયબ થયા પછી ઈજા પહોંચ્યા પહેલા પેરોલ પ્રોસેસિંગ અને અન્ય એક યુનિટ સાથે કંપની બનાવી. 

રોકેટરીચ જેવી અનેક માર્કેટ ટ્રેકિંગ પોર્ટલ અનુસાર 2022માં ટેલેન્ટ મેક્સિસમની આવક 3300 કરોડ રુપિયા હતી. એના પછી 2021માં ફિલ્મી દુનિયામાં વાપસી કરી હતી. તમિલ-હિન્દી સહિત અન્ય ભાષામાં ફિલ્મોમાં કામ કર્યા પછી પણ બિઝનેસની દુનિયામાં સક્રિય થઈને કામ કર્યું હતું.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રાજનૈતિક

મોદી મેજીકે મમતાના સૂપડા સાફ કરી દીધા ,પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ૧૫ વર્ષના શાસનના યુગનો અંત.

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ગુજરાતના ત્રણ તાલુકામાં ભર ઉનાળે વરસાદ પડ્યો હતો. સવારના પહોરમાં જ 1 ઇંચ સુધી વરસાદ ખાબક્યો.