સમાચાર સારાંશ: સાબરકાંઠાના વડાલી ગામની હતી. જ્યાં જીતુભાઈ વણઝારા નામની વ્યક્તિએ ઓનલાઈન ઈલેટ્રોનિક વસ્તુ મંગાવી હતી.
પાર્સલ આવ્યું છે તેમ કહી વડાલીના વેડા ગામે પાર્સલ આપ્યું , પાર્સલ ઘરની અંદર જઈને ખોલતા જ અચાનક થયો બ્લાસ્ટ 30 વર્ષ ના યુવક નું સ્થળ પર અવસાન, બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા
સાબરકાંઠામાં વડાલીના વેડા ગામે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. વેડા ગામે ઓનલાઈન મંગાવેલા પાર્સલમાં અચાનક બ્લાસ્ટ થયો હતો. આ ઘટનામાં બે લોકોના મોત નીપજ્યું હતું, જ્યારે બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા, જેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે આજકાલના સમયમાં લોકો મોટાપાયે ઓનલાઈન ખરીદી કરવામાં વધારે રસ ધરાવે છે. તેનું એક કારણ એ પણ છે ત્યાં વસ્તુ પર સારું એવું ડિસ્કાઉન્ટ પણ મળી જાય છે. જો કે, આ દરમિયાન જ ક્યારેક આવી ઘટના બની જાય તો તેનાથી સવાલો ઊભા થવા લાગે છે. તાજેતરની ઘટના સાબરકાંઠાના વડાલી ગામની હતી. જ્યાં જીતુભાઈ વણઝારા નામની વ્યક્તિએ ઓનલાઈન ઈલેટ્રોનિક વસ્તુ મંગાવી હતી.
વડાલીના વેળા છાવણી ગામે આજે બપોરના 12:00 વાગે આસપાસ અજંલિયા લોકો આવ્યા અને તેમનું પાર્સલ આવ્યું છે તેમ કહી એ વ્યક્તિને પાર્સલ આપ્યું ત્યારે તે વ્યક્તિએ પાર્સલ ઘરની અંદર જઈને ખોલતો અચાનક તેમાં ધડાકો થયો જેમાં અંદાજીત 30 વર્ષ ના યુવક નું સ્થળ પર અવસાન થયું...ત્રણ દીકરીઓ ગંભીર રીતે ઘાયલ થતા સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા
તમને આ પણ ગમશે:


તમને આ પણ ગમશે:



