સમાચાર સારાંશ: મતદાન મથકોની અંદર મોબાઈલ ફોનને મંજૂરી આપવામાં આવશે નહીં.
મતદાન મથકોની અંદર મોબાઈલ ફોનને મંજૂરી આપવામાં આવશે નહીં મહારાષ્ટ્રમાં ૨૦ નવેમ્બરના વિધાનસભાની ચૂંટણી યોજાશે મુંબઈના સંવેદનશીલ મતદાર મથકોનું મેપિંગ શરુ
મોબાઈલ સ્વીચ ઓફ કરીને પણ મતદાન કેન્દ્રમાં લઈ જવાશે નહીં મહારાષ્ટ્રમાં ૨૦ નવેમ્બરના વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે મુંબઈગરા પોતાનો કિંમતી મત વેડફી નહીં દેતા અચૂક મતદાનની ફરજ બજાવે અને રાજકીય પક્ષના કાર્યકરો વધુમાં વધુ મતદાન થાય તે માટે મતદાન કેન્દ્રના સ્થાન બાબતે મતદારોમાં જાગૃતિ ફેલાવે એવી અપીલ મુંબઈ મહાનગરપાલિકાના કમિશનર ભૂષણ ગગરાણીએ કરી છે, જેઓ આગામી વિધાનસભાની ચૂંટણી માટે જિલ્લા ચૂંટણી અધિકારી તરીકે પણ ફરજ બજાવવાના છે. બુધવારે તેમણે પત્રકાર પરિષદમાં જાહેરાત કરી હતી કે મતદાન મથકોની અંદર મોબાઈલ ફોનને મંજૂરી આપવામાં આવશે નહીં.

મતદાન મથકમાં મતદારોને પોતાની સાથે મોબાઈલ ફોન લઈ જવાની મંજૂરી આપવામાં આવશે નહીં. તેમને પોતાનો ફોન ઘરમાં છોડીને આવવો પડશે અથવા તો બહાર કોઈને સોંપવો પડશે. તાજેતરમાં લોકસભાની ચૂંટણી દરમિયાન અમુક મતદાન મથકમાં મોબાઈલ ફોન સ્વીચ ઓફ તેમને અંદર લઈ જવાની મંજૂરી આપવામાં આવી હતી. જોકે વિધાનસભાની ચૂંટણી દરમિયાન મોબાઈલને લઈને જે મૂંઝવણ હતી તેને હવે દૂર કરવામાં આવી છે.
મુંબઈ મહાનગરમાં કુલ ૩૬ વિધાનસભા મતવિસ્તારનો સમાવેશ થાય છે, જેમાં ૧૦ મુંબઈ શહેર જિલ્લા અને ૨૬ મુંબઈ ઉપનગર જિલ્લામાં છે. હાલ મુંબઈના સંવેદનશીલ મતદાર મથકોનું મેપિંગ ચાલી રહ્યું છે. અત્યાર સુધી કોઈ વિસ્તારને સંવેદનશીલ તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યો ન હોવાનું કમિશનરે જણાવ્યું હતુંં.
મતદાન મથકમાં થતી ભીડને લઈને કમિશનરે કહ્યું હતું કે તાજેતરમાં લોકસભા ચૂંટણીમાંથી બોધપાઠ લઈને અમુક મતદાન મથકો પર ભીડ ટાળવા માટે મતદાન કેન્દ્રોનું વિકેન્દ્રીકરણ હાથ ધરવામાં આવ્યું છે. મતદાનના દિવસે દરેક મતદાન કેન્દ્રમાં પીવાનું પાણી, શૌચાલય અને બેસવાની વ્યવસ્થા અને ભીડ વધુ હોય ત્યા મતદારો માટે વેઈટિંગરૂમ જેવી પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં આવશે.
ચૂંટણીને લગતા મહત્ત્વના મુદ્દા
* ઉપનગરમાં સૌથી વધુ ચંદિવલીમાં ૪,૪૬,૭૬૭ મતદારો છે, જ્યારે વડાલામાં સૌથી ઓછા
૨,૦૪,૯૦૪ મતદાર છે.
* શહેરમાં તમામ ગેરકાયદે પોસ્ટરો/બેનરો વહેલામાં વહેલી તકે દૂર કરવામાં આવશે.
* ‘ક્યુઆર કોડ’ સાથે મતદાન મથકો વિશેનીમાહિતી ધરાવતા અને સંબધિત મતદાર નોંધણી અધિાકરી દ્વારા સહી કરાયેલા પત્રો દરેક મતદારના ઘરે પહોંચાડવામાં આવી રહ્યા છે.
* ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખના ૧૦ દિવસ પહેલા સુધી એટલે કે ૧૯ ઑક્ટોબર, ૨૦૨૪ સુધીમાં વોટર રજિસ્ટ્રેશન થઈ શકશે.
* મતદાર નોંધણીના ફોર્મ સંબંધિત મતદાર નોંધણી અધિકારીની વિધાનસભાની ચૂંટણી ઓફિસમાં ઉપલબ્ધ છે. ફોર્મ ફરીને ઓફિસમાં જમા કરાવી શકાશે.
મુંબઈ ઉપનગરીય માહિતી
મુંબઈના પૂર્વ અને પશ્ર્ચિમ ઉપનગરમાં કુલ ૭,૫૭૪ મતદાન કેન્દ્ર છે. સહકારી ગૃહનિર્માણ હાઉસિંગ સોસાયટીમાં ૫૫૩ મતદાન કેન્દ્ર છે. ઝૂંપડપટ્ટી પરિસરમાં ૨૨૯ મતદાન કેન્દ્ર રહેશે. મુંબઈ શહેર જિલ્લામાં મંડપમાં મતદાન કેન્દ્રની સંખ્યા ૧,૩૦૨ છે. પહેલા માળા પર ૧૩૯ મતદાન કેન્દ્ર રહેશે.
મુંબઈ શહેરની માહિતી
મુંબઈ શહેર વિસ્તારમાં કુલ ૨,૫૩૭ મતદાન કેન્દ્ર રહેશે. બહુમાળીય ઈમારતમાં મતદાન મથકોની સંખ્યા ૧૫૬ રહેશે. સહકારી હાઉસિંગ સોસાયટીમાં મતદાન મથકોની સંખ્યા ૧૦૦ અને ઝૂંપડપટ્ટી વિસ્તારમાં મતદાન મથકોની સંખ્યા ૩૧૩ રહેશે. મુંબઈ સિટી ડ્રિસ્ટ્રિક્ટમાં મંડપમાં ૭૫ મતદાન મથકો રહેશે. પહેલા માળઆ પર ૧૭ મતદાન કેન્દ્ર હશે.
ચૂંટણી લગતી ફરિયાદો અહીં કરી શકાશે
ઈદશલશહ એપ્લિકેશનનો ઉપયોગ કરીને મતદારો આચાર સંહિતાનો ભંગ સંબંધિત ફરિયાદો
નોંધાવી શકશે છે. આ ઍપ પર કરવામાં આવેલી ફરિયાદો ૧૦૦ મિનિટમાં ઉકેલવામાં
આવશે એવો દાવો કરવામાં આવ્યો છે. મતદારો માટે હેલ્પલાઈન નંબર ૧૯૫૦ રહેશે. ડિસ્ટ્રીક્ટ કલેકટર મુંબઈ સબર્બન ઓફિસ ટોલ ફ્રી નંબર ૧૮૦૦૨૬૮૨૯૧૦ રહેશે. તો ડિસ્ટ્રીક્ટ કલેકટર મુંબઈ શહેર ઓફિસ કંટ્રોલ રૂમ નંબર ૦૨૨-૨૦૮૨ ૨૭૮૧ રહેશે. એ સિવાય ઈલેકશન કંટ્રોલ રૂમનો નંબર ૭૯૭૭૩૬૩૩૦૪ પણ ઉપલબ્ધ રહેશે.
તમને આ પણ ગમશે:


તમને આ પણ ગમશે:



