હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત, સામાજીક

ગાંધીનગર શહેરમાં પ્રિ મોનસુન એક્ટિવિટીના ભાગરૂપે બેનરો હોર્ડિંગ હટાવવાની કામગીરી શરૂ. ગાંધીનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા કુલ 227 જોખમી અને નડતરરૂપ હોર્ડિંગ થતા ફ્લેક્સ બેનરો હટાવવામાં આવ્યા

Posted 2 years ago with 110 views

Story by Team Samachar Sathe | 4 mins read

સમાચાર સારાંશ: ગાંધીનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા કુલ 227 જોખમી અને નડતરરૂપ હોર્ડિંગ થતા ફ્લેક્સ બેનરો હટાવવામાં આવ્યા છે. 1000 થી વધુ નાના-મોટા ફ્લેક્સ બેનર હટાવવામાં આવ્યા છે. ગાંધીનગર મનપા પાસે હાલમાં હોર્ડિંગ્સ અંગે કોઈ પોલિસી નથી. હવે મનપા શહેરમાં હોર્ડિંગ્સ અંગે પોલીસી બનાવશે.

ગાંધીનગર શહેરમાં પ્રિ મોનસુન એક્ટિવિટીના ભાગરૂપે બેનરો હોર્ડિંગ હટાવવાની કામગીરી શરૂ. ગાંધીનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા કુલ 227 જોખમી અને નડતરરૂપ હોર્ડિંગ થતા ફ્લેક્સ બેનરો હટાવવામાં આવ્યા
1/3
ગાંધીનગર શહેરમાં પ્રિ મોનસુન એક્ટિવિટીના ભાગરૂપે બેનરો હોર્ડિંગ હટાવવાની કામગીરી શરૂ. ગાંધીનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા કુલ 227 જોખમી અને નડતરરૂપ હોર્ડિંગ થતા ફ્લેક્સ બેનરો હટાવવામાં આવ્યા
2/3
ગાંધીનગર શહેરમાં પ્રિ મોનસુન એક્ટિવિટીના ભાગરૂપે બેનરો હોર્ડિંગ હટાવવાની કામગીરી શરૂ. ગાંધીનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા કુલ 227 જોખમી અને નડતરરૂપ હોર્ડિંગ થતા ફ્લેક્સ બેનરો હટાવવામાં આવ્યા
3/3

ગાંધીનગર શહેરમાં પ્રિ મોનસુન એક્ટિવિટીના ભાગરૂપે બેનરો હોર્ડિંગ હટાવવાની કામગીરી શરૂ. 

મુંબઈની દુર્ઘટનાથી બોધપાઠ લઈને ગાંધીનગર મહાનગરપાલિકાએ પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે શહેરના મુખ્ય માર્ગો અને જાહેર સ્થળોએ લગાડવામાં આવેલા ગેરકાયદેસર હોડીંગ્સ દૂર કરવાની કામગીરી શરૂ કરી

મુંબઈના ઘાટકોપરમાં થયેલી હોર્ડિંગ દુર્ઘટનામાં 16 ના મોત અને 75 લોકો ઘાયલ થયા બાદ ગાંધીનગર મહાનગરપાલિકાનું તંત્ર અચાનક હરકતમાં આવ્યું છે. ગાંધીનગરમાં આવેલા વાવાઝોડામાં મોબાઇલ ટાવર અને હોડિંગ પડી જવાની ઘટના બની હતી. પરંતુ, સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી. મુંબઈની દુર્ઘટનાથી બોધપાઠ લઈને ગાંધીનગર મહાનગરપાલિકાએ પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે શહેરના મુખ્ય માર્ગો અને જાહેર સ્થળોએ લગાડવામાં આવેલા ગેરકાયદેસર હોડીંગ્સ દૂર કરવાની કામગીરી શરૂ કરી છે. 

ગાંધીનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા કુલ 227 જોખમી અને નડતરરૂપ હોર્ડિંગ થતા ફ્લેક્સ બેનરો હટાવવામાં આવ્યા છે. 1000 થી વધુ નાના-મોટા ફ્લેક્સ બેનર હટાવવામાં આવ્યા છે. ગાંધીનગર મનપા પાસે હાલમાં હોર્ડિંગ્સ અંગે કોઈ પોલિસી નથી. હવે મનપા શહેરમાં હોર્ડિંગ્સ અંગે પોલીસી બનાવશે. 

ગાંધીનગર ગુજરાતનું પાટનગર છે. ગાંધીનગરનું પ્રતિનિધિત્વ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ કરી રહ્યા છે. ગાંધીનગર મનપા સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન જશુભાઈ પટેલે જણાવ્યું કે ગાંધીનગર મહાનગરપાલિકામાં આઉટડોર એડવર્ટાઇઝિંગ માટે પોલીસી બનાવવાની કામગીરી શરૂ છે.

 ભૂતકાળમાં ગુડા વિસ્તારમાં 51 જેટલા હોડિંગ ખાનગી પબ્લિસિટી એજન્સીને આપવામાં આવ્યા હતા. જેની મુદત માર્ચ 2025 માં મહિનામાં પૂર્ણ થવામાં છે. ગાંધીનગર મનપા દ્વારા 50 જેટલા હોર્ડિંગ્સ ખાનગી એજન્સીને આપવામાં આવ્યા છે. જેની મુદત ઓક્ટોબર 2024 માં પૂર્ણ થશે. 

ગાંધીનગર મહાનગરપાલિકાએ 87 અને આર એન ડી ડિપાર્ટમેન્ટના 20 થી 22 હોડિંગ મનપા વિસ્તારમાં છે. કુલ 210 જેટલા હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા છે. લગભગ 228 જેટલા હોદ્દીન ખાનગી એજન્સીઓ દ્વારા ઊભા કરવામાં આવ્યા છે. તે ઉપરાંત 2500 થી વધુ અનઅધિકૃત વોટિંગ ગાંધીનગરમાં લાગેલા છે. આ તમામ અનઅધિકૃત હોલ્ડિંગ હટાવવાની કામગીરી ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા બે દિવસમાં શરૂ કરવામાં આવી છે. બે દિવસમાં સવા બસ્સોથી વધુ ઓડિંગ હટાવવામાં આવ્યા છે. 

આગામી દિવસોમાં તમામ અનઅધિકૃત હોડિંગ દૂર કરવામાં આવશે. આગામી ચોમાસા દરમિયાન રસ્તા પર કોઈ અકસ્માત અને વાહન ચાલકોને કોઈ નડતર ન થાય તેવા શુભ આશય છે. ગાંધીનગર મહાનગરપાલિકામાં આવેલા તમામ અને અનઅધિકૃત આગામી એક અઠવાડિયામાં દૂર કરવામાં આવશે. 

ગાંધીનગર એસ્ટેટ અધિકારી હાર્દિક ટીલવાણીએ જણાવ્યું કે શહેરમાં પ્રિમોન્સૂન કામગીરી અંતર્ગત ગાંધીનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા કુલ 227 જોખમી અને નડતરરૂપ હોર્ડિંગ થતા ફ્લેક્સ બેનરો હટાવવામાં આવ્યા છે. 1000 થી વધુ નાના-મોટા ફ્લેક્સ બેનર હટાવવામાં આવ્યા છે. ટ્રાફિકને અડચણરૂપ બેનરો અને હોડિંગ્સ પણ હટાવવામાં આવ્યા છે. આ પ્રકારની કામગીરી આગળ પણ ચાલુ રાખવામાં આવશે. 

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રાજનૈતિક

મોદી મેજીકે મમતાના સૂપડા સાફ કરી દીધા ,પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ૧૫ વર્ષના શાસનના યુગનો અંત.

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ગુજરાતના ત્રણ તાલુકામાં ભર ઉનાળે વરસાદ પડ્યો હતો. સવારના પહોરમાં જ 1 ઇંચ સુધી વરસાદ ખાબક્યો.