હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
ગુજરાત, સામાજીક, રમત-ગમત

વિશ્વપ્રસિદ્ધ તરણેતર મેળામાં આ વર્ષે પણ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા ‘ગ્રામીણ ઓલિમ્પિક’નું આયોજન

Posted 1 hour ago with 3 views

Story by Ranmesh | 4 mins read

સમાચાર સારાંશ: વિશ્વપ્રસિદ્ધ તરણેતર મેળામાં આ વર્ષે પણ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા ‘ગ્રામીણ ઓલિમ્પિક’નું આયોજન મોટી સંખ્યામાં ખેલાડીઓ તરણેતર ખાતે ઉમટી પડતાં પરંપરાગત દેશી રમતોનો રોમાંચ જોવા મળ્યો હતો.

વિશ્વપ્રસિદ્ધ તરણેતર મેળામાં આ વર્ષે પણ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા ‘ગ્રામીણ ઓલિમ્પિક’નું આયોજન
1/3
વિશ્વપ્રસિદ્ધ તરણેતર મેળામાં આ વર્ષે પણ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા ‘ગ્રામીણ ઓલિમ્પિક’નું આયોજન
2/3
વિશ્વપ્રસિદ્ધ તરણેતર મેળામાં આ વર્ષે પણ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા ‘ગ્રામીણ ઓલિમ્પિક’નું આયોજન
3/3

તરણેતરના ભાતીગળ મેળામાં ‘ગ્રામીણ ઓલિમ્પિક’નો ધમધમાટ,

બીજા દિવસે રાજ્યભરમાંથી ઉમટી પડ્યા ખેલાડીઓ; સાતોડી, કબડ્ડી, વોલીબોલથી લઈ લાડવા ખાવાની સ્પર્ધામાં જામ્યો ખરાખરીનો જંગ,

વિશ્વપ્રસિદ્ધ તરણેતર મેળામાં આ વર્ષે પણ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા ‘ગ્રામીણ ઓલિમ્પિક’નું આયોજન

સુરેન્દ્રનગર: વિશ્વપ્રસિદ્ધ તરણેતર મેળામાં આ વર્ષે પણ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા ‘ગ્રામીણ ઓલિમ્પિક’નું આયોજન કરવામાં આવ્યું છે. મેળાના બીજા દિવસે રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં ખેલાડીઓ તરણેતર ખાતે ઉમટી પડતાં પરંપરાગત દેશી રમતોનો રોમાંચ જોવા મળ્યો હતો.

મેળાના પ્રથમ દિવસે વરસાદી વિઘ્ન સર્જાયું હોવા છતાં ખેલાડીઓનો ઉત્સાહ અકબંધ રહ્યો હતો અને ગોળાફેંકની સ્પર્ધા સફળતાપૂર્વક યોજાઈ હતી. જ્યારે બીજા દિવસે વાતાવરણને અનુલક્ષીને સાતોડી, કબડ્ડી, વોલીબોલ તેમજ લોકપ્રિય લાડવા ખાવાની હરીફાઈ સહિતની વિવિધ રમતો યોજાઈ હતી.

આ સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે વડોદરા, સાણંદ, જૂનાગઢ, સુરત સહિત રાજ્યના ખૂણે-ખૂણેથી ખેલાડીઓ તરણેતર ખાતે પહોંચ્યા હતા. દેશી રમતોમાં ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ પોતાની પ્રતિભા અને ખેલદિલીનું પ્રદર્શન કર્યું હતું.

જિલ્લા રમત વિકાસ અધિકારી શ્રી પાર્થ ચૌહાણે જણાવ્યું હતું કે, “વરસાદી વિઘ્ન વચ્ચે પણ ખેલાડીઓનો ઉત્સાહ અકબંધ રહ્યો છે. ગ્રામીણ સંસ્કૃતિ અને પરંપરાગત રમતોની જાળવણી સાથે નવી પ્રતિભાઓને યોગ્ય પ્લેટફોર્મ આપવું એ ગ્રામીણ ઓલિમ્પિકનો મુખ્ય હેતુ છે.”

મેળાના ત્રીજા દિવસે, 16 સપ્ટેમ્બરના રોજ કુસ્તી અને રસ્સાખેંચ જેવી દેશી અને રોમાંચક રમતો યોજાનાર છે. જેમાં પણ રાજ્યભરમાંથી બહોળી સંખ્યામાં ખેલાડીઓ ભાગ લે તેવી શક્યતા છે.

ગ્રામીણ ઓલિમ્પિકમાં ભાગ લેનાર ખેલાડીઓને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા પ્રોત્સાહનરૂપે ટી-શર્ટ અને કેપ આપવામાં આવી રહ્યા છે. તેમજ વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા બનનાર ખેલાડીઓને સ્થળ પર જ રોકડ પુરસ્કાર અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવે છે.

ગુજરાત સરકાર દ્વારા ‘ખેલ મહાકુંભ’થી લઈને ‘ગ્રામીણ ઓલિમ્પિક’ જેવા વિવિધ નવતર આયોજનો થકી યુવાનોમાં રમતગમત પ્રત્યે ઉત્સાહ વધારવામાં આવી રહ્યો છે. ખાસ કરીને પરંપરાગત અને દેશી રમતો લુપ્ત ન થાય તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં રહેલી પ્રતિભાઓને ઓળખી તેમને યોગ્ય તક મળે તે માટે આવા આયોજન મહત્વપૂર્ણ બની રહ્યા છે.

ગ્રામીણ સ્તરે રહેલી છુપાયેલી પ્રતિભાઓને પ્લેટફોર્મ, રમતગમતની સુવિધાઓ અને જરૂરી પ્રોત્સાહન મળી રહે તે દિશામાં થઈ રહેલા પ્રયાસોથી ગુજરાતના યુવાનો રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ આગળ વધે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ધર્મ, ઇતિહાસ

મહાન ઋષિઓ અને આપણાં પ્રતાપી પૂર્વજોનું સ્મરણ કરવાનો દિવસ એટલે ઋષિપાંચમ.

ગુજરાત, સામાજીક, ઇવેન્ટ્સ

તરણેતર ગ્રામીણ ઓલિમ્પિક્સમાં ૩૦ મિનિટમાં ૨૮ લાડુ આરોગી વિંછીયાના બળવંતભાઈ રાઘવાણી બન્યા વિજેતા

ભારત, ધર્મ

સંપૂર્ણાનંદ સંસ્કૃત વિશ્વવિદ્યાલયમાં ‘સ્વરાજ્ય, સ્વબોધ ઓર ભારતીય ભાષાઓ કી ભૂમિકા’ વિષય પર વિશેષ વ્યાખ્યાન યોજાયું. પૂજ્ય માધવપ્રિયદાસજી સ્વામીનું વિશેષ સન્માન કરાયું.