હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
દુનિયા, ટેકનોલોજી

ખગોળશાસ્ત્રીઓએ સમગ્ર સૃષ્ટિના જન્મદાતા અને જીવનદાતા સૂર્યનારાયણના સૌથી ગહન રહસ્યનો તાગ મેળવવામાં ઘણા અંશે ગહન રહસ્ય સફળતા મેળવી

Posted 2 years ago with 112 views

Story by Team Samachar Sathe | 4 mins read

સમાચાર સારાંશ: ખગોળશાસ્ત્રીઓએ સમગ્ર સૃષ્ટિના જન્મદાતા અને જીવનદાતા સૂર્યનારાયણના સૌથી ગહન રહસ્યનો તાગ મેળવવામાં ઘણા અંશે સફળતા મેળવી છે. આ ગહન રહસ્ય છે

ખગોળશાસ્ત્રીઓએ સમગ્ર સૃષ્ટિના જન્મદાતા અને જીવનદાતા સૂર્યનારાયણના સૌથી ગહન રહસ્યનો તાગ મેળવવામાં ઘણા અંશે ગહન રહસ્ય સફળતા મેળવી
1/1

ખગોળશાસ્ત્રીઓએ સમગ્ર સૃષ્ટિના જન્મદાતા અને જીવનદાતા સૂર્યનારાયણના સૌથી ગહન રહસ્યનો તાગ મેળવવામાં ઘણા અંશે સફળતા મેળવી 


ખગોળશાસ્ત્રીઓએ સમગ્ર સૃષ્ટિના જન્મદાતા અને જીવનદાતા સૂર્યનારાયણના સૌથી ગહન રહસ્યનો તાગ મેળવવામાં ઘણા અંશે સફળતા મેળવી છે. આ ગહન રહસ્ય છે

 આદિત્યનારાયણના અતિ અતિ શક્તિશાળી અને ભારે વિનાશક કહી શકાય તેવા મેગ્નેટિક ફિલ્ડ(વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર)ના કેન્દ્રનું. ઉગમસ્થાનનું. એટલે કે સૂર્યના ભારે તોફાની મેગ્નેટિક ફિલ્ડ ખરેખર સૂર્યના કયા ચોક્કસ હિસ્સામાંથી બહાર ફેંકાય છે તેનું રહસ્ય શોધવામાં ખગોળવિજ્ઞાાનીઓને પહેલી જ વખત સફળતા મળી છે.

ખગોળશાસ્ત્રી કીટન બર્ન્સ અને તેની ટીમે રજૂ કરેલા સંશોધનપત્રમાં એવો ઉલ્લેખ કર્યો છે કે સૂર્યના મેગ્નેટિક ફિલ્ડનું કેન્દ્ર તેની વિરાટ કદના બહુ નજીક જ હોવું જોઇએ. અત્યારસુધી વિશ્વભરના ખગોળશાસ્ત્રીઓ એવું માનતા હતા કે સૂર્યના મેગ્નેટિક ફિલ્ડનું મૂળ અથવા તો ઉગમસ્થાન તેના અતિ ઉડાણના એટલે કે ગર્ભના ભાગમાં હોવુ જોઇએ. જોકે હવે અમે તૈયાર કરેલા નવા અને વિવિધ પાસાં સાથેના કમ્પ્યુટર સિમ્યુલેશન દ્વારા એવું સચોટ નિરીક્ષણ મળ્યું છે કે સૂરજની બાહ્ય સપાટીમાંના પ્લાઝ્માના મહાસાગરની ગતિવિધિમાં અસમતુલા સર્જાય કે ખળભળાટ થાય ત્યારે તેમાંથી મેગ્નેટિક ફિલ્ડ પણ સર્જાય છે. 

ખગોળશાસ્ત્રી કીટન બર્ન્સ અને તેની ટીમનું સંશોધનપત્ર 2024ની 22મી મે એ જર્નલ નેચરમાં પ્રસિદ્ધ થયું છે.

ખગોળશાસ્ત્રી કીટન બર્ન્સ અને તેની ટીમે કરેલા સંશોધનની વિગતો એમ કહે છે કે અત્યારસુધી વિશ્વના ખગોળવિજ્ઞાાનીઓ વિરાટ અને વિશાળ સૂર્ય મંડળના અધિષ્ઠાતા સૂર્યનારાયણનો ડાયનેમો તેના અતિ ઉંડાણના ગર્ભ હિસ્સામાં હોવા વિશે સંશોધન કરી રહ્યા હતા. જોકે અમારા સંશોધન દ્વારા પહેલી જ વખત સાવ નવી અને મહત્વની માહિતી મળી છે.અમને થોડી એવી પણ શંકા છે કે અમારા આ નવા સંશોધન સાથે કદાચ નવી ચર્ચા શરૂ થવાની શક્યતા છે.

અમારું નવું અને વિશિષ્ટ સંશોધન એમ કહે છે કે સૂર્યની બાહ્ય સપાટી નજીકના હિસ્સામાં પ્લાઝ્માનો અતિ વિશાળ અને ધગધગતો વાયુ છે. આ હિસ્સાને કન્વેક્શન ઝોન કહેવાય છે. આ કન્વેક્શન ઝોન સૂર્યની સપાટી નીચે લગભગ ૧,૨૪,૦૦૦ માઇલ(૨,૦૦,૦૦૦ કિલોમીટર) જેટલા વિશાળ વિસ્તારમાં ફેલાયેલો છે.અમારા ગહન સંશોધન દ્વારા એવું પણ જાણવા મળ્યું છે કે સૂર્યના વિદ્યુત ચુંબકીય ક્ષેત્રમાંથી બહાર ફેંકાતી રેખાઓ એકબીજીને તોડીને કે છેદીને આગળ ન વધી શકે.

 આવી પ્રક્રિયાથી ક્યારેક તેમાંથી રેડિયેશન(કિરણોત્સર્ગ)ના વિપુલ પ્રવાહમાં ભારે મોટા વિસ્ફોટ થાય.રેડિયેશનના આ જ મહાવિસ્ફોટમાંથી સોલાર ફ્લેર(સૌર જ્વાળા)નું સર્જન થાય. આવી સૌર જ્વાળા આખા બ્રહ્માંડમાં ફેલાય.છેલ્લા થોડા સમયથી આવી મહાવિનાશક સૌર જ્વાળા છેક પૃથ્વી સુધી આવી રહી છે. જેની પ્રચંડ થપાટથી વિશ્વના ઘણા દેશમાં રેડિયો બ્લેકઆઉટ(સંદેશા વ્યવહાર,વીજળી પુરવઠો વગેરે ખોરવાઇ જાય.આકાશમાં અરોરા લાઇટ્સના વિવિધ રંગી પટ્ટા દેખાય)ની ચિંતાજનક પરિસ્થિતિ સર્જાય છે.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, ઇતિહાસ

કલાતીર્થ અને પ્રાગમહેલ ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમેં કચ્છનાં રાજવી રત્નો ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, ઇતિહાસ

કલાતીર્થ અને પ્રાગમહેલ ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમેં કચ્છનાં રાજવી રત્નો ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ

ગુજરાત, ઇવેન્ટ્સ, ધર્મ

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ મેમનગર ખાતે 80મા સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી

ગુજરાત, સોશિયલ મીડીયા, લાઈફ સ્ટાઈલ

Hästens Ahmedabad ખાતે CIIના યંગ ઈન્ડિયન્સ અમદાવાદ ચેપ્ટર માટે સ્લીપ સપા અને સાઉન્ડ હેયલીનગ સેશન