હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

રાજ્યમાં આકાશમાંથી અગનગોળાની વર્ષા થતી હોય તેમ કાળઝાળ ગરમી પડી રહી છે. જેના પગલે યેલો એલર્ટ જાહેર કરાયું બપોરે 2થી 4 ઘરની બહાર ન નીકળવા તંત્રએ સલાહ આપી

Posted 2 years ago with 46 views

Story by Team Samachar Sathe | 5 mins read

સમાચાર સારાંશ: ભારે ગરમીના પગલે બપોરના સમયે બજારો ખાલી જોવા મળી રહી છે. બપોરે 2થી 4 ઘરની બહાર ન નીકળવા તંત્રએ સલાહ આપી

રાજ્યમાં આકાશમાંથી અગનગોળાની વર્ષા થતી હોય તેમ કાળઝાળ ગરમી પડી રહી છે. જેના પગલે યેલો એલર્ટ જાહેર કરાયું  બપોરે 2થી 4 ઘરની બહાર ન નીકળવા તંત્રએ સલાહ આપી
1/2
રાજ્યમાં આકાશમાંથી અગનગોળાની વર્ષા થતી હોય તેમ કાળઝાળ ગરમી પડી રહી છે. જેના પગલે યેલો એલર્ટ જાહેર કરાયું  બપોરે 2થી 4 ઘરની બહાર ન નીકળવા તંત્રએ સલાહ આપી
2/2

રાજ્યમાં હાલ આકાશમાંથી અગનગોળાની વર્ષા થતી હોય તેમ કાળઝાળ ગરમી પડી રહી છે. જેના પગલે યેલો એલર્ટ જાહેર કરાયું છે ત્યારે સુરેન્દ્રનગરમાં મહત્તમ 41 ડિગ્રી તાપમાન નોંધાયું છે તો આગામી 3 દિવસ તાપમાનમાં વધારો થવાની આગાહી કરવામાં આવી છે.

ભારે ગરમીના પગલે બપોરના સમયે બજારો ખાલી જોવા મળી રહી છે. બપોરે 2થી 4 ઘરની બહાર ન નીકળવા તંત્રએ સલાહ આપી છે. ગરમી વધવાની શક્યતાને પગલે તંત્રએ સચેત તેમજ સાવઘાની વર્તવા સૂચન કર્યું છે. બાળકો, ગર્ભવતી મહિલાઓ અને વૃદ્ધોને ખાસ પુરતા પ્રમાણમાં પાણી પીવાની સલાહ અપાઇ છે. તો લોકોને ઘરે બનાવેલા લીંબુ શરબત, વરીયાળી શરબત જેવા ઠંડક પ્રવાહી પીવા સલાહ અપાઈ છે.

?ref_src=twsrc%5Etfw">June 25, 2020

તરસ ન લાગે તો પણ જ્યારે પણ શક્ય હોય ત્યારે પૂરતું પાણી પીવા જોઈએ. આ સાથે, નાગરિકોને ઓરલ રીહાઇડ્રેશન સોલ્યુશન (ઓઆરએસ)નો ઉપયોગ કરવું અને લીંબુ શરબત, છાશ / લસ્સી, ફળોના રસ સાથે મિશ્રિત થોડું મીઠું જેવા ઘરે બનાવેલા પીણાં પીવા જોઈએ. પાતળા, ઢીલા, સુતરાઉ કપડાં, આછા રંગના કપડાં પહેરવાની અને સીધા સૂર્યપ્રકાશના સંપર્કમાં આવે ત્યારે છત્રીઓ, ટોપીઓ ટુવાલ અને અન્ય પરંપરાગત માથાના આવરણનો ઉપયોગ કરવું. હવામાનના સમાચારો માટે ટીવી જોતા રહેવું.
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે. મોટા ભાગના શહેરમાં તાપમાન 40 ડિગ્રીને પાર નોંધાયું છે. ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે, ગરમીનો પ્રકોપ આગામી 3 દિવસ યથાવત રહેશે.

હવામાન વિભાગે આગાહી કરી છે કે, રાજ્યમાં ગરમી યથાવત રહેશે. આ સાથે આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે તેમજ 4 હિટવેવની પણ આગાહી કરવામાં આવી છે. ભાવનગર, પોરબંદર, સૌરાષ્ટ્ર અને દિવમાં હિટવેવની આગાહી કરાઈ છે. તો દક્ષિણ ગુજરાતમાં વલસાડમાં પણ ગરમીના પ્રકોપની આગાહી કરવામાં આવી છે. અત્રે જણાવીએ કે, રાજ્યમાં હાલ પશ્ચિમથી ઉત્તર પશ્ચિમના પવનના કારણે ગરમી વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં સૌથી વધુ ગરમી અમરેલીમાં 41.3 ડિગ્રી નોંધાઈ છે. તો અમદાવાદમાં 41 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

ભીષણ ગરમી દરમિયાન વધુ પડતા પ્રોટીન યુક્ત ખોરાક ખાવાનું અને રાંધવાનું ટાળવું જોઈએ.

ગરમીમાં ખાસ કરીને બપોરે 12 થી 3 વાગ્યા વચ્ચે ઘરેથી બહાર જવાનું ટાળો.
ભલે તમને તરસ ન લાગી હો તો પણ પર્યાપ્ત માત્રામાં પાણી પીવાનું ભૂલશો નહીં.
4 ગરમીમાં ડિહાઈડ્રેશનથી બચવા માટે લીંબુ પાણી, દહી, લસ્સી, છાસ સાથે-સાથે ફળોના જ્યૂસ 

તાજા ફળો જેમ કે કાકડી, તરબૂચ, લીંબુ, નારંગીનું સેવન કરો.
હળવા રંગના પાતળા અને ઢીલા સુતરાઉ કપડાં પહેરો.
બહાર ખુલ્લા પગે જવાનું ટાળો. બહાર જતી વખતે કે ખુલ્લા તડકામાં જતી વખતે છત્રી, ટોપી, ટુવાલ અથવા કોઈપણ વસ્તુથી તમારા માથાને ઢાંકવાનું રાખો.
હીટ સ્ટ્રેસના લક્ષણો પર વિશેષ ધ્યાન આપો, જેમ કે ચક્કર, બેભાન, ઉબકા કે ઉલટી, માથાનો દુખાવો, વધુ પડતી તરસ લાગવી, એકદમ પીળો પેશાબ, પેશાબ ઓછો થવો, શ્વાસ લેવાની ગતિ અને હ્રદયમાં ધબકારા વધવા.
બાળકો અને પાલતુ પ્રાણીઓને કારમાં એકલા છોડવાથી બચો, કારણ કે વાહનની અંદરનું તાપમાન વધી શકે છે જેનાથી ખતરનાક સ્થિતિ ઉત્પન્ન થવાની સંભાવના વધી શકે છે.
તડકામાં જતા પહેલા સનસ્ક્રીનનો ઉપયોગ કરવાનું રાખો અને નિયમિતપણે તેન લગાવતા રહો.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રાજનૈતિક

મોદી મેજીકે મમતાના સૂપડા સાફ કરી દીધા ,પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ૧૫ વર્ષના શાસનના યુગનો અંત.

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ગુજરાતના ત્રણ તાલુકામાં ભર ઉનાળે વરસાદ પડ્યો હતો. સવારના પહોરમાં જ 1 ઇંચ સુધી વરસાદ ખાબક્યો.