હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
સિનેમા, OTT અને TV

ચાલો જાણીએ અનીમેટેડ સીરીઝ 'બાહુબલી: ક્રાઉન ઓફ બ્લડ' કેવી છે અને દર્શકોને કેવી લાગી, બહુબલી શ્રેણીની જેમ દર્શકોને જકડી રાખશે કે કેમ!

Posted 2 years ago with 48 views

Story by Ranmesh | 3 mins read

સમાચાર સારાંશ: અનીમેટેડ સીરીઝ 'બાહુબલી: ક્રાઉન ઓફ બ્લડ' ડીઝની હોટસ્ટાર પર આવી ગઈ છે ત્યાંરે જાણીએ કે તે દર્શકોને કેવી લાગી, બહુબલી શ્રેણીની જેમ દર્શકોને જકડી રાખશે કે કેમ!

ચાલો જાણીએ અનીમેટેડ સીરીઝ 'બાહુબલી: ક્રાઉન ઓફ બ્લડ' કેવી છે અને દર્શકોને કેવી લાગી, બહુબલી શ્રેણીની જેમ દર્શકોને જકડી રાખશે કે કેમ!
1/1

બાહુબલી શ્રેણી ભારતીય સિનેમામાં એક સુવર્ણ પાનું છે, તેને વિશ્વભરમાં તેની છાપ છોડી છે, ફકત બોક્સ ઓફિસ પર અનેક રેકોર્ડ ન તોડતા 'બાહુબલી' ફિલ્મોએ તેલુગુ સિનેમાને વૈશ્વિક સ્તરે પહોંચાડી છે. હવે, આ મહાકાવ્ય બાહુબલી એક નવી અનીમેટેડ સીરીઝ 'બાહુબલી: ક્રાઉન ઓફ બ્લડ'ના સ્વરૂપમાં પાછું ફર્યું છે. જેણે દર્શકોને મહિષ્મતીના મહાન સામ્રાજ્યની પ્રાચીન કથાઓમાં પાછા લઈ જવાનું કામ કર્યું છે. આ સિરીઝમાં બાહુબલી અને ભલ્લાલદેવ એક સાથે મહિષ્મતીની રક્ષા માટે હાથ મિલાવે છે અને પછી જે થાય છે તે દર્શકોને કેમ જકડી રાખે છે તે જોવા માટે સૌએ સીરીઝ જોવી રહી.

આ સિરીઝની વાર્તા મજબૂત અને આકર્ષક છે, જે દર્શકોને ભલ્લાલદેવ અને બાહુબલી કટ્ટર દુશ્મન બન્યા પહેલાના મહિષ્મતીના ઇતિહાસની ઝલક આપે છે, બંને ભાઈઓએ સાથે મળીને તેમના  અને મહિષ્મતીના દુશ્મન કાલદૂતા (રક્તદેવનું એક પર્યાયવાચી) સામે કેવી રીતે યુદ્ધ કર્યું તેની આ વાર્તા છે. આ એનિમેશન સિરીઝમાં પાત્રોની પાછળની કથાઓ, રક્તદેવનું વંશજીવન, ભલ્લાલદેવ, બાહુબલી વચ્ચેની ચાલુ દુશ્મની, અને વધુ ઘણું બધું આ સીરીઝને લોકપ્રીય બનાવે છે. આ સિરીઝનો દરેક એપિસોડ એક મહત્વપૂર્ણ વણાંક ઉપર પૂરો થાય છે, જે દર્શકોને આગળનો એપિસોડ જોવા માટે ઉત્સુક કરી દે છે.

આ નવ ભાગની પ્રિક્વલ એનિમેટેડ સિરીઝની કથા એસ.એસ. રાજામૌલી અને શરદ દેવરાજન દ્વારા રચાઈ છે અને જીવન જે. કાંગ અને નવીન જોન દ્વારા દિગ્દર્શિત છે. તેમજ શરદ કેલકર, મનોજ પાંડે અને રાજેશ ખટ્ટરના આવજો બાહુબલી, ભલ્લાલદેવ અને રક્તદેવ ઉર્ફે કાલધૂતના પત્રોને જીવંત કરે છે.

આ સિરીઝ સામ્રાજ્ય બનાવવા માંગતા મહિષ્મતીના રાજ પરિવારના સભ્યો અને તેમના વિરોધીઓ વચ્ચેના વિચારધારાઓના સંઘર્ષની વાત કરે છે. સિરીઝના પ્લોટમાં એક અદભૂત સામ્રાજ્યના સપનાઓ છે જેને એકતાના મૂલ્યોથી બંધાયેલ રાખવાની બાહુબલીની ઈચ્છા છે, જ્યારે ભલ્લાલદેવની અદ્વિતીય શક્તિથી બધું અને બધાને જીતવા માંગે છે. તો બીજી તરફ રક્તદેવ ઉર્ફે કાલધૂત એવા અનુયાયીઓની સેના એકત્રિત કરે છે જેઓ માને છે કે ન્યાય માત્ર તલવારના એક ઝાટકાથી જ મળી શકે છે.

દર્શકો આ સિરીઝને ખૂબજ પસંદ કરી રહ્યા છે અને હવે આ સિરીઝમાં શું થશે તેની રાહ દરેક એપીસોડના અંતમાં ખૂબ આતુરતાથી જોઈ રહ્યા છે. 

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

ગુજરાત, સામાજીક, કલા અને સંસ્કૃતિ

કલાતીર્થનો ભગીરથ પ્રયાસ: સંખેડાની કાષ્ઠકલા-કસબ અને લાખકામ ઉદ્યોગનું અનન્ય દસ્તાવેજીકરણ સાથે અભૂતપૂર્વ ગ્રંથ.

બ્રેકિંગ ન્યૂઝ, ભારત

સોનમ વાંગચુકની હડતાળ ચાલુ રહેશે: સારવાર અંગે તેમની પત્ની ગીતાંજલિને સફદરજંગ હોસ્પિટલ પર ભરોસો નથી.