હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
કલા અને સંસ્કૃતિ, ઇતિહાસ

ગુજરાતનાં વિવિધ જીલ્લાઓમાંથી ૨૧ બાળકો સહીત કુલ ૧૩૧ કલા સાધકોને "અતુલ્ય-વારસો આઈડેન્ટીટી એવોર્ડ: ૨૦૨૪" એનાયત કરવામાં આવશે.

Posted 2 years ago with 8 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: ગુજરાતનાં વિવિધ જીલ્લાઓમાંથી ૨૧ બાળકો સહીત કુલ ૧૩૧ કલા સાધકોને "અતુલ્ય-વારસો આઈડેન્ટીટી એવોર્ડ:૨૦૨૪" એનાયત કરવામાં આવશે જેમાં ગુજરાતભરમાંથી ૨૦૦થી વધુ કલાસાધકો જોડાશે.

ગુજરાતનાં વિવિધ જીલ્લાઓમાંથી ૨૧ બાળકો સહીત કુલ ૧૩૧ કલા સાધકોને
અતુલ્ય વારસો, ટી-પાર્ટીનો ફાઇલ ફોટો
1/1

હિસ્ટોરિકલ એન્ડ કલ્ચરલ રીસર્ચ સેન્ટર (અતુલ્ય વારસો) એ વર્ષ ૨૦૦૮થી ગુજરાતમાં હેરિટેજ અને કલા સંસ્કૃતિ ઉજાગર થાય એ માટે કાર્યરત છીએ અને વર્ષ ૨૦૧૩થી રાજ્યની ઐતિહાસિક અને સાંસ્કૃતિક બાબતોને લોકો સમક્ષ ઉજાગર કરવા અતુલ્ય વારસો ત્રિમાસિકનો પ્રારંભ કરેલો છે જે હાલમાં રાજ્યમાં અનેક વિધાર્થીઓ, સંશોધકો, પ્રવાસન અને પુરાતત્વ પ્રેમીઓ સુધી પહોચે છે. વારસાને લગતી કામગીરી માટે ગુજરાત સરકારના સંલગ્ન વિભાગો અને અન્ય સ્વૈચ્છિક સંગઠનો સાથે મળીને અમો કામગીરી કરી રહ્યા છીએ, રાજ્યમાં અનેક સક્રિય લોકો અમારી સાથે જોડાયેલા છે.

હિસ્ટોરિકલ એન્ડ કલ્ચરલ રીસર્ચ સેન્ટર દ્વારા "અતુલ્ય-વારસો આઈડેન્ટીટી એવોર્ડ : ૨૦૨૩-૨૪" જાહેર કરવામાં આવ્યો હતો જે અંતર્ગત ૧) ઈતિહાસ અને પુરાતત્વ, કલા અને સંસ્કૃતિ, ૨) પર્યાવરણ અને જળ સરંક્ષણ, ૩) પ્રદર્શિત કરી શકાય તેવી કલાઓ (ચિત્ર, સંગીત, રંગોળી, હસ્તકલા વગેરે), ૪) લેખન અને પ્રકાશન, ૫) હેરીટેજ પ્રવાસન આ પાંચ ક્ષેત્રમાં સારી કામગીરી, ફરજ નિભાવી રહેલ વ્યક્તિ, સંસ્થા, સમુદાયને સન્માનિત કરવામાં આવે છે. આ એવોર્ડ વિતરણ કાર્યક્રમ આગામી ૦૭ એપ્રિલએ અમદાવાદ ખાતે આયોજિત કરવામાં આવ્યો આવશે. ઉપરોક્ત વિષયનાં જ તજજ્ઞો દ્વારા આ એવોર્ડ એનાયત કરવામાં આવશે. અમારો પ્રયાસ રાજ્યસ્તરે નાના મોટા સ્થળોએ રહી આપણી ધરોહરને ઉજાગર કરતા સૌ લોકોને એક મંચ પર જોડાવાનો છે અને સૌ સાથે મળી રાજ્યહિતમાટે આગામી સમયમાં ઉમદા કાર્ય કરી શકીએ એવો છે.

અતુલ્ય-વારસો આઈડેન્ટીટી એવોર્ડ: ૨૦૨૪ | માહિતી અને નામાંકન
ગુજરાતનાં વિવિધ જીલ્લાઓમાંથી ૨૧ બાળકો સહીત કુલ ૧૩૧ કલા સાધકોને

આગામી ૦૭ એપ્રિલએ આયોજિત થનાર આ કાર્યક્રમમાં શ્રી પી.કે.લહેરી – પૂર્વ મુખ્ય સચિવ, પદ્મશ્રી જોરાવરસિંહ જાદવ, અધિક કલેકટરશ્રી પ્રદીપસિંહ રાઠોડ, આંબેડકર યુનિ. વાઈસ ચાન્સેલરશ્રી અમિબેન ઉપાધ્યાય, જાણીતા કલાકારશ્રી મકરંદ શુકલા, ઇતિહાસવિદ્દ ડૉ. વિશાલ જોશી, કલાતીર્થનાં અધ્યક્ષશ્રી રમણિકભાઈ ઝાપડિયા, જાણીતા સામાજીક કાર્યકર્તાશ્રી મિત્તલબેન પટેલ સહીત ગુજરાતભરમાંથી ૨૦૦થી વધુ કલાસાધકો જોડાશે, એવું સંસ્થાનાં મેનેજીંગ ટ્રસ્ટી શ્રી કપિલ ઠાકરએ જણાવ્યું હતું.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રાજનૈતિક

મોદી મેજીકે મમતાના સૂપડા સાફ કરી દીધા ,પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ૧૫ વર્ષના શાસનના યુગનો અંત.

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ગુજરાતના ત્રણ તાલુકામાં ભર ઉનાળે વરસાદ પડ્યો હતો. સવારના પહોરમાં જ 1 ઇંચ સુધી વરસાદ ખાબક્યો.