હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
સિનેમા, OTT અને TV

બાહુબલીની દુનિયામાં પાછા ફરવાની તક જલદી મળશે, એસ.એસ. રાજામૌલી લાવી રહ્યા છે 'બાહુબલી: ક્રાઉન ઓફ બ્લડ' એનિમેટેડ સિરીઝ

Posted 2 years ago with 30 views

Story by Ranmesh | 3 mins read

સમાચાર સારાંશ: રાજામૌલીએ 'બાહુબલી: ક્રાઉન ઓફ બ્લડ' નામની એક નવી એનિમેટેડ શ્રેણીની જાહેરાત કરી છે જે મહિષ્મતીના રાજ્યની અને તેના પાત્રોની ગાથાઓને નવી અને રોમાંચક રીતે પ્રસ્તુત કરશે.

બાહુબલીની દુનિયામાં પાછા ફરવાની તક જલદી મળશે, એસ.એસ. રાજામૌલી લાવી રહ્યા છે 'બાહુબલી: ક્રાઉન ઓફ બ્લડ' એનિમેટેડ સિરીઝ
1/1

એસ.એસ. રાજામૌલીની લાવી રહ્યા છે 'બાહુબલી: ક્રાઉન ઓફ બ્લડ' એનિમેટેડ સિરીઝ

ભારતીય સિનેમાના ઇતિહાસમાં એક નવું પાનું ઉમેરતા, લોકપ્રિય દિગ્દર્શક એસ.એસ. રાજામૌલીએ 'બાહુબલી: ક્રાઉન ઓફ બ્લડ' નામની એનિમેટેડ સિરીઝની ઘોષણા કરી છે. આ એનિમેટેડ સિરીઝ તેઓની ઐતિહાસિક લોકપ્રિય ફિલ્મ 'બાહુબલી'ની વાર્તાની આસપાસ રહેશે અને તે વાર્તાને આગળ વધારશે અથવા વાર્તાના પત્રોનો વધુ નજીકથી પરિચય કરાવશે અને તે મહિષ્મતીના કાલ્પનિક રાજ્યની વાર્તાને વિસ્તારશે.

બાહુબલી શ્રેણી ભારતીય સિનેમામાં એક સુવર્ણ પાનું છે, તેને વિશ્વભરમાં તેની છાપ છોડી છે, ફકત બોક્સ ઓફિસ પર અનેક રેકોર્ડ ન તોડતા 'બાહુબલી' ફિલ્મોએ તેલુગુ સિનેમાને વૈશ્વિક સ્તરે પહોંચાડી છે. એસ.એસ. રાજામૌલીની દિગ્દર્શનમાં બનેલી આ ફિલ્મ શ્રેણીએ તેની અનોખી કથાનક, પ્રભાવીક દ્રશ્યો અને સંગીત માટે લોકપ્રશંસા મેળવી છે, અને એક આખી પેઠીને નવા સીનેમેટીક અનુભવ માટે તૈયાર કરી છે.  હવે, આ મહાકાવ્ય બાહુબલી એક નવા સ્વરૂપમાં પાછું ફરી રહ્યું છે અને તે મહિષ્મતીના રાજ્યની અને તેના પાત્રોની ગાથાઓ નવી અને રોમાંચક રીતે પ્રસ્તુત કરશે.

રાજામૌલીએ તેમના અધિકૃત 'X' પેજ પર ટાઈટલ એનાઉન્સમેન્ટ ટીઝર શેર કર્યું છે, જેમાં તેમણે લખ્યું છે, "જ્યારે મહિષ્મતીના લોકો તેનું નામ જપે છે, ત્યારે બ્રહ્માંડમાં કોઈ પણ શક્તિ તેને પાછું આવતાં અટકાવી શકતી નથી. 'બાહુબલી: ક્રાઉન ઓફ બ્લડ' ની એનિમેટેડ સિરીઝનું ટ્રેલર ટૂંક સમયમાં આવશે!".


?ref_src=twsrc%5Etfw">April 30, 2024

આ સિરીઝના ટાઈટલ એનાઉન્સમેન્ટ ટીઝરે ચાહકોમાં ઉત્સાહ અને આશાની લહેર ઉભી કરી છે. 'બાહુબલી'ની દુનિયામાં પાછા ફરવાની તક મળવી એ દરેક બહુબલી ફેન માટે સ્વપ્ન સમાન છે, તેઓ અને આપણે આશા કરીએ છીએ કે 'બાહુબલી: ક્રાઉન ઓફ બ્લડ' એનિમેટેડ સિરીઝ પણ "બહુબલી" ફિલ્મો જેવી જ સફળતા મેળવશે અને દર્શકોને મંત્રમુગ્ધ કરશે.

આપણે સૌ આતુરતાથી ટ્રેલરની રાહ જોઈ રહ્યા છીએ!

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, ઇતિહાસ

કલાતીર્થ અને પ્રાગમહેલ ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમેં કચ્છનાં રાજવી રત્નો ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, ઇતિહાસ

કલાતીર્થ અને પ્રાગમહેલ ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમેં કચ્છનાં રાજવી રત્નો ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ

ગુજરાત, ઇવેન્ટ્સ, ધર્મ

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ મેમનગર ખાતે 80મા સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી

ગુજરાત, સોશિયલ મીડીયા, લાઈફ સ્ટાઈલ

Hästens Ahmedabad ખાતે CIIના યંગ ઈન્ડિયન્સ અમદાવાદ ચેપ્ટર માટે સ્લીપ સપા અને સાઉન્ડ હેયલીનગ સેશન